Site icon News Gujarat

કેમ માતા-પિતા રાખે છે દીકરીની વધુ પડતી સાર-સંભાળ? છુપાયેલું છે આ કારણ

દરેક માતા-પિતા માટે બાળકનો જન્મ ખૂબ જ મહત્વનો હોય છે. માનવામાં આવે છે કે પહેલા બાળકનો જન્મ માતાપિતાને જવાબદાર બનાવે છે. સાથે જ પહેલા બાળકનો જન્મ તેની સાથે માતા-પિતા માટે નવી જવાબદારી અને પડકારો લાવે છે. આ જવાબદારીઓ અને પડકારો દરેક માતાપિતા માટે જીવન બદલવાની સુંદર લાગણી છે.

image soucre

દરેક માતાપિતાને તેના પોતાના બાળકો વ્હાલા જ હોય છે પછી તે પુત્ર હોય કે પુત્રી. તે ફક્ત તેમના સ્વસ્થ સ્વાસ્થ્યની મનોકામના રાખે છે. જો કે, અમુક એવી વસ્તુઓ હોય છે કે, જે ફક્ત પુત્રીના માતાપિતા જ અનુભવી શકે છે. ચાલો તે આ વિશેષ વસ્તુઓ વિશે વધુ જાણીએ.

કપડાંની ખરીદી :

image source

છોકરીઓ પાસે છોકરાઓની તુલનામાં ઘણી રંગ અને ડિઝાઇન પસંદગીઓ હોય છે કે, જે શરૂઆતના દિવસોમાં દરેક માતા – પિતાને અસ્વસ્થ રાખે છે. છોકરીઓના કપડાની વાત કરવામાં આવે તો તેમની પાસે ફ્રોક, ફ્રિલી શોર્ટ્સ, મિનીઝ, જીન્સ વગેરે જેવા ઘણા વિકલ્પ હોય છે. માતા – પિતા ઘણીવાર તેમના કપડાને લઈને ચિંતિત રહેતા હોય છે અને એટલા માટે જ તે દીકરી સાથે વધુ ગાઢ સંબંધ બનાવે છે કે, તે તેની પસંદ અને નાપસંદને સારી રીતે જાણી શકે અને તે કોઈ આડા રસ્તે ના જાય તેનું પણ ધ્યાન રહે.

હેર એસેસરીઝ :

image soucre

દરેક માતા-પિતા પોતાના બાળકો માટે દુનિયામાં દરેક કામ શ્રેષ્ઠ કરવા માંગે છે. છોકરીઓ પાસે કપડાં ઉપરાંત હેર એસેસરીઝમાં ઘણા બધા વિકલ્પો હોય છે. બેબી ગર્લ્સ માટે નવા માતા – પિતામાં મેચિંગ ક્લિપ્સ, પિન, હેર બેન્ડ્સ, રિબન વગેરે ખૂબ જ લોકપ્રિય છે. આજકાલ પેરેન્ટ્સ ફંક્શન કે પાર્ટીમાં બાળકો પણ જાતે જ મેચિંગ ડ્રેસ પહેરવાનું ખુબ જ વધારે પડતુ પસંદ કરતા હોય છે.

તમારા બાળપણનો અહેસાસ કરાવે :

image soucre

એવું કહેવાય છે કે, દીકરી ના જન્મ સમયે દરેક માતા પોતાનું બાળપણ જુએ છે અને શોધે છે. તે તેની પુત્રીને તે બધું આપવાનો પ્રયાસ કરે છે જે તમે તેના બાળપણમાં મેળવી શક્યા નથી અને તેની સાથે – સાથે તેણી એ જાણીને તેમને ઉછેરે છે કે, એક દિવસ તે તેમનાથી દૂર ચાલી જશે. દરેક માતાપિતાનું સ્વપ્ન હોય છે કે તેમના બાળકને પોતાની સામે મોટું થાય.

Exit mobile version