85 વર્ષના ધર્મેન્દ્રએ પુલમાં માણી કંઇક આ રીતની મજા, વિડીયો જોઇને તમે પણ થઇ જશો છક

પુલમાં એરોબિક એકસરસાઈઝ કરતા જોવા મળ્યા ૮૫ વર્ષની ઉમર ધરાવતા અભિનેતા ધર્મેન્દ્ર, જોઈએ આ વિડીયો.

આજે ભલે ઇન્ડસ્ટ્રીમાં એકથી એક ચઢીયાતા એક્શન હીરોઝ છે પરંતુ ૬૦ના દશકથી જ પંજાબના પુત્તર ધર્મેન્દ્રને એક્શન હીરો તરીકે જાણવામાં આવે છે. એમની પર્સનાલીટી ખુબ જ દમદાર હતી. આજે પણ ધર્મેન્દ્ર ૮૫ વર્ષની ઉમરમાં પોતાની ઉમરને મુજબ ઘણા સ્વસ્થ છે. એની સાબિતી અભિનેતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ છે.

image source

બોલીવુડ અભિનેતા ધર્મેન્દ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હિમેનના નામથી જાણવામાં આવે છે. બોલીવુડમાં અભિનેતા એક્શનનો નવો ટ્રેન્ડ લઈને આવ્યા. આજે ભલે શર્ટલેસ થવું સલમાન ખાનનો સિગ્નેચર માર્ક બની ગયો, આજે ભલે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એકથી એક ચઢીયાતા એક્શન હીરોઝ છે. પરંતુ ૬૦ના દશકથી જ પંજાબના પુત્તર ધર્મેન્દ્રને એક્શન હીરો તરીકે જાણવામાં આવે છે. એમની પર્સનાલીટી ખુબ જ દમદાર હતી. આજે પણ ધર્મેન્દ્ર ૮૫ વર્ષની ઉમરમાં પોતાની ઉમરને મુજબ ઘણા સ્વસ્થ છે. એની સાબિતી અભિનેતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ છે.

૮૫ વર્ષની ઉમરમાં સ્વિમિંગ કરી રહ્યા છે ધર્મેન્દ્ર.

ધર્મેન્દ્રએ ટ્વીટર પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તેઓ પોતાની ફિટનેસ પર ધ્યાન આપતા જોવા મળી રહ્યા છે. અભિનેતા સ્વિમિંગ પુલમાં આરામથી સ્વિમિંગની મજા લઈ રહ્યા છે. આ સાથે જ તેઓ એરોબિક એકસરસાઈઝ પણ કરી રહ્યા છે. ધર્મેન્દ્રએ આની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, મિત્રો ભગવાનની દયાથી મેં વોટર એરોબીક્સ યોગા અને હળવી એકસરસાઈઝ કરવાનું શરુ કરી દીધી છે. સતત ચાલતા રહેવા માટે સ્વાસ્થ્ય જ સૌથી મોટું વરદાન છે. આપ પણ ખુશ રહો, મજબુત રહો અને સ્વસ્થ રહો.’

ફેંસ પ્રસંશા કરી રહ્યા છે.

ધર્મેન્દ્રનો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. ફેંસ ધર્મેન્દ્રની ફિટનેસની પ્રસંશા કરતા નથી થાકી રહ્યા. ફેંસ એમની પર પ્રેમ વરસાવી રહ્યા છે અને એમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, ધર્મેન્દ્ર ૮૫ વર્ષની ઉમરમાં પણ ફિલ્મોમાં સક્રિય છે. એના સિવાય તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેંસની સાથે સતત જોડાયેલ રહે છે. ધર્મેન્દ્રએ પોતાના ફાર્મહાઉસથી ઘણા બધા વિડિયોઝ શેર કરતા રહે છે.

દિલીપ સાહેબની સ્થિતિમાં સુધાર જોવા મળ્યો.

આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ ધર્મેન્દ્રએ હોસ્પિટલમાં એડમિટ દિલીપ કુમારના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે. તેમણે બધાને હાથ જોડીને વિનંતી કરી છે કે, બધા દિલીપ સાહેબની સલામતી માટે પ્રાર્થના કરે. ત્યાર બાદ જયારે દિલીપ સાહેબના સ્વાસ્થ્ય સારું થવા લાગે છે તો ધર્મેન્દ્રએ બધાને ધન્યવાદ પણ કર્યા છે. ધર્મેન્દ્રનો દિલીપ કુમારની સાથે ઊંડા સંબંધો રહ્યા છે. તેઓ દિલીપ કુમારને પોતાના ગુરુ માને છે. દિલીપ કુમારને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી. ત્યાર બાદ અભિનેતાને હોસ્પિટલમાં એડમિટ કરાવી દેવામાં આવ્યા. તાજેતરમાં જ એમના ટ્વીટર હેન્ડલ પરથી અપડેટ પણ આપવામાં આવી છે કે, દિલીપ સાહેબ પહેલા કરતા સ્વસ્થ અનુભવ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!