Site icon News Gujarat

દીકરો છે કે રાક્ષસ, ‘પપ્પાએ સપનામાં આવીને કહ્યું હતું’ એવું કહીને વડોદરામાં કપાતર પુત્રએ માતાને મારી નાખી

માતા વિશે આપણા સાહિત્યાકારો અને કવિઓએ ઘણું લખ્યું છે, તેમજ માતાનો એક જ એવો પ્રેમ છે કે જે નિસ્વાર્થ છે અને દુનિયાના બાકીના બધા જ પ્રેમમાં કોઈને કોઈ સ્વાર્થ રહેલો હોય છે. પણ છતાંય અમુક દીકરાઓ કપાતર પાકે છે અને આ સમાજમાં કલંક થઈને જીવતા હોય છે. આ બધા શબ્દો કહેવા પાછળ એક કારણ છે કે હાલમાં વડોદરાનો એક અજીબ અને ધ્રુજારી ઉપાડે એવો કિસ્સો સામે આવ્યો છે. તો આવો જાણીએ કે સમગ્ર ઘટના શું છે. તો એવું થયું કે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા જય અંબેનગરમાં પુત્રએ માતાની ઘાતકી હત્યા કરીને લાશને સળગાવી નાખવાનો પ્રયાસ કરતાં હાલમાં આખા શહેરમાં અને રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે.

image source

આ પુત્ર એવો નીકળ્યોક કે માતાની હત્યા કર્યા બાદ પુત્ર બે હાથ જોડીને લાશ પાસે જ ઊભો રહ્યો હતો અને ઓમ નમઃ શિવાયના જાપ કર્યા હતા. જો કે હાલમાં પોલીસે આરોપી પુત્રની અટકાયત કરીને તલસ્પર્શી તપાસ શરૂ કરી છે. આ ગુનાની વધુ તપાસ ગોત્રી પોલીસ સ્ટેશનના PI એચ. વી. ચૌધરીએ હાથ ધરી છે. ત્યારે હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો ગોત્રી પોલીસે આરોપી પુત્રની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસ વિશે વાત કરતાં મૃતકની દીકરી સજ્જનબહેને જણાવ્યું હતુ કે, દરવાજો ખખડાવતા પહેલા તો બે વખત દિવ્યેશએ ખોલ્યો ન હતો. બાદમાં દરવાજો ખોલતા જ તેમને સવાલ કર્યો મમ્મી ક્યાં છે ? ત્યારે દિવ્યેશ બોલ્યો મેં મમ્મીને મારી નાખી અને પછી સળગાવી દીધી છે.

image source

સજ્જન ભારે હૃદય સાથે આગળ વાત કરે છે કે મેં મારા ભાઇને પુછ્યું તે કેમ મમ્મીને મારી નાખી? ત્યારે આ સવાલનો વળતો જવાબ આપતા દિવ્યેશે કહ્યું હતું કે, ‘સપનામાં પપ્પા આવ્યા હતાં અને કહ્યું કે તારી મમ્મીને ઉપર મોકલ, બસ આ જોઈને મેં મમ્મીને મારી નાખી છે. તો વળી જ્યારે પોલીસે આ મામલે હત્યારા દિવ્યેશની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે ગોત્રી પોલીસ સ્ટેશનના પી.આઇ એસ.વી ચૌધરીને કહ્યું હતું કે, ‘મારામાં શંકર ભગવાન આવી ગયા છે, એટલે મારાથી તેને ઘરમાં ના રખાય, એટલે મેં મારી નાખી. હવે એક વખત દિવ્યેશ આવું બોલે છે કે સપનું આવ્યું અને બીજી વખત શંકર ભગવાનની વાત કરી રહ્યો છે.

image source

આખા ઘટના વાગોળીએ તો વડોદરામાં ગોત્રી વિસ્તારના અંબિકાનગરની પાછળ આવેલા જય અંબેનગરમાં માતા-પુત્ર એકલાં રહેતાં હતાં. પુત્રની ઉંમર 27 વર્ષની હતી અને દિવ્યેશ સરદારસિંહ બારિયા છૂટક ડ્રાઇવિંગ કરતો હતો અને 50 વર્ષીય માતા ભીખીબેન બારિયાના કામ વિશે વાત કરીએ તો તે ઘરકામ કરતી હતી. સોમવારે રાત્રે માતા અને પુત્ર વચ્ચે કોઇક કારણોસર માથાકૂટ થઈ હોવાની વાત આવી હતી અને જેના લીધે પુત્ર ગુસ્સે થયો પછી માતાના છાતીથી પેટ સુધી કાચના ટુકડાથી હુમલો કરી દીધો હતો, જેમાં માતાનું કમકમાટીભર્યું મોત નીપજ્યુ હતું, ત્યાર બાદ ઘટના પાછળ ઢાંકપિછોડો કરવા પુત્રએ ઘરના પાછળના ભાગે આવેલા ખુલ્લા મેદાનમાં માતાની લાશને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.

image source

આ સાથે જ જો વધારાની વાત કરવામાં આવે તો માતાને મારી નાંખ્યા બાદ લાશ પાસે જ ઊભો રહી ગયો હતો અને ઓમ નમઃ શિવાયના જાપ કર્યા હતા. યુવક વિશે વાત કરીએ તો યુવાન નશો કરવાની ટેવ ધરાવે છે માતાની હત્યા કરનાર પુત્ર દિવ્યેશ જે રીતે થોડી વાર ભગવાન શિવ અને થોડીવાર પપ્પાના સપનાની વાત કરે છે આ બધા જવાબો સાંભળી તેની માનિસક સ્થિતિ અસ્વસ્થ હોવાનુ જણાઇ આવે છે. જો કે આસપાસમાં રહેતા લોકોના જણાવ્યાં અનુસાર હત્યારો દિવ્યેશ નશો કરવાની ટેવ ધરાવે છે. તે કાયમ નશામાં જ રહેતો હોવાનું પણ પાડોશીઓ કહી રહ્યા હતા.

image source

જેવી જ લોકોને જાણ થઈ કે મહિલાની હત્યા થઈ કે સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને ગોત્રી પોલીસને પણ જાણ કરી દીધી હતી. લોકોએ માતાની હત્યા કરનાર પુત્રની ઝાટકણી કાઢી હતી. ઘટનાની જાણ થતાં જ મૃતક મહિલાની દીકરી સજ્જનબેન અને જમાઈ દોડી આવ્યાં હતાં. ગોત્રી પોલીસ મથકના કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે પુત્રએ નશામાં આવીને આ બધું કર્યું કે પછી કોઈ બીજું કારણ આ બધા પાછળ ખુલી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version