લગ્નના પાંચ વર્ષ પછી દિયા મિર્ઝાના થયા હતા ડિવોર્સ, જાણો 11 વર્ષ સાથે રહેવા પછી પણ કેમ તૂટી ગયો હતો સંબંધ

જાણી લો કેમ લગ્નના પાંચ વર્ષ પછી દિયા મિર્જાને લેવા પડ્યા હતા ડિવોર્સ, 11 વર્ષ સાથે રહેવા છતાં તૂટી ગયો સંબંધ.

બૉલીવુડ એક્ટ્રેસ દિયા મિર્જા થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પર પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરીને પોતાની પ્રેગ્નનસીની ન્યૂઝ પોતાના ફેન્સ સાથે શેર કરી હતી. દિયા મિર્જાએ 15 ફેબ્રુઆરીના રોજ બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં નજીકના સગા અને મિત્રો જ હાજર રહ્યા હતા.

image source

દિયાએ બીજા લગ્ન કર્યા ત્યારથી જ એમના પહેલા પ્રેમ, પહેલા લગ્ન અને ડિવોર્સની વાર્તાઓ ચર્ચામાં છે. લોકો જાણવા માંગે છે કે આખરે 6 વર્ષના રિલેશનશિપમાં રહ્યા પછી કપલે લગ્ન કર્યા તો ફક્ત 5 વર્ષમાં જ આ સંબંધ કેમ તૂટી ગયો હતો. તો ચાલો જાણી લઈએ દિયા મિર્જા અને સાહિલ સંઘાને કેવી રીતે થયો પ્રેમ અને પછી કેવી રીતે થઈ ગયા બંનેના રસ્તા અલગ.

પહેલી નજરમાં જ સાહિલ સંઘા દિલ આપી બેઠા હતા દિયાને.

image source

દિયા અને સાહિલ સંઘાની લવસ્ટોરી ઘણી જ રસપ્રદ છે. રિપોર્ટ્સ અનુસાર વર્ષ 2009માં દિયા મિર્જાની પહેલી વાર સાહિલ સંઘા સાથે મુલાકાત થઈ હતી. સાહિલ દિયાને ફિલ્મની સ્ક્રીપટ સંભળાવવા ગયા હતા. આ મુલાકાત ભલે નાની હતી પણ સાહિલને પહેલી જ નજરમાં દિયા સાથે પ્રેમ થઈ ગયો હતો, દિયાને જોતા જ એમના દિલમાં કુછ કુછ થવા લાગ્યું જતી. એ પછી બંને ઘણીવાર મળવા લાગ્યા.

ન્યુયોર્કના એક બ્રિજ પર સાહિલે કર્યું હતું દિયાને પ્રપોઝ.

image source

આમ જ બંનેની મુલાકાત ન્યુયોર્કમાં આયોજિત કરવામાં આવેલા એક એવોર્ડ ફંક્શમાં પણ થઈ. આ ટ્રીપ દરમિયાન સાહિલ સંઘાએ દિયાની સામે પોતાના પ્રેમનો એકરાર કરી દીધો. મેનહટનમાં આવેલ બ્રુકલેન બ્રિજ પર ફરતી વખતે સાહિલે દિયાને પોતાના ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યો હતો. દિયાને પને સાહિલ ગમતા હતા એટલે એમને તરત જ હા પાડી દીધી હતી અમે સાહિલે ત્યારે જ દિયાને પોતાની સાથે લાવેલી રિંગ પહેરાવી દીધી હતી.

11 વર્ષ સાથે રહ્યા પછી પણ તૂટી ગયો હતો સંબંધ.

image source

એ પછી થોડા સમય સુધી ડેટ કર્યા પછી બંનેએ વર્ષ 2014માં લગ્ન કરી લીધા. બંનેના લગ્ન દિલ્લીમાં ખૂબ જ ધામધૂમથી થયા હતા. લગ્ન પહેલા દિયા મિર્જા અને સાહિલ સંઘા એકબીજા સાથે છ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. એ દરમિયાન જ બંનેએ પોતાની ફિલ્મ પ્રોડક્શન કંપની પણ ખોલી હતી..આ પ્રોડક્શન કંપનીએ લવ બ્રેકઅપ જિંદગી અને બોબી જાસૂસ જેવી ફિલ્મો પણ બનાવી.

image source

પણ કહેવાય છે કે જેટલી સારી દિયા અને સાહિલની પ્રોફેશનલ લાઈફ હતી એટલી સારી એમની પર્સનલ લાઈફ નહોતી રહી. લગ્નના થોડાક જ વર્ષોમાં બંને વચ્ચે સંબંધ સામાન્ય ન રહ્યા અને પછી વર્ષ 2019માં સોશિયલ મીડિયા પર દિયાએ સાહિલ સાથે ડિવોર્સની ઘોષણા કરીને સૌને હેરાન કરી દીધા હતા. એ સાથે જ એમના 11 વર્ષના સંબંધ પુરા થઈ ગયા.

સોશિયલ મીડિયા પર કરી હતી ડિવોર્સ લેવાની ઘોષણા.

image source

દિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પહોળી પોસ્ટ કરીને ઘોષણા કરી હતી કે એ અને એમના પતિ અંદરોઅંદરની સમજુતીથી અલગ થઈ રહ્યા છે. દિયા મિર્જાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે “11 વર્ષ સુધી પોતાના સુખ અને દુઃખ વહેંચયા પછી અમે બંનેએ અંદરોઅંદરની સમજુતીથી અલગ થવાનો નિર્ણય કર્યો છે પણ અમે આગળ પણ મિત્ર બનીને રહીશું અને અમારા મનમાં એકબીજા માટે પ્રેમ અને સમ્માન હંમેશા રહેશે. અમારો સફર અને અમારા બંનેના રસ્તા હવે અલગ થઈ રહ્યા છે. હું અને સાહિલ આ બાબતમાં કોઈની સાથે કોઈ જ વાત નહિ કરીએ” આ સાથે જ દિયાએ પોતાના ફેન્સનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

આ કારણે તૂટી ગયો હતો સંબંધ.

દિયા મિર્જા અને સાહિલ સંઘાના અલગ થયા પછી ખબર આવી હતી કે રાઇટર કનિકા ધીલ્લનના કારણે બંનેનો સંબંધ તૂટી ગયો હતો. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે દિયા સાથે લગ્ન કર્યા પછી પણ સાહિલનું કનિકા ધીલ્લન સાથે પણ અફેર શરૂ થઈ ગયું હતું. દિયા મિર્જાને સાહિલના અફેર વિશે ખબર પડી ગઈ હતી, એ પછી દિયાએ સાહિલથી અલગ થવાનો નિર્ણય કરી લીધો હતો.

image source

સાહિલ અને કનિકાના અફેરની ખબરો ત્યારે એટલા માટે સાચી લાગી કારણ કે કનિકા ધીલ્લને પણ પોતાના પતિ પ્રકાશ કોવેલામુદી સાથે ડિવોર્સ લઈ લીધા હતા. જો કે દિયા મિર્જાએ આ બધી ખબરોને નકારીને કહ્યું હતું કે એ બંનેના અલગ થવામાં ત્રીજું કોઈ કારણ નથી.

ડિવોર્સના એક વર્ષ પછી ફરીથી પ્રેમ થઈ ગયો દિયાને.

દિયા આમ પણ લાઈફને ખૂબ ક પોઝિટિવલી જીવે છે. ડિવોર્સને પણ એમને ખૂબ જ સ્ટ્રોંગલી હેન્ડલ કર્યા હતા. કદાચ એટલે જ્યારે વૈભવ રેખી એમની લાઈફમાં આવ્યા તો એમને એમની સાથે મુવ ઓન કરવાનો નિર્ણય કરી લીધો. દિયા મિર્જા અને વૈભવ રેખી એકબીજાને એક વર્ષથી ડેટ કરી રહ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *