દિલીપ કુમારના ફેને આપી હતી એસિડ ફેંકવાની ધમકી પત્ર લખીને કહી હતી આ વાત

દિલીપ કુમારે પોતાના અભિનયના દમ પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અમીટ છાપ છોડી હતી. તેઓ તેમના યુગના સૌથી લોકપ્રિય અભિનેતા હતા અને તેમને ‘ટ્રેજેડી કિંગ’ કહેવામાં આવતા હતા. તેણે એવી ભૂમિકાઓ ભજવી જે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં યાદગાર બની ગઈ. ફિલ્મોમાં તેમના યોગદાન માટે, તેમને સિનેમાના સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકેથી નવાજવામાં આવ્યા હતા. આ સિવાય સર્વોચ્ચ નાગરિક સન્માન, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ પણ એનાયત કરવામાં આવ્યા હતા. દિલીપ કુમારની માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ મોટી ફેન ફોલોઈંગ હતી અને તેમને ત્યાંનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘નિશાન-એ-ઈમ્તિયાઝ’ આપવામાં આવ્યું હતું. આ વર્ષે 7 જુલાઈએ 98 વર્ષની ઉંમરે દિલીપ કુમારે આ દુનિયાને અલવિદા કહી દીધું. તેમણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

image soucre

એમના અભિનયના કારણે લાખો ચાહકોએ દિલીપ કુમાર પર પ્રેમ અને સ્નેહ વરસાવ્યો હતો, ત્યારે એક ફેન એવો હતો જે તેમના પર એસિડ ફેંકવા માંગતો હતો. આગળ વાંચો શું છે આ સંપૂર્ણ વાર્તા..

image source

અભિનેતા દિલીપ કુમાર પર એસિડ ફેંકવાની ઈચ્છા ધરાવનાર પણ તેનો ફેન હતો. આ વાત આ ફેને પત્ર લખીને જણાવી હતી. દિલીપ કુમારના આ ફેને એક પત્ર દ્વારા જણાવ્યું હતું કે તે શા માટે તેના પર એસિડ ફેંકવા માંગે છે. કહેવાય છે કે આ વ્યક્તિ દિલ્હીનો રહેવાસી હતો અને તેનો પત્ર દિલીપ કુમાર સુધી પણ પહોંચ્યો હતો.

image soucre

જે વ્યક્તિ દિલીપ કુમાર પર એસિડ ફેંકવા માંગતો હતો તેનું નામ મોહમ્મદ યાસીન ચાંદીવાલા હતું. જેમણે તેના પર એસિડ ફેંકવા પાછળના ત્રણ કારણો જણાવ્યા હતા. આ વ્યક્તિએ આપેલા પહેલા કારણમાં એવું કહેવામાં આવ્યું હતું કે દિલીપ સાહેબે પોતાનું હિન્દુ નામ ન રાખવું જોઈતું હતું.

image soucre

મોહમ્મદ યાસીને દિલીપ કુમાર પર એસિડ ફેંકવાનું બીજું કારણ મુસ્લિમ મહિલાઓ સાથેના સંબંધો હતા. આ વ્યક્તિએ કહ્યું હતું કે દિલીપ કુમાર મુસ્લિમ મહિલાઓ સાથે સંબંધ બાંધે છે અને પછી તેમનું જીવન બરબાદ કરે છે. ત્રીજું કારણ એ હતું કે દિલીપ કુમારે આ વ્યક્તિને મદદ કરવી જોઈએ.

image soucre

વાત જાણે એમ હતી કે દિલીપ કુમારના આ ફેન ઈચ્છતા હતા કે તેઓ તેમની મદદ કરે. તેણે આ પત્ર લખ્યો હતો જેથી તેનું ધ્યાન ખેંચાય. આ વ્યક્તિ પાકિસ્તાનનો રહેવાસી હતો અને કોઈ કારણસર ભારતમાં અટવાઈ ગયો હતો. તેથી આ ચાહક ઈચ્છતા હતા કે દિલીપ કુમાર તેની મદદ કરે અને તેને પાકિસ્તાન લઈ જાય. મોહમ્મદ યાસીનનો આ પત્ર તેના મિત્રએ પોલીસને આપ્યો હતો. પત્ર વાંચ્યા બાદ પોલીસે દિલીપ કુમારના પાલી હિલ બંગલાની સુરક્ષા વધારી દીધી છે. જોકે દિલીપ કુમારે પોલીસકર્મીઓને ત્યાંથી જવાનું કહ્યું હતું. આ વ્યક્તિ એસિડની બોટલ લઈને એમના ઘર સુધી પહોંચી ગયો હતો અને પોલીસે એને પકડી લીધો હતો