સુપુર્દ-એ-ખાક થયા ટ્રેજેડી કિંગ દિલિપકુમાર, પ્રેમિકા મધુબાલાની કબર પાસે જ દફનાવવામાં આવ્યા…

બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારને મુંબઈના જુહુ કબ્રસ્તાનમાં સુપુર્દે-એ-ખાક કરવામાં આવ્યા છે. મુંબઈ પોલીસના જવાનોએ 21 ગન સેલ્યુટ સાથે દિલીપકુમારને અંતિમ સલામી આપી. દિલીપ સાહબની પત્ની સાયરા બાનુ પણ કબ્રસ્તાન પહોંચ્યા હતી અને સલામી આપી હતી. આ દરમિયાન તે સતત રડતા હતા.

image source

તમને જણાવી દઈએ કે આ જ કબ્રસ્તાનમાં મોહમ્મદ રફી, મધુબાલા, મઝરુહ સુલ્તાનપુરી સહિત અનેક જાણીતી મુસ્લિમ સેલિબ્રિટીઝને દફન કરવામાં આવી છે. દિલિુ સાહેબને અંતિમ વિદાઈ આપવા અમિતાભ બચ્ચન પણ કબ્રસ્તાન પહોચ્યા હતા. નોંધનિય છે કે, મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેની જાહેરાત બાદ દિલીપ કુમારના અંતિમસંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા.

image source

દિલીપકુમારનું બુધવારે સવારે લગભગ સાડા સાત વાગ્યે નિધન થયું હતું. તે 98 વર્ષના હતા. તેણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે 29 જૂને અહીં દાખલ કરવામાં આવ્યા હતા.

image source

આ પહેલા બપોરે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, એનસીપીના પ્રમુખ શરદ પવાર અને શાહરૂખ ખાન શ્રદ્ધાંજલિ આપવા દિલીપ સાહેબના ઘરે પહોંચ્યા હતા. દિલીપ કુમારની તબિયત લાંબા સમયથી ઠીક નહોતી. તેને ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. છેલ્લા એક મહિનામાં તેમને બે વાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલીપકુમારનું અસલી નામ મોહમ્મદ યુસુફ ખાન હતું.

દેશ-વિદેશની હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો હતો

image source

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને દિલીપકુમારના મોત પર શોક વ્યક્ત કર્યો હતો.

વિદ્યા બાલન તેમના પતિ સિદ્ધાર્થ રોય કપુર સાથે દિલીપકુમારના ઘરે પહોંચી હતી. થોડા સમય પછી અભિનેતા અનુપમ ખેર પણ તેમના અંતિમ દર્શને પહોંચ્યા હતા.

image source

દિલીપકુમારના ડોક્ટર જલીલ પારકરે મીડિયાને કહ્યું, ‘દિલીપ સાહેબ વય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં, તેઓને કેવા પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે તે પૂછવું આ સમયે યોગ્ય નથી. તમે રિઝન ઓફ ડેથ ન પુછો. થોડુ સન્માન આપો. દિલીપકુમારના મોત પર સલમાન ખાને શોક વ્યક્ત કર્યો હતો. સલમાને દિલીપકુમાર સાથેનો પોતાનો એક જૂનો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

image source

ડોક્ટરોએ કહ્યું – અમે ઇચ્છીતા હતા કે તેઓ 100 વર્ષની વય પૂર્ણ કરે

દિલીપકુમારના ડોક્ટર જલીલ પારકરે કહ્યું હતું કે, ‘ભગવાન દિલીપ સાહેબની આત્માને શાંતિ આપે. જેમ કે તમે બધા જાણો છો કે દિલીપ સાહેબ શ્વાસને લગતી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. ડોક્ટરો તેની સારવારમાં રોકાયેલા હતા. ડો. નીતિન ગોખલે પણ હાજર હતા જે 21 વર્ષથી તેમની સારવાર કરી રહ્યા હતા. અમે બધા ઈચ્છતા હતા કે દિલીપ સાહેબ 100 વર્ષની વય પૂર્ણ કરે.

લગભગ 60 ફિલ્મોમાં કામ કર્યું

image source

દિલીપ કુમારે પાંચ દાયકા સુધીની કારકિર્દીમાં લગભગ 60 ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમના વિશે વધુ એક વાત કહેવામાં આવે છે કે તેણે તેની કારકિર્દીમાં ઘણી ફિલ્મોને નકારી દીધી હતી, કારણ કે તે માને છે કે ફિલ્મો ઓછી હોવી જોઈએ, પરંતુ વધુ સારી હોવી જોઈએ. ઘણા લોકો કહે છે કે તેને ‘પ્યાસા’ અને ‘દીવાર’માં કામ ન કરી શક્યાનો તેમને અફસોસ હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!