સરકારની આ સ્કીમમાં 35 રૂપિયા જમા કરો અને દીકરી માટે બચાવો 5 વાખ રૂપિયા, જાણો પ્રોસેસ

કેન્દ્ર સરકાર સામાન્ય માણસ માટે અનેક અલગ અલગ અને ખઆસ સ્કીમ બહાર પાડતી રહે છે જેમાં લોકોને લાંબા ગાળે મોટો ફાયદો થઈ શકે છે. આ સાથે જ નાના રોકાણથી તેમને મોટી રકમ મેળવવામાં સરળતા રહે છે અને સાથે જ તેમની કેટલીક મોટી જવાબદારીઓ પણ જલ્દી જ ઉકેલાઈ જાય છે.

image source

કેન્દ્ર સરકારે દેશની દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજનાના નામે એક ખાસ સ્કીમ બહાર પાડી છે. આ યોજનામાં 1 ઓક્ટોબર 2020થી 7.60 ટકા વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ મળી રહ્યું છે તો તેઓ બેંકો અને પોસ્ટ ઓફિસની વ્યાજના દર અલગ અલગ છે. આ યોજના સરકારે દેશની દીકરીઓ માટે બહાર પાડી છે. જ્યારે રોકાણ પૂરું થશે ત્યારે તે ફંડ એ દીકરીને મળશે જેના નામે ખાતું ખોલાવવામાં આવ્યું છે.

કેટલા રૂપિયા જમા કરાવવાના રહેશે

image source

આ યોજનામાં તમારે વાર્ષિક મિનિમમ 250 રૂપિયા જમા કરાવવાના રહે છે. પહેલા વર્ષે 1000 રૂપિયાના રોકાણની જરૂર રહેતી હતી. હવે આ નિયમના આધારે તમારે વધારેમાં વધારે 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું રહે છે. તમે આ યોજનામાં ખાતું ખોલાવી શકો છો. જ્યારે દીકરીને 14 વર્ષ પૂરા થશે ત્યાં સુધી તમારે રોકાણ કરવાનું રહે છે. ધ્યાન રાખો કે ખાતું દીકરીના 21 વર્ષ પૂરા થતાં જ મેચ્યોર થશે.

image source

જ્યારે ખાતાને 14 વર્ષ પૂરા થશે ત્યારે અને 21 વર્ષ બાદ ખાતામાં નક્કી કરાયેલા વ્યાજના આધારે રૂપિયા જોડાતા રહેશે. 21 વર્ષ પૂરા થયા બાદ મેચ્યોર થતાં તમને 9,36, 429 લાખ રૂપિયા મળશે. એટલે કે તમને લગભગ 10 લાખ રૂપિયાનું ફંડ મળશે. આ સિવાય રોજના 35 રૂપિયા એટલે કે તમે મહિને લગભગ 1 હજાર રૂપિયા જમા કરો છો તો વાર્ષિક 12000 રૂપિયાની રકમ બની જશે . જાણો કે મેચ્યોરિટી પર 5 લાખથી વધારે રપિયા મળી શકે છે. માસિક હપ્તાના રૂપે પણ 14 વર્ષ સુધી રોકાણ બાદ 21 વર્ષે તમને મેચ્યોરિટીમાં આ રીતે રૂપિયા મળે છે.

માસિક હપ્તો 14 વર્ષે રોકાણ મેચ્યોરિટી સમયે મળતી રકમ

image source

1,000 – 1,68,000 – 5,42,122

2,000 – 3,36,000 – 10,84,243

3,000 – 5,04,000 – 16,26,365

4,000 – 6,72,000 – 21,68,486

5,000 – 8,40,000 – 27,10,608

6,000 – 10,08,000 – 32,52,730

7,000 – 11,76,000 – 37,94,851

8,000 – 13,44,000 – 43,36,973

9,000 – 15,12,000 – 48,79,095

10,000 – 16,80,000 – 54,21,216

12,500 – 21,00,000 – 67,76,520

દીકરીના 18 વર્ષ પૂરા થતાં કાઢી શકાય છે રૂપિયા

image source

જ્યારે દીકરીની ઉંમર 18 વર્ષની થઈ જાય છે ત્યારે તેના અભ્યાસ કે લગ્ન માટે રૂપિયાની જરૂર હોય તો તમે આ રૂપિયામાંથી જમા રાશિની 50 ટકા રકમ કાઢી શકો છો.

અહીં પણ ખોલી શકાય છે એકાન્ટ

image source

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવાનું ખૂબ જ સરળ છે. તમે તમારી નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ખોલાવી શકો છો. આ ખાતું કોઈ પ્રાઈવેટ કે પબ્લિક સેક્ટર બેંકમાં પણ ખોલાવી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત