બબિતા સાથે વાત કરતા જોઇને દિલિપ જોષીએ, શું છે આગળની પૂરી વાત જાણો તમે પણ

સોની સબ ટીવી પર પ્રસારિત કરવામાં આવતો દેશનો સૌથી લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વિષે કેટલીક એવી બાબતો જણાવીશું જેને જાણીને આપને ખરેખરમાં નવાઈ લાગી શકે છે.

image source

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એક એવો શો છે જે છેલ્લા બાર વર્ષથી દર્શકોને ભરપુર મનોરંજન કરી રહી છે. ત્યારે ‘તારક મહેતા…’ શોમાં આપે જેઠાલાલ ગડાનું પાત્ર ભજવતા અભિનેતા દિલીપ જોષીને જોઈએ છીએ. જેઠાલાલનું નામ આવે અને બંગાળની બ્યુટી એવી બબીતાનું નામ ના આવે એવું તો શક્ય જ નથી. ‘તારક મહેતા….’ શોમાં બબીતા એટલે કે મુનમુન દત્તાના પતિ ક્રિશ્નન ઐય્યરનું પાત્ર ભજવી રહેલ તનુજ મહાશબ્દે છે જેમના આજે અમે આપને કેટલીક મહત્વની વાતો જણાવીશું.

આપણે મોટાભાગે ‘તારક મહેતા…’ શોમાં જોઈએ છીએ કે જેઠાલાલ ગડા અને બબીતાના પતિ વચ્ચે રોજબરોજ કોઈને કોઈ વાતે ઝઘડો કે પછી હસી- મજાક ચાલતા જ રહે છે. ઉપરાંત બંને એકબીજાને નીચું બતાવવાની એક પણ તક જતી કરતા નથી. જેઠાલાલ ગડા અને ક્રિશ્નન ઐય્યર વચ્ચેનો સંબધ મોટાભાગે એકબીજાના દોષ ગણાવતા જ જોવા મળે છે.

image source

શું આપ જાણો છો કે, ‘તારક મહેતા…’ શોમાં વૈજ્ઞાનિક ક્રિશ્નન ઐય્યરનું પાત્ર નિભાવી રહેલ તનુજ મહાશબ્દે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોની રાઈટર ટીમમાં જોડાયા હતા? જી હા, આ સાચું છે તનુજ મહાશબ્દે ‘તારક મહેતા…’ શોમાં ઐય્યરનું પાત્ર નિભાવતા પહેલા શોની રાઈટર ટીમમાં જોડાયા હતા. ઉપરાંત તનુજ મહાશબ્દે મૂળ દક્ષિણ ભારતના નિવાસી નથી પણ તનુજ મહાશબ્દે મહારાષ્ટ્રીયન છે.

એકવાર શોના કોઈ કામથી તનુજ મહાશબ્દે સેટ પર મુનમુન દત્તા સાથે વાત કરી રહ્યા હોય છે ત્યારે જેઠાલાલ એટલે કે દિલીપ જોષી બંનેને એકસાથે જોઈ જાય છે અને દિલીપ જોષી ‘તારક મહેતા…’ શોના મેકર્સને સૂચન કરે છે કે. શોમાં બબીતાના પતિના રોલ માટે તનુજ મહાશબ્દેને લેવામાં આવે. ત્યારપછી ‘તારક મહેતા…’ શોના મેકર્સ દિલીપ જોષીની વાત માન્ય રાખે છે અને તનુજ મહાશબ્દેને બબિતાના પતિ તરીકેના રોલ માટે પસંદ કરી લેવામાં આવે છે.

image source

‘તારક મહેતા… શો ટેલીકાસ્ટ થઈ ગયા પછી વૈજ્ઞાનિક ક્રિશ્નન ઐય્યરને એટલી બધી પ્રસિદ્ધિ મળી કે હવે કોઇપણ આ પાત્રને રિપ્લેસ કરી શકે તેવી કોઈ શક્યતા નથી. શોમાં જેઠાલાલ અને ઐય્યર વચ્ચેના નાના- મોટા ઝઘડા શોને મજેદાર બનાવે છે. હવે ઐય્યરના પાત્રની પણ મહત્વતા વધી ગઈ છે. દિલીપ જોષીના સૂચનના લીધે તનુજ મહાશબ્દે એક લેખક માંથી અભિનેતા બની ગયા. આજે આખો દેશ તનુજ મહાશબ્દેને ક્રિશ્નન ઐય્યરના નામથી ઓળખવા લાગી છે.

image source

આપને જણાવીએ કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો જલ્દી જ ૩ હજાર એપિસોડ પૂર્ણ કરી લેશે. છેલ્લા બે મહિનાથી દેશમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારીના કારને દેશવ્યાપી લોકડાઉન ચાલી રહ્યું છે એટલે ‘તારક મહેતા…’ શોનું શુટિંગ સંપૂર્ણપણે રદ્દ કરી દેવામાં આવ્યું છે. ગોકુલધામ અને ગોકુલધામ વાસીઓ બંને એકબીજા વિના સુના થઈ ગયા છે. લોકડાઉન પૂર્ણ થશે તો જલ્દી જ શોનું શુટિંગ શરુ કરી દેવામાં આવી શકે છે પણ જો લોકડાઉન હજી લંબાવવામાં આવશે તો હજી પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના દર્શકોએ હજી વધારે રાહ જોવી પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત