Site icon News Gujarat

ક્રૂર દિકરાએ માતાની કરી દીધી દફનવિધી, દિકરાની પત્નીએ બચાવ્યો સાસુનો જીવ

કોરોના વાયરસના કારણે ચીન છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં છે. તેવામાં અહીં એવી ઘટના બની છે જે ભલભલા લોકોને હચમચાવી દે તેવી છે. અહીં એક દિકરાએ પોતાની બિમાર માંથી છૂટકારો મેળવવા એવું કામ કર્યું જેની કલ્પના પણ કોઈ કરી શકે નહીં.

image source

ઉત્તરી ચીનમાં પોલીસે એક મહિલાને કબરમાંથી 3 દિવસ પછી જીવતી કાઢી હોવાની ઘટના બની છે. મહિલાના દિકરા પર આરોપ છે કે તેણે તેની માતાની હત્યા કરવાની કોશિશ કરી અને તેને મૃત માની દફનાવી દીધી. ત્રણ દિવસ પછી મહિલાને અચેત અવસ્થામાં કબરમાંથી કાઢવામાં આવી હતી. મહિલા માટીમાં થોડી થોડી દબાયેલી હતી. આરોપી શખ્સની પત્નીએ પોલીસને આ મામલે જાણકારી આપી હતી. તેણે પોલીસને જણાવ્યું કે તેનો પતિ પોતાની માતાને એક ઠેલામાં રાખી લઈ ગયો હતો. સાંજ સુધી તે પોતે ઘરે આવ્યો નહીં અને જ્યારે તે આવ્યો તો તેની સાથે તેની માતા ન હતી તો તેને શંકા ગઈ.

image source

આરોપી શખ્સની પત્નીએ આપેલી જાણકારી બાદ પોલીસે તુરંત આરોપીની ધરપકડ કરી અને તેની માતા અંગે પુછપરછ કરી. આ પુછપરછ બાદ હકીકત સામે આવી. આરોપીની ઓળખ 58 વર્ષીય પુરુષ તરીકે થઈ છે. જેણે તેની 79 વર્ષીય માં વાંગને જીવતી દફનાવી દીધી હતી.

પોલીસે તેના ઘરની આસપાસ રહેતા લોકોની પુછપરછ પણ કરી હતી. તેમણે જણાવ્યું કે તેણે આ વ્યક્તિને તેની માતાને ઠેલામાં લઈ જતો હતો ત્યારે જોયો હતો. તેની માતા ત્યારે કણસતી હતી. સાથે જ તે બચાવો બચાવોના અવાજ કરી રહી હતી. જો કે આ મામલે પોલીસ વિભાગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.

image source

સૂત્રોના જણાવ્યાનુસાર આરોપીએ પોતાનો ગુનો કબુલ કરી લીધો છે. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાની માંની સારસંભાળ કરીને થાકી ગયો હતો. તેની માતાને શરીરે લકવા હતો અને તે પથારીવશ હતી. તેની સંભાળ રાખીને કંટાળેલા દિકરાએ તેની માતાને જીવતી જ દફન કરી દીધી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version