Site icon News Gujarat

મુંબઈની એ મહિલા જેણે દિલિપ કુમારની જિંદગી બદલી નાખી, જાણીને નવાઈ લાગશે…

બોલિવૂડને વધુ એક આંચકો લાગ્યો છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું 98 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. દિલિપ કુમારે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. નોંધનિય છે કે, દિલીપ કુમાર છેલ્લા 8 દિવસથી ICUમાં સારવાર લઈ રહ્યા હતા. આજે સવારે 7:30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા.પીએમ મોદી સહિત ઘણા દિગ્ગજે તેમને શ્રદ્ધાંજલિ આપી.

image source

બોલીવુડમાં ‘ટ્રેજેડી કિંગ’ તરીકે જાણીતા દિલીપકુમાર શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક હતા. તેઓ રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા હતા. હિન્દી સિનેમામાં, તેમણે પાંચ દાયકા સુધી તેમના તેજસ્વી પ્રદર્શનથી દર્શકોના દિલ પર રાજ કર્યું. ‘ગંગા જમુના’નું તેમના પર ફર્માવેલુ ગીત ‘ નૈના જબ લડિયે તો તો ભૈયા મન માં કસક હોયેબે કરી ‘ કોણ ભૂલી શકે!

image source

દિલીપ કુમારને ભારતીય ફિલ્મોના સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સિવાય તેમને પાકિસ્તાનનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ નિશાન-એ-ઇમ્તિયાઝ પણ એનાયત કરવામાં આવ્યો હતો. દિલીપકુમારનું અસલી નામ મહંમદ યુસુફ ખાન છે. તેનો જન્મ 11 ડિસેમ્બર, 1922 ના રોજ પેશાવર (હાલ પાકિસ્તાનમાં) માં થયો હતો. તેના 12 ભાઈ-બહેન છે. તેના પિતા ફળો વેચતા અને ઘરનો અમુક ભાગ ભાડા પર આપીને ગુજરાન ચલાવતા હતા. દિલીપ નાસિક પાસેની એક સ્કૂલમાં ભણતો હતા.

image source

વર્ષ 1930 માં તેમનો પરિવાર મુંબઇ સ્થાયી થયો. તે પિતા સાથેના મતભેદોને કારણે 1940 માં પુણે આવ્યા. અહીં તે એક કેન્ટીનના માલિક તાજ મોહમ્મદને મળ્યા, જેની મદદથી તેણે આર્મી ક્લબમાં સેન્ડવિચ સ્ટોલ ઉભો કર્યો. કેન્ટિન કોન્ટ્રેક્ટથી 5000 બચાવ્યા બાદ તે મુંબઇ પાછા ફર્યો અને તે પછી તેણે પિતાની મદદ કરવા માટે કામ શોધવાનું શરૂ કર્યું. 1943 માં, તેઓ ચર્ચગેટ ખાતે ડો.મસાણીને મળ્યા, જેમણે તેમને બોમ્બે ટોકીઝમાં નોકરીની ઓફર કરી હતી, ત્યારબાદ તેઓ બોમ્બે ટોકીઝના માલિક દેવિકા રાણીને મળ્યા.

image source

તેમની પહેલી ફિલ્મ ‘જવર ભાટા’ હતી, જે 1944 માં આવી હતી. 1949 માં આવેલી ફિલ્મ ‘અંદાઝ’ની સફળતાએ તેને લોકપ્રિય બનાવ્યા. આ ફિલ્મમાં તેણે રાજ કપૂર સાથે કામ કર્યું હતું. ‘દિદાર’ (1951) અને ‘દેવદાસ’ (1955) જેવી ફિલ્મોમાં તેમની કરુણ ભૂમિકાઓને કારણે તેઓ ટ્રેજેડી કિંગ તરીકે જાણીતા હતા. વર્ષ 1960 માં, તેણે ફિલ્મ ‘મોગલ-એ-આઝમ’ માં મોગલ રાજકુમાર જહાંગીરની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ પહેલા બ્લેક એન્ડ વાઈટ હતી અને 2004 માં રંગીન બનાવવામાં આવી હતી. તેમણે જાતે 1961 માં ફિલ્મ ‘ગંગા-જમુના’નું નિર્માણ કર્યું હતું, જેમાં તેમના નાના ભાઈ નસીર ખાને તેની સાથે કામ કર્યું હતું.

image source

જ્યારે તેણે હિન્દી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે તેણે તેનું નામ મુહમ્મદ યુસુફથી બદલી દિલીપકુમાર રાખ્યું, જેથી તેને હિન્દી ફિલ્મોમાં વધુ ઓળખ અને સફળતા મળે. દિલીપ કુમારે 11 ઓક્ટોબર, 1966 માં અભિનેત્રી સાયરા બાનુ સાથે લગ્ન કર્યા. લગ્ન સમયે દિલીપકુમાર 44 વર્ષના હતા અને સાયરા બાનુ માત્ર 22 વર્ષની હતી. 1980 માં કેટલાક સમય માટે તેણે અસ્મા સાથે બીજા લગ્ન પણ કર્યાં હતાં.

image source

વર્ષ 2000 માં, દિલીપ રાજ્યસભાના સભ્ય બન્યા હતા. 1980 માં તેમને મુંબઈના શેરિફ જાહેર કરવામાં આવ્યા અને 1995 માં તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા. 1983 માં દિલીપકુમારની ફિલ્મ ‘શક્તિ’, 1968 માં ‘રામ ઔર શ્યામ’, 1965 માં ‘લીડર’, 1961 માં ‘કોહિનૂર’, 1958 માં ‘નયા દૌર’, 1957 માં ‘દેવદાસ’, 1956 માં ‘આઝાદ’, 1954 તેમણે ‘દાગ’ માટે ફિલ્મફેરના શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version