Site icon News Gujarat

નાથદ્વારા, અજમેર સહિતના રાજસ્થાનના ધાર્મિક સ્થળો નહીં ખુલે 8 જૂનથી, જાણો કઈ તારીખ ધર્મગુરુઓએ કરી છે નક્કી

રાજસ્થાનના સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળો 8 જૂનથી નહીં ખુલે, ધાર્મિક સ્થળોને ખોલવા સંદર્ભે મુખ્યમંત્રી અશોક ગહલોતએ વીડિયો કોન્ફરસિંગથી ધર્મગુરુઓ સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચામાં જે વાત બધાએ રજૂ કરી તેના આધારે ધર્મ સ્થળ ખોલવા માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી છે.

image source

ગહલોતે આ સમિતિને ધાર્મિક સ્થળોની સ્થિતિ, સોશિયલ ડિસ્ટેંસિંગ, સેનિટાઈઝેશન સહિતના હેલ્થ પ્રોટોકોલ સાથે સંક્રમણથી બચવાના વિવિધ ઉપાયો પર વિમર્શ કરી ધર્મ સ્થળ ખોલવા સંબંધે નિર્ણય લેવા કહ્યું છે. આ સમિતિમાં પોલીસ અધીક્ષક અને મુખ્ય ચિકિત્સા તેમજ સ્વાસ્થ્ય અધિકારી સાથે દરેક ધર્મના ધર્મગુરુ, જિલ્લાના પ્રમુખ ધાર્મિક સ્થળોના મુખ્ય મહંત અને ટ્રસ્ટીઓ જોડાશે.

image source

આ અંગે મુખ્યમંત્રી ગહલોતે કહ્યું છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તેમજ અન્ય નિષ્ણાંતોએ જે ચેતવણી આવનારા સમય માટે આપી છે તેને ધ્યાનમાં લઈએ તો આવનારો સમય કોરોનાની સ્થિતિ વધારે વિકટ કરનાર હશે. તેવામાં પુરી તકેદારી રાખવી જરૂરી છે. સાથે જ વધારે સતર્ક કહેવું પડશે. તેમણે ધર્મ ગુરુઓ, સંતો, મહંતો તેમજ ધાર્મિક સંગઠનોના પદાધિકારીઓને અપીલ કરી છે કે તેઓ આ પડકારને પહોંચી વળવા માટે પોતાની ભૂમિકા નિભાવે અને આગામી સમયમાં હેલ્થ પ્રોટોકોલ સહિત અન્ય નિયમોનું પાલન કરવા લોકોને સતર્ક કરે. તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે ધર્મ ગુરુઓનો સંદેશ સમાજ માટે વધારે પ્રભાવી હોય છે.

image source

ચિકિત્સા મંત્રી ડો રઘુ શર્માએ કહ્યું હતું કે સંકટના સમયને રાજ્ય સરકારએ એક અવસર તરીકે લેતા પ્રદેશમાં ચિકિત્સાના આધારભૂત પાયાને મજબૂત કરવાની પહેલ કરી છે. કોરોનાને લઈ રાજસ્થાનની ઉપલબ્ધીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. આ લડાઈમાં દરેક ધાર્મિક સંસ્થા પણ ભરપૂર સહયોગ કરી રહી છે. જેને ધ્યાનમાં રાખી હાલ તો 30 જૂન સુધી ધાર્મિક સ્થળો ખોલવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.

image source

મુખ્ય સચિવ ડીબી ગુપ્તાએ કહ્યું છે કે ધર્મ સ્થળો ખોલવા પર સંક્રમણથી બચાવને લઈને ખાસ વ્યવસ્થા કરવી પડશે, ભીડને નિયંત્રણમાં રાખવા અને હેલ્થ પ્રોટોકોલનું પાલન કરવા જેવા વિષયો પર સમિતિના સભ્યોના સુચન લેવામાં આવશે. તેના આધારે આગામી સમયમાં યોગ્ય નિર્ણય લેવાશે. આ નિર્ણય પર ધર્મગુરુઓ અને ધર્મસ્થળોના પદાધિકારીઓએ પણ રાજ્ય સરકારને જરૂરી સહયોગ આપવાની વાત કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version