પોતાની આ પર્સનલ વાતને લઇને દિયા મિર્ઝા બગડી ટ્રોલર્સ પર, અને કહી દીધું કે…આ વાત દરેક છોકરીઓએ ખાસ જાણવી જોઇએ કારણકે…

દિયા મિર્જાએ કેમ છુપાવી લગ્ન પહેલા પ્રેગ્નનસીની વાત, ટ્રોલર્સને જવાબ આપતા જાતે જ જણાવ્યું આ કારણ.

એક્ટ્રેસ દિયા મિર્જાએ લગ્ન પછી જ્યારથી પ્રેગ્નનસી અનાઉન્સ કરી છે ત્યારથી જ્યાં અમુક લોકો એમને શુભકામનાઓ આપી રહ્યા છે તો બીજી બાજુ એ ટ્રોલર્સના નિશાને પણ આવી ગઈ છે. દિયા મિર્જાએ 11 ફેબ્રુઆરીએ બિઝનેસમેન વૈભવ રેખી સાથે બીજા લગ્ન કર્યા છે. દિયા મિર્જાના લગ્નને દોઢ મહિનો થયો છે. લગ્નના આટલા ઓછા સમયમાં જ બેબી બમ્પ ફ્લોન્ટ કરતા થોડા દિવસ પહેલા એમને સોશિયલ મીડિયા પર પોતાની પ્રેગ્નનસીનું એલાન કર્યું હતું. એ પછીથી લોકો એમને આ વાત માટે ખરી ખોટી સંભળાવી રહ્યા છે..

image source

લોકોનું કહેવું છે કે દિયાએ પ્રેગ્નનસી છુપાવવા માટે લગ્ન કર્યા. પણ હવે દિયા મિર્જાએ આ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે અને એ પણ જણાવ્યું છે કે આખરે એમને લગ્ન પહેલા પ્રેગ્નનસીની વાત કેમ છુપાવી.

image source

વાત જાણે એમ છે કે એક યુઝરે દિયાને પૂછ્યું કે એમને લગ્ન પહેલા પ્રેગ્નેન્ટ થવાની વાત કેમ ન જણાવી? એના પર અભિનેત્રીએ ખૂબ જ સરસ વાત કહી ચર. આ મહિલા યુઝરે એક્ટ્રેસને સવાલ કર્યો કે “દિયાએ પોતાના લગ્ન એક મહિલા પંડિત પાસે કરાવીને સ્ટીરિયોટાઈપ વિચારસરણીને તોડવાનું કામ કર્યું છે. એ પોતાની પ્રેગ્નનસી અંગે લગ્ન પહેલા કેમ ન જણાવી શકી. શુ લગ્ન પહેલા પ્રેગ્નેન્ટ થવું સ્ટીરિયોટાઈપ નથી જેને આપણે ફોલો કરીએ છીએ. શુ લગ્ન પહેલા કોઈ સ્ત્રી માતા નથી બની શકતી?

image source

બીજા સેલેબ્સ જ્યાં આ પ્રકારની કમેન્ટને ઇગ્નોર કરી દે છે તો દિયાએ આ યુઝરને સારો એવો જવાબ આપીને ટ્રોલર્સનું મોઢું હંમેશા માટે બંધ કરી દીધું છે. દિયાએ એક લાંબીલચક કમેન્ટ કરીને જણાવ્યું કે એમને લગ્ન પહેલા પોતાની પ્રેગ્નનસીનો ખુલાસો કેમ ન કર્યો.

image source

દિયા મિર્જાએ કહ્યું કે “તમારો સવાલ ખૂબ જ રસપ્રદ છે. સૌથી પહેલા તો હું કહી દઉં કે અમે એટલે લગ્ન નથી કર્યા કારણ કે અમારે બેબી થવાનું હતું. અમે એટલે લગ્ન કર્યા છે કારણ કે અમે સાથે જિંદગી જીવવા માંગીએ છીએ. જ્યારે અમે અમારા લગ્નનું પ્લાનિંગ કરી રહ્યા હતા ત્યારે જ અમને અમારા બેબી વિશે ખબર પડી. તો સૌથી પહેલા તો આ લગ્ન અમારા બાળકના કારણે નથી થયા.”

image source

દિયાએ આગળ કહ્યું કે “અમે પ્રેગ્નનસી વિશે ત્યાં સુધી અનાઉન્સ ન કર્યું જ્યાં સુધી અમે આ વાતને લઈને સ્યોર ન થઈ જઈએ કે આ પ્રેગ્નનસી મેડિકલ કારણોથી સુરક્ષિત છે. આ મારા જીવનનો સૌથી ખુશીની પળો છે. મેં આની વર્ષો સુધી રાહ જોઈ છે. મેં મારી જિંદગીમાં ક્યારેય આટલું સારું નથી અનુભવ્યું. મેડિકલ કારણોને છોડીને હું આ વાત કેમ કોઈનાથી છુપાવીશ.

image source

પોતાની વાત આગળ ચલાવતા એક્ટ્રેસે લખ્યું કે “આ વાતનો જવાબ હું ફક્ત એટલે આપી રહી છું કારણ કે.

  • 1. બાળક થવું એ જીવનમાં સૌથી ઉમદા પળ છે.
  • 2. આ સુંદર અહેસાસને લઈને ક્યારેય શરમ ન અનુભવવી જોઈએ.
  • 3. એક સ્ત્રી તરીકે હંમેશા પોતાના નિર્ણય ખુલીને લેવા જોઈએ.
  • 4. ભલે આપણે સિંગલ હોય કે બાળકને જન્મ આપવો હોય કે પછી લગ્નનો નિર્ણય હોય, એ આપણો નિર્ણય હોવો જોઈએ.
  • 5.એક સોસાયટી તરીકે આપણે શું સાચું છે અને શું ખોટું એવી વાતોને અન સ્ટીરિયોટાઈપ કરવી જોઈએ અને પોતાની જાતને પૂછવું જોઈએ કે શું સાચું છે અને શું ખોટું.
image source

દિયા મિર્જાનો આ સ્પષ્ટ જવાબે એ લોકોની બોલતી બંધ કરી દીધી છે જે એમના પ્રેગ્નનસીના એલાન સમયે એમના પર સવાલ ઉઠાવી રહ્યા હતા અને સતત એમને ટ્રોલ કરી રહ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!