Site icon News Gujarat

દેશભરના ધાર્મિકસ્થળોને સોમવારથી ખોલવાની મંજૂરી અપાઈ

લોકડાઉન 5 કે પછી કહીએ કે અનલોક 1માં દેશભરના ધાર્મિકસ્થળોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. તેવામાં હાલ દેશભરના રાજ્યોમાં ધાર્મિક સ્થળો ખોલવાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. તેવામાં જણાવી દઈએ કે ગુજરાતમાં પણ પ્રખ્યાત ધાર્મિક સ્થળો સોમવારથી ખુલ્લા મુકવામાં આવશે. આ મંદિરોમાં દ્વારકા, સોમનાથ, અંબાજી સહિતના પ્રખ્યાત મંદિરોનો સમાવેશ થાય છે.

image source

ગુજરાતમાં 8 જૂનથી ધાર્મિકસ્થળો ખોલવાની મંજૂરી હોવાથી હાલ મંદિરોમાં ટ્રસ્ટીઓ, પૂજારીઓ દ્વારા પૂર્વ તૈયારીઓ શરુ કરવામાં આવી છે. જેમાં મંદિરોને સેનિટાઈઝ કરવાથી લઈ અને દર્શન માટેના નિયમો અને અન્ય જરૂરી ફેરફારને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. રાજ્યના સોમનાથ, દ્વારકા, અંબાજી, વિરપુર જલારામ મંદિર સહિત મંદિરોને ખોલવામાં આવશે પરંતુ કોરોના બાદ દર્શનનો અનુભવ ભક્તો માટે અલગ હશે.

image source

સોમનાથ મંદિરની તૈયારીઓ અંગે જાણવા મળ્યાનુસાર અહીં સામાજિક અંતર જળવાય તે વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. અહીં એક સંસ્થા દ્વારા મંદિરને સેનિટાઈઝર મશીનો આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય દિવસોમાં પણ સોમનાથ મંદિરે હજારો ભક્તોની ભીડ દર્શન દરમિયાન જોવા મળતી પરંતુ હવે મંદિર પ્રશાસન લોકોની ભીડ એકઠી ન થાય તે વાતની ખાસ વ્યવસ્થા કરશે. મંદિરમાં ભક્તોને માત્ર દર્શન કરવાની છૂટ આપવામાં આવશે. પરંતુ અગાઉ જેમ ભક્તો આરતી માટે મંદિરમાં રોકાઈ શકતા હતા તેમ હવે રોકાઈ શકશે નહીં.

image source

જગત મંદિર દ્વારકામાં પણ આ જ પ્રકારની તૈયારીઓ થઈ રહી છે. મંદિર 8 જૂનથી દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવશે પરંતુ ભક્તોને ઓછી સંખ્યામાં ક્રમશ: દર્શન માટે મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. અહીં પણ સેનિટાઈઝેશન, માસ્ક સહિતની તૈયારીઓ અને વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

મહત્વપૂર્ણ છે કે સૌરાષ્ટ્રમાં ચોટીલા ચામુંડા મંદિર, ખોડલધામ, વીરપુર જલારામ મંદિર, સ્વામિનારાયણ મંદિર સહિતના ધાર્મિક સ્થળે રજાના દિવસોમાં ઉપરાંત પૂનમ, શિવરાત્રિ, ગુરુવાર, રવિવાર જેવા ખાસ દિવસોમાં વધારે ભીડ રહે છે પરંતુ હવે ભક્તો આ રીતે મોટી સંખ્યામાં એકત્ર ન થાય અને દર્શન પણ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

image source

મોટાભાગના મંદિરોમાં હાલના દિવસોમાં પ્રસાદી, પંચામૃત, ભોજન પ્રસાદ જેવી વ્યવસ્થાઓ હાલ પુરતી મોકુફ રાખવાનો નિર્ણય કરાયો છે. મંદિરોમાં ભક્તો માત્ર દર્શન કરી શકશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે મંદિરો ખોલવાની પરવાનગી આપી છે પરંતુ સમુહ પ્રાર્થના, કથા, સામુહિક પર્વની ઉજવણી પર રોક યથાવત રાખી છે. આ નિયંત્રણોના કારણે ભક્તોનો દર્શન કરવાનો અનુભવ 8 જૂનથી ઘણો બદલાઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version