દીકરીના લગ્નમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા અમિતાભ બચ્ચન, જુઓ શ્વેતા નંદાના લગ્નની ખાસ તસવીરો

લોકડાઉન થયું ત્યારથી તમે એક વાત ધ્યાનમાં લીધી જ હશે કે બોલિવૂડ સ્ટાર્સ સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની થ્રોબેક તસવીરો શેર કરતા જોવા મળ્યા છે.

image source

તેવામાં આજે અહીં પણ તમને આવી જ તસવીરો જોવા મળશે જે તમે આજ સુધી જોઈ નહીં હોય. આ તસવીરો છે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચની વહાલી દીકરી શ્વેતા બચ્ચન નંદાના લગ્નની. થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર આ તસવીરો છવાઈ ગઈ હતી. આ તસવીરોમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન લગ્નની વિધિઓ કરતા જોવા મળે છે.

image source

પિતા બોલિવૂડના સુપરસ્ટાર હોવા છતાં શ્વેતાને પહેલાથી જ બોલિવૂડમાં રસ ન હતો. કદાત તે સમયની પહેલી સ્ટારકિડ હતી જેને ફિલ્મોમાં આવવામાં રસ ન હતો. તેમ છતાં શ્વેતા બચ્ચન નંદા ચર્ચામાં સતત રહી છે. સોશિયલ મીડિયા પર પણ તે એક્ટિવ રહે છે. શ્વેતાએ વર્ષ 1997માં બિઝનેસમેન નિખિલ નંદા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે સંતાનો છે એક દીકરી નવ્યા નવેલી નંદા અને દીકરો અગસ્ત્ય નંદા.

image source

શ્વેતા બચ્ચનની આ તસવીર ફેશન ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલાએ શેર કરી હતી. અબુ જાની અને સંદીપ જયા બચ્ચનને બહેન માને છે અને આ સંબંધે તે શ્વેતાના મામા છે. આ વાતનો ઉલ્લેખ અબુ જાનીએ પોસ્ટ શેર કરી કર્યો હતો. પહેલી તસવીરમાં શ્વેતા મહેંદીની વિધિ દરમિયાન જોવા મળે છે જ્યારે બીજી તસવીર સંગીત દરમિયાનની છે.

image source

અબુ જાનીએ એમ પણ જણાવ્યું તે શ્વેતા અને નિખિલના કપડા સિવાય આખા લગ્નનું પ્લાનિંગ તેમણે કર્યું હતું. સંગીતમાં શ્વેતાએ સફેદ રંગના કપડા પહેર્યા હતા જ્યારે લગ્નમાં લાલ રંગના કપડામાં તે સુંદર દેખાતી હતી. વધુ એક શેર કરેલી તસવીરમાં શ્વેતા બચ્ચન નંદા દુલ્હન બનેલી લગ્નના કપડામાં સજ્જ જોવા મળે છે જ્યારે સાથે પતિ નિખિલ નંદા અને પિતા અમિતાભ બચ્ચન જોવા મળે છે.

આ તસવીરમાં શ્વેતા જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન સાથે જોવા મળે છે. આ તસવીર વિદાઈ સમયની છે. શ્વેતાએ આ સમયે માતા જયા બચ્ચન જેવી જ સાડી પહેરી હતી. શ્વેતાની વિદાઈમાં અમિતાભ બચ્ચન ખૂબ ભાવુક થઈ ગયા હતા. એટલું જ નહીં તેઓ કહે છે કે આજે પણ તે દિવસ યાદ આવે છે તો આંખમાં આંસૂ આવી જાય છે. અમિતાભ બચ્ચને આ ફોટો ટ્વીટર પર શેર પણ કર્યો હતો અને લખ્યું હતું કે, કોઈપણ પિતા માટે સૌથી મુશ્કેલ સમય હોય છે દીકરીની વિદાઈ.. વિદાઈ દરમિયાન શ્વેતા…

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત