તમારા માન્યામાં નહીં આવે પણ આ પરિવારે દીકરીના જન્મ દિવસને આખા ગામ સાથે ખાસ વસ્તુની વહેંચણી કરીને ઉજવ્યો

ગુજરાત તેની અનેક ખાસિયતો માટે જાણીતું છે આ સાથે જ અહીં એક પરિવારે પોતાની દીકરીના જન્મ દિવસની ખુશીને આખા ગામ સાથે શેર કરી છે. કદાચ તમને વિશ્વાસ નહીં આવે પણ આ પરિવારે દીકરીના જન્મ દિવસે આખા ગામમાં ખજૂર વહેંચ્યા હતા. દીકરીના જન્મને લઈને સમાજને નવો રાહ ચિંધતો આ માર્ગ પરિવારે ખાસ રીતની ઉજવણી સાથે લોકોની નજર સમક્ષ લાવ્યો છે.

image source

આ વાત છે ગુજરાતના પોરબંદર તાલુકાના નટવરનગરની. અહીં મૂળ નટવરનગરના વતની અને હાલમાં લંડનમાં રહેતા પોપટભાઈ ગોઢાણિયા પરિવાર સાથે હોળી પર વતનમાં એટલે કે ગામમાં આવ્યા હતા. મોટાભાગે જ્યારે પરિવારમાં દીકરાનો જન્મ હોય તો ખુશી મનાવવામાં આવે છે. પણ પોપટભાઈના પરિવારે દીકરીના જન્મની ખુશી ગામ સાથે મનાવી. અહીં દીકરીના જન્મની ખુશીમાં તેઓએ આખા ગામમાં ટ્રેક્ટર ભરીને ખજૂરની વહેંચણી કરી.

લંડનમાં રહેતા આ દંપતિને પરિવારમાં એક જ સંતાન દીકરી આરુષી છે. તેની ઉંમર 1 વર્ષ અને 3 મહિનાની છે. જ્યારે પોપટભાઈ વતનમાં આવ્યા ત્યારે દીકરીના જન્મની ઉજવણીના ભાગ રૂપે તેઓએ ઢોલ નગારા વગાડાવ્યા અને સાથે ગામ આખામાં ખજૂરની લહાણી કરી. પોરબંદરના આ ગોઢાણિયા પરિવારે ગામના ચોકમાં ખજૂરનું ટેન્કર ઊભું રાખ્યું તો લોકોને પણ આશ્ચર્ય થયું.

ગામના લોકોએ અહીં આવીને ખુશીથી ખજૂરની લહાણી લીધી અને સાથે પરિવારે લોકોએ પરંપરાગત પોશાક અને સોનાના દાગીના પહેર્યા હતા. આખો દિવસ ખૂબ જ અલગ જ રીતે ગામમાં ઉજવાયો હતો.

આરુષીના માતા ભારતીબેને વાતચીતમાં જણાવ્યું હતું કે સમાજમાં દીકરાઓને વધારે મહત્વ આપવામાં આવે છે પણ દીકરીઓને નહીં.પરંતુ અમે આ વાતને માનતા નથી. અમારે ત્યાં દીકરા કે દીકરીઓમાં કોઈ ફરક કરાતો નથી. દીકરી માતા પિતાનું ગૌરવ હોય છે. તે પણ દીકરા બરોબર હોય છે.

image source

આ વાતને લોકોમા સાબિત કરવા માટે અમે આ રીતે ખજૂરની વહેંચણી પરંપરાગત પોષાકમાં ગામમાં દીકરીના જન્મ પ્રસંગે કરી રહ્યા છીએ. તેના જન્મના દિવસે અમે પેંડા વહેંચ્યા હતા. જે ખાસ કરીને દીકરાના જન્મ પ્રસંગે વહેંચાય છે. અમે એ દિવસે પણ દીકરીને દીકરા જેટલું જ મહત્વ આપ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!