Site icon News Gujarat

વહુ માટે લાવી રાખેલ લાખોના ઘરેણાં ફેંકી દીધા કચરામાં અને પછી…

દિવાળીના તહેવાર આવતો હોવાથી દરેક ઘરની મહિલાઓ પોતાના ઘરની સાફ- સફાઈ કરવામાં વ્યસ્ત થઈ જાય છે. એક મહિલાને દિવાળીના તહેવારની સાફ- સફાઈ ખુબ જ ભારે પડી શકે એમ હતી, પરંતુ કહેવાય છેને કે, અંત સારો તો બધું સારું. પિંપરી ચિંચવાડમાં રહેતી એક ૪૫ વર્ષીય સ્ત્રીએ દિવાળીના તહેવાર પહેલા ઘરની સફાઈ કરતા સમયે કેટલીક જૂની વસ્તુઓની સાથે પોતાનું પર્સ પર કચરો લેવા આવતી વાનમાં ફેકી દીધું હતું. આ કચરાની પીકઅપ વાનમાં ભરેલો બધો જ કચરો એક વિશાળ ડમ્પમાં ઠાલવી દે છે, ડમ્પ યાર્ડમાં ટન કચરાને એકઠો કરવામાં આવે છે. દિવાળીનો તહેવાર આવતો હોવાના લીધે ત્યારે મહિલાઓ ઘરની સાફ- સફાઈ કરતી હોવાથી સૌથી વધારે કચરો ઘરો માંથી જ આવી રહ્યો હોય છે.

image source

આ મહિલાનો દીકરો એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને તેના જલ્દી જ લગ્ન થવાના છે. જયારે આ મહિલા પોતાના ઘર માંથી એક પર્સને લઈને કચરામાં નાખી દીધા પછી તેમને યાદ આવે છે કે, જે પર્સ તેમણે કચરામાં જવા દીધું તેમાં અંદાજીત ત્રણ લાખ રૂપિયાના દાગીના મૂકી રાખ્યા હતા. આ મહિલાએ થોડાક સમય પહેલા આ દાગીનાને પોતાના પર્સમાં મુક્યા હતા. એવું માનીને કે, જયારે તેમના દીકરાની વહુ આવશે ત્યારે તેમને આપી દેશે. એટલા માટે આ પર્સનો વધારે ઉપયોગ કરવામાં આવતો હતો નહી.

પર્સ માંથી દાગીના ખોવાઈ ગયા પછી મહિલાના હોશ ઉડી જાય છે.

image source

જયારે આ ગૃહિણીને દાગીનાનું પર્સ યાદ આવે છે ત્યારે તેમના હોશ ઉડી જાય છે ત્યારે જ આ મહિલા પોતાના દીકરાને આ પૂરી વાત જણાવી દે છે. ત્યાર પછી આ મહિલાનો દીકરો મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓને માહિતી આપે છે. ત્યાર પછી આ મહિલા જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાં ગાડી આવવાનો સમય અને આ ગાડીમાં ફરજ પર રહેલ કર્મચારીઓના નંબરની તપાસ કરવામાં આવી હતી.

સફાઈ કર્મચારીએ આપી પર્સ વિષે જાણકારી.

image source

આ મહિલાને ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલ સફાઈ કર્મચારીના નંબર પર ફોન કરીને પોતાના પર્સ વિષે જણાવે છે. સફાઈ કર્મચારી હેમંત લાખાએ આ મહિલાને ડેપો આવી જવા માટે કહે છે. હેમંત લાખાએ એવું પણ પૂછ્યું હતું કે, તેઓ ક્યાં વિસ્તારમાં રહે છે અને ત્યાં કચરાની ગાડી કેટલા વાગે છે. આ મહિલા જયારે ડેપો પાસે પહોચે છે ત્યારે ડમ્પ યાર્ડમાં કચરાનો પર્વત જોવે છે અને પોતાના દાગીનાનું પર્સ મળવાની આશા ખતમ થતી જાય છે. આ કચરાના પર્વત માંથી દાગીનાનું પર્સ શોધવુંએ ઘાસના ઢગલામાં સોય શોધવા જેવું કામ હતું. ડમ્પિંગ યાર્ડમાં આખા શહેરનો કચરો ઠાલવવામાં આવે છે. પર્સ સફાઈ કર્મચારી હેમંતના અભિપ્રાયથી મળ્યું હતું.

image source

સફાઈ કર્મચારી હેમંતએ અંદાજ લગાવીને ડમ્પિંગ યાર્ડમાં કઈ જગ્યાએ ક્યાં વિસ્તારનો કચરો હોઈ શકે છે. હેમંતના અંદાજ મુજબ હેમંતએ કચરાને ફિલ્ટર કરવાનું શરુ કરી દે છે. સફાઈ કર્મચારી હેમંતએ આ મહિલાના વિસ્તારને ધ્યાન રાખતા પર્સ શોધવાનું શરુ કરી દે છે અને જયારે હેમંતએ અંદાજીત ૧૮ ટન જેટલો હતો. અંતે 33 વર્ષીય હેમંતની સખ્ત મહેનત કર્યા પછી પર્સ મળી જાય છે અને હેમંત આ પર્સ મહિલાને આપી દે છે. સફાઈ કર્મચારી હેમંત સાથે આવી જ ઘટના વર્ષ ૨૦૧૩માં બની હતી વર્ષ ૨૦૧૩માં એક યુવતીએ ભૂલથી પોતાનું નવ તોલાનું મંગળસૂત્ર કચરામાં નાખી દે છે. ત્યારે પણ હેમંતએ આ યુવતીને મંગળસૂત્ર પાછું આપી દે છે.

image source

આ મહિલાને પર્સ મળી ગયા પછી સફાઈ કર્મચારી હેમંતને ઇનામ આપવાની ઈચ્છા રાખતી હતી, પણ હેમંતએ ઇનામ લેવાની ના પાડી દે છે. દર મહીને ૧૮ હજાર રૂપિયાનો પગાર પ્રાપ્ત કરનાર હેમંત જણાવે છે કે, તેને આ કામ માટે કોર્પોરેશન પગાર ચુકવે છે અને તેણે ફક્ત પોતાની ફરજ નિભાવી છે. હેમંત સફાઈ કર્મચારી હોવા છતાં પણ હેમંત પોતાના નવરાશના સમયમાં ભજન સમૂહ સાથે જોડાયેલ છે એટલા માટે હેમંત ભજન ગાવામાં પોતાનો સમય પસાર કરે છે. હેમંત લાખા હિન્દી, મરાઠી, સિંધી, ગુજરાતી અને કોંકણી એમ પાંચ ભાષાઓમાં ભજન ગાઈ શકે છે. શહેરની સાથે સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ હેમંત લાખાની પ્રમાણિકતા અને પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠાની ઘણી ચર્ચા થવા લાગી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version