ભારતની આઅજીબો ગરીબ પરંપરાઓ વિશે કેટલુ જાણો છો તમે?

નમસ્તે મિત્રો , અમારા આજના આ આર્ટિકલ મા તમારું ફરી એકવાર સ્વાગત છે ભારત ઐતિહાસિક કથાઓ , ધાર્મિક માન્યતાઓ અને ધાર્મિક વિવિધતા વાળો દેશ છે , ભારતમાં કરોડો લોકો છે જે સેંકડો ધર્મો અને સંપ્રદાયો મા વિશ્વાસ કરે છે .

image source

આ કરોડો લોકો તેમના પોતાના ધર્મ અને સંપ્રદાયો ના દેવી – દેવતા ઓ ની પૂજા કરે છે , ભારતના બધા લોકોને પોતાનો ધર્મ પસંદ કરવાની સ્વતંત્રતા આપવામાં આવે છે ભારત દેશ મા કોઈ પણ વ્યક્તિને કોઈ ધર્મ ને સ્વીકારવા માટે દબાણ કરવામાં આવતું નથી અને જો કોઈ આ મૂળભૂત હકો ની વિરુદ્ધમાં જાય તો ભારતના બંધારણ અનુસાર તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે .

ભારત દેશ ના દરેક અલગ અલગ ભાગમાં કેટલીક અનોખી પરંપરાઓ જોવા મળે છે , પણ કેટલીકવાર આ પરંપરાઓ , માન્યતાઓ અને વિશ્વાસ અંધશ્રદ્ધા નું સ્વરૂપ લઇ લે છે . ભારત એક એવો દેશ છે જે ખૂબ જ ઝડપી ગતિએ વિકાસ પામી રહ્યો છે અને વિકસિત દેશ બનવાની દિશામાં છે પરંતુ , આ આધુનિક ભારતમાં કેટલીક વિચિત્ર માન્યતાઓ રહેલી છે , જેના વિશે જાણીને તમારા મનમાં આશ્ચર્ય ઉભું થશે . આ આર્ટિકલ નો પ્રારંભ કરતા પહેલા અમે તમને કહેવા માંગીએ છીએ કે આજના અમારા લેખનો ઉદ્દેશ તમારા લોકો સાથે નોલેજ શેયર કરવાનો છે .

image source

અમારો હેતુ કોઈ પણ વ્યક્તિ ની આસ્થા અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા નો નથી . કેટલાક લોકો કમેન્ટમાં અન્ય સંપ્રદાયો અને અન્ય ધર્મોના લોકોને ખૂબ જ ખરાબ ભાષાનો ઉપયોગ કરીને તેમના ધર્મને નીચા બતાવવાનો પ્રયાસ કરે છે . તેથી અમારી આપ સૌને વિનંતી છે કે મહેરબાની કરીને આવું ન કરો , અને આ લેખને માત્ર નોલેજ મેળવવાના દૃષ્ટિકોણથી જ વાંચો .

image source

ભારત માં એવી કેટલીક પરંપરાઓ છે જે તમને આશ્ચર્ય મા નાખી દેશે . પતિની સુખાકારી માટે પત્ની નું વિધવા બનવું એ આ પરંપરાઓ નું જીવંત ઉદાહરણ છે . આ પરંપરા કછુઆ સમુદાય સાથે સંકળાયેલી છે , આ સમુદાય ઉત્તર પ્રદેશ ની પૂર્વ ભાગમાં આવેલા ગોરખપુર દેવરિયા નજીક અને બિહારના કેટલાક વિસ્તારોમાં રહે છે . આ સમુદાય ના લોકો તાડી ના વ્યવસાય સાથે સંકળાયેલ છે , આ સમુદાયના લોકો તાડના વૃક્ષો માંથી ફળ તોડવાનું કામ કરે છે . તાડના આ વૃક્ષો 50 ફુટથી વધુ ઉચા હોય છે . તે ખૂબ જ લીસા અને સપાટ હોય છે અને આ વૃક્ષના ફળને તોડવા ખૂબ જ જોખમી હોય છે તાડી કાઢવાનું કામ એપ્રિલથી ઓગસ્ટના 4 મહિનામાં જ કરવામાં આવે છે , આ સમયગાળા દરમિયાન કછુઆ સમુદાય ની સ્ત્રીઓ કપાળે સિંદૂર નથી પૂરતી , અને એક વિધવા જેવું જીવન પસાર કરે છે .

image source

આ મહિલાઓ તરકુલા દેવી પાસે તેના પતિ ની બધી નિશાનીઓ મૂકે છે , અને તેના પતિના માટે માતા પાસે આશીર્વાદ માંગે છે . તરકુલા દેવીને આ કછુઆ સંપ્રદાય ની કુળદેવી માનવામાં આવે છે. તાડી કાઢવાની સિઝન પુરી થયા પછી નાગ પંચમી ના દિવસે તમામ કછુઆ લોકો તરકુલા દેવીના મંદિરે ભેગા થાય છે, મહિલા ઓ તરકુલા દેવીની પૂજા – અર્ચના કર્યા પછી સ્ત્રીઓ તેમની માંગ મા સિંદૂર ભરે છે , આ વિધિ પછી ત્યાં સમૂહ પૂજા – અર્ચના કરવામાં આવે છે અને આ સમૂહ પૂજામા પ્રાણીઓ ની બલિ આપવાનો રિવાજ પણ હોય છે .

