Site icon News Gujarat

શુંં તમે જોયો ધોની અને જીવાનો આ લેટેસ્ટ વિડીયો?

ધોનીએ ફાર્મ હાઉસમાં ખૂબ ચલાવી બાઇક, ઝીવા એ મજા માણી બાઇક રાઈડિંગ ની.

image source

ધોની પોતાના પરિવાર સાથે સુંદર સમય વિતાવી રહ્યા છે. ધોનીની પત્ની સાક્ષી એ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો હતો જેમાં માહી અને ઝીવા ફાર્મ હાઉસમાં બાઇક પર ફરી રહ્યા હતા.

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની રાંચીમાં આવેલ પોતાના ફાર્મ હાઉસમાં પોતાની દીકરી ઝીવા સાથે બાઇકની સવારી કરતા નજરે પડ્યા હતા.

લોકડાઉન દરમિયાન ધોની પોતાના પરિવાર સાથે સરસ મજાનો સમય વિતાવી રહ્યા છે. ધોનીની પત્ની સાક્ષીએ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો હતો જેમાં મહેન્દ્ર સિંહ ધોની અને એમની દીકરી ઝીવા ફાર્મ હાઉસમાં બાઇક પર ફરી રહ્યા હતા.

સાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા કેપ્સનમાં દિલનું ઇમોજી મૂક્યું છે. વીડિયોમાં ધોનીના ફાર્મ હાઉસના સુંદર દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે.

ધોનીનો આ વીડિયો એમના ચાહકોને ઘણો પસંદ પડી રહ્યો છે.ધોની કાર અને બાઇકના ઘણા શોખીન છે. ધોની પાસે ઘણી બધી કાર અને સુપર બાઇક્સ છે. ધોનીના રાંચીમાં આવેલ ફાર્મ હાઉસના ગેરેજ માં એકથી એક ચડિયાતી ગાડીઓ એમના ગેરેજ ની શાન માં વધારો કરી રહી છે.

image source

તમને જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોની એ પોતાની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ જુલાઈ 2018માં ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ કપની સેમી ફાઇનલ રમી હતી, જેમાં એમના રન આઉટ થતા જ ટિમ ઇન્ડિયાએ પોતાની બધી આશાઓ છોડી દીધી હતી. આઇપીએલ દ્વારા ક્રિકેટ જગતમાં મહેન્દ્ર સિંહ ધોની ને ફરી એકવાર જોવાની આશાઓ પણ કોરોના વાયરસે પાણી ફેરવી દીધુ

કોરોના વાયરસના કારણે આઇપીએલ અનિશ્ચિતકાલ માટે રદ કરવામાં આવી છે. કોઈ નથી જાણતું કે આઇપીએલ આયોજિત થશે પણ કે નહીં. ઘણા ભૂતપૂર્વ દિગગજ ખેલાડીઓનું માનવું છે કે આઇપીએલ રદ થવાના કારણે હવે મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટ જગતમાં ફરી પરત ફરી શકે એ અઘરું જણાય છે.

image source

તમને જણાવી દઈએ કે ધોની દુનિયાનો એક માત્ર એવો કપ્તાન છે જેને ICC દ્વારા યોજાયેલી બધી જ ટ્રોફીને જીતીને પોતાના નામે કરી છે. ધોનીના સુકાની પદે ભારતે ટવેન્ટી ટવેન્ટી વર્લ્ડ કપ 2007, 2010 અને 2016નો એશિયા કપ, 2011 માં ICC ક્રિકેટ વર્લ્ડ કપ અને 2013માં ICC ચેમ્પિયનશીપમ ટ્રોફી જીતી છે. મિડલ ઓર્ડર બેટ્સમેન અને વિકેટ કીપર ધોની એકદિવસીય ક્રિકેટ મેચમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન માંથી એક છે. ધોની ભારતીય ક્રિકેટ ટીમનો અત્યાર સુધી નો સૌથી સફળ કેપટન રહ્યો છે.

Exit mobile version