પિતાએ દીકરીઓના લગ્ન માટે થોડા થોડા કરીને કરાવી હતી FD, હેકર્સ દ્વારા ઉડાવી લેવામાં આવી મોટી રકમ.

વર્તમાન સમયના ડીજીટલ યુગમાં ઓનલાઈન ફ્રોડ થવાની ઘટના ખુબ જ વધી રહી છે ત્યારે આજે અમે આપને એક એવા ડીજીટલ ઓનલાઈન ફ્રોડ વિષે જણાવીશું જેના વિષે જાણીને આપ આશ્ચર્યચકિત થઈ જશો.

image soucre

કરનાલમાં ફ્રોડનો એક એવો કેસ સામે આવ્યો છે જે આપને આશ્ચર્ય પમાડી શકે છે. ઘરની બે દીકરીઓએ પોતાના લગ્ન માટે પૈસા ભેગા કરી રહી હતી, પિતા પણ પાઈ પાઈ કરીને પોતાની દીકરીઓ માટે સપના જોઈ રહ્યા હતા. સખ્ત મહેનત કરવાની સાથે પગાર માંથી કેટલાક પૈસા ઘર ખર્ચ માટે કાઢી લેતા હતા તો કેટલાક પૈસા બેંકમાં કરાવેલ FDમાં જમા કરાવી રહ્યા હતા જેથી કરીને ભવિષ્યમાં ઉપયોગ કરી શકાય. પરંતુ ફ્રોડ કરનાર લોકો ખુબ જ શાતિર છે, એટલા બધા શાતિર થઈ ગયા છે કે, FDને હેક કરીને પૈસા ઉપાડી લેવામાં આવ્યા. FD ને હેક કરવાનું ખુબ જ મુશ્કેલ કામ હોય છે. પરંતુ શાતિર ગુનેગારોએ સેવિંગ એકાઉન્ટ, જોઈન્ટ એકાઉન્ટ અને FDને હેક કરી લીધા અને લગ્ન કરાવવા માટે ભેગા કરવામાં આવેલ ૫ લાખ કરતા વધારે રૂપિયા પર પોતાનો હાથ સાફ કરી દીધો.

image soucre

આ બંને દીકરીઓના પિતા રડી રહ્યા છે કેમ કે, એક તો તેઓ અપંગ છે અને ઉપરથી એમની બે દીકરીઓના લગ્ન કરાવવાના છે, સખ્ત મહેનત કરીને લગ્ન કરાવવા માટે પૈસા ભેગા કર્યા હતા, પરંતુ હવે બધું જ ખતમ થઈ ગયું, બેંક એકાઉન્ટ અને FD ને એવી રીતે હેક કરવામાં આવ્યા છે કે, બધું જ શૂન્ય થઈ ગયું છે. જેના પરિણામે હવે આ પરિવારના સભ્યો બેંકના ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ પરિવારના સભ્યોની લાપરવાહી અને ગુનેગારોના શાતિર દિમાગએ તેમના સપનાઓ પર પાણી ફેરવી દીધું છે.

image soucre

હવે આ પરિવારના સભ્યો દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી દેવામાં આવી છે પરંતુ આવી પરિસ્થિતિમાં ગુનેગારો સુધી પહોચવું પોલીસ માટે પણ ઘણો મોટા પડકાર જેવું સાબિત થઈ શકે છે ત્યારે હવે જોવાનું રહેશે કે, શું પોલીસ આ ગુનેગારો સુધી પહોચી શકે છે કે પછી નથી પહોચી શકતી. ત્યાં જ સામાન્ય જનતાને પણ પોતાની બેંકમાં મુકવામાં આવેલ પૈસા અને FD પર ધ્યાન રાખવું જોઈએ કે, આવા શાતિર ગુનેગારોથી પોતાની બચાવવામાં આવે અને પોતાના બેંક એકાઉન્ટ અને બેંકમાં કરાવવામાં આવેલ FD નું પણ ધ્યાન રાખવું જરૂરી છે.