image source

આપણે 2020 માં પ્રવેશ કર્યો છે આપણે શિક્ષણ અને ટેકનોલોજી ના વિકાસ સાથે ઝડપ થી આગળ વધી રહ્યા છીએ હવે છોકરા ઓ સાથે છોકરીઓ પણ આ સમાજ માં દરેક ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવી રહી છે , એટલું જ નહીં , તે છોકરાઓ સાથે તો જઇ જ રહી છે . અને ક્યારેક તો તેમના કરતા પણ આગળ વધી રહી છે પરંતુ આજે પણ આપણા સમાજમાં પરંપરાઓના નામે છોકરીઓને લગતા સમાજમાં કેટલાક એવા રીત રિવાજો છે , જે આપણા સભ્ય સમાજના હોવા વિશે શંકા ઉભી કરે છે . આ એવી પરંપરાઓ છે કે જેનું આ સભ્ય સમાજમાં કોઈ સ્થાન જ નથી .

image source

આ એક પ્રકારની એક પરંપરા છે , કે જેમાં છોકરીઓ ના કૂતરા સાથે લગ્ન કરવામાં આવે છે જોકે આ લગ્ન હકીકત નથી હોતા પરંતુ આ લગ્ન એક વાસ્તવિક હિંદુ પરંપરા થી જ કરવામાં આવે છે , અને એક દુલહન આ લગ્ન પરંપરા વિશે શુ કહે છે ” કૂતરા સાથે લગ્ન કરવા ને લીધે મારા મા જે દોષ છે તે કૂતરા પર ચાલ્યા જશે અને ત્યારબાદ જે વ્યક્તિ સાથે મારા લગ્ન થશે તેનું આયુષ્ય પણ લાબું હશે ” આ ઔપચારિક લગ્નમાં મા એક સાચા લગ્નની જેમ જ બધા સગા અને સંબંધીઓને આમંત્રણ આપવામાં આવે છે , અને આ આમંત્રણ ને માન આપી બધા સગા સંબંધીઓ આ લગ્નમાં હોંશે હોંશે ભાગ લે છે . આ પરંપરા તમને એક કલ્પના જેવી લાગી શકે છે પરંતુ આ કલ્પના 100 ટકા સાચી છે .

image source

આપણા દેશમાં ઝારખંડ રાજ્યના ઘણા વિસ્તારોમાં સદીઓથી અશુભ ગ્રહો અને માંગલિક દોષોની અસરોને દૂર કરવાના નામે આવા લગ્ન સદીઓથી કરવામાં આવે છે પરંતુ , આ લગ્ન કેટલીકવાર ખૂબ જ ખતરનાક સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે આવી જ એક પરંપરા જે યુપીના વારાણસી અને મિર્ઝાપુરના મંદિરોમાં જોઈ શકાય છે, આ મંદિરોમાં, લગ્ન પહેલા એક ધાર્મિક વિધિ કરવામાં આવે છે જેમાં ગાયના છાણાં પર માટીના વાસણમાં ગાયના દૂધને ઉકાળવામાં આવે છે જ્યારે દૂધ ખૂબ જ ગરમ થઈ જાય છે ત્યારે પુજારીઓ આ ઉકળતા દૂધ વડે નહાવાનું ચાલુ કરે છૅ પરંતુ પુજારીઓના શરીર પર બળવાના કોઈ નિશાન પડતા નથી આ ઘટના ને ચમત્કાર કહેવી કે અંધ વિશ્વાસ પણ આ પ્રશ્નનો જવાબ કોઈની પાસે નથી .

image source

મહારાષ્ટ્ર રાજ્યના સોલાપુરમાં બાબા ઉર્મિર દરગાહમા બાળકોને છત પરથી નીચે ફેંકી દેવામાં આવે છે અને નીચે ઉભા રહેલા લોકો તે બાળકો ને ચાદરમાં પકડે છે અને આ પરંપરા પાછળનું કારણ એ છે કે વર્ષોથી એવી માન્યતા ચાલી આવે છે કે આમ કરવાથી બાળકોનું આગળનું જીવન સુખી બને છે અને બાળકોને બાબાનો આશીર્વાદ મળે છે, દરરોજ હજારો લોકો તેમના બાળકોને અહીં લાવે છે આ પરંપરા નું દ્રશ્ય ખુબજ ડરાવનું લાગે છે આ સમારોહમાં બાળકોના જીવને જોખમમાં મૂકીને આ અનુષ્ઠાન પૂર્ણ કરવામાં આવે છે .

image source

આજ ના આ લેખ માં જણાવવામાં આવેલી બધી પરંપરાઓ આપણને વિચાર કરવા માટે મજબૂર કરી દે છે . કે શું ધર્મ અને આસ્થા ના નામે કરવામા આવતી આ બધી પરંપરાઓ યોગ્ય છે ? શું ઈશ્વર અલ્લાહ કે ભગવાન આ પરંપરા થઈ ખુશ છે ? તમે આ પરંપરા વિશે શું વિચારો છો ? તમારો અભિપ્રાય અમને નિચે કમેન્ટના માધ્યમથી જણાવો અને આ લેખ જો તમને પસંદ આવ્યો હોય તો આ લેખને તમારા મિત્રો સાથે શેયર કરો અને શક્ય તેટલા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો .