સામાન્ય દરજી પાસે કપડાં સીવડાવતા અને અઠવાડિયે શેવિંગ કરતા, જાણી લો ધનવાન દિલીપકુમારની સાદી જીંદગી વિશે

અભિનેતા દિલીપ કુમાર કેટલી સંપત્તિ છોડીને ગયા? સાધારણ દરજી પાસે જ કપડા સિવડાવતા હતા તેમજ અઠવાડિયે કરાવતા હતા શેવિંગ.

-અભિનેતા દિલીપ કુમારને પોતાની છેલ્લી ફિલ્મમાં કામ કરવા માટે ૧૨ લાખ રૂપિયા રોકડા મળ્યા હતા.

image source

૯૮ વર્ષની ઉમર ધરાવતા અભિનેતા દિલીપ કુમારનું તા. ૭ જુલાઈ, ૨૦૨૧ના રોજ અવસાન થઈ ગયું હતું. એ જ દિવસે સાંજના સમયે અભિનેતા દિલીપ કુમારની દફનવિધિ પણ કરી દેવામાં આવી હતી. અભિનેતા દિલીપ કુમારના મૃત્યુ થયા પછી તેમના કેટલાક ફેંસના મનમાં આ પ્રશ્ન જરૂરથી આવ્યો હશે કે, અભિનેતા દિલીપ કુમાર પાસે કેટલી સંપત્તિ હતી અને તેઓ કેવી લાઈફસ્ટાઈલ જીવી રહ્યા હતા.

સેલીબ્રીટી નેટ વર્થના એક રીપોર્ટ મુજબ, અભિનેતા દિલીપ કુમાર પાસે ૮૫ મિલિયન ડોલર એટલે કે, અંદાજીત ