8 વર્ષ બાદ ટીવીના પડદે ફરી જોવા મળશે લોકપ્રિય જોડી,જાણો શું હશે રોલ

રાહુલ વૈદ્ય સાથે તાજેતરમાં જ લગ્ન કરનાર દિશા પરમારની કિસ્મત ચમકી ગઈ છે. દિશા પરમાર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં હતી. જ્યારે બિગ બોસ હાઉસમાંથી રાહુલ વૈદ્યએ દિશા માટે તેના પ્રેમનો એકરાર કર્યો ત્યારથી દિશા સતત ચર્ચાઓમાં રહી છે. ત્યારે હવે રાહુલ અને દિશા લગ્નગ્રંથીથી જોડાઈ ચુક્યા છે. હવે ફરી એકવાર દિશા લાઈમ લાઈટમાં આવી ગઈ છે. આ વખતે ચર્ચાનું કારણ છે દિશાને મળેલી જબરદસ્ત ઓફર

image soucre

જી હાં જાણવા મળતી માહિતી અનુસાર દિશા પરમારને બડે અચ્છે લગતે હૈ 2ની ઓફર કરવામાં આવી હતી અને આ ઓફર માટે તેણે હા પણ કરી દીધી છે. એટલે કે હવે દિશા તેના પહેલા કો સ્ટાર નકુલ મેહતા સાથે ફરી એકવાર સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

image soucre

જણાવી દઈએ કે દિશા પરમારે પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત પણ નકુલ મહેતા સાથે સીરીયલ પ્યાર કા દર્દ હૈ.. શોથી કરી હતી. આ સીરીયલમાં દિશા અને નકુલની જોડીને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો હતો. આ શોમાં દિશાએ પંખુડી અને નકુલે આદિત્યનો રોલ કર્યો હતો. આ શો વર્ષ 2014માં ઓફએર થયો હતો. તેવામાં આ લોકપ્રિય જોડી ફરી એકવાર ટીવીના પડદે જોવા મળશે.

image soucre

8 વર્ષ બાદ દિશા અને નકુલ ફરી એકવાર બડે અચ્છે લગતે હૈ 2માં સાથે જોવા મળશે. આ સીરીયલની પહેલી સીઝનમાં રામ કપૂર અને સાક્ષી તંવર જોવા મળી હતી. જો કે આ અંગે હજુ દિશા પરમારે સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ તેણે શો માટે હા કહી છે તે વાત સામે આવી છે.

image soucre

જણાવી દઈએ કે આ શો માટે પહેલા દિવ્યાંકા ત્રિપાઠી દહીયાનું નામ ચર્ચામાં હતું. પરંતુ સ્ક્રીન પર તે નકુલ કરતાં મોટી લાગશે તેવા કારણ સાથે તેને રોલ માટે પસંદ કરવામાં ન આવી. સામે દિવ્યાંકાએ એમ જણાવ્યું હતું કે તે પોતાને શોના પાત્રમાં ફીટ કરી શકે તેમ લાગતું ન હતું. તેથી તેણે આ રોલ ન કરવાનો નિર્ણય કર્યો છે.

image soucre

બડે અચ્છે લગતે હૈની બીજી સીઝન ઘણા સમયથી ચર્ચામાં છે. આ શોની પહેલી સીઝન લોકપ્રિય રહી હતી. જો કે આ શોની સૌથી વધુ ચર્ચા તેના બોલ્ડ સીનના કારણે થઈ હતી. તે સમયે રામ કપૂર અને સાક્ષી તંવરે ટીવી શોમાં દેખાડવામાં આવતા બોલ્ડ સીનની તમામ હદ પાર કરી હતી અને ઓનસ્ક્રીન એક કીસીંગ સીન કર્યો હતો.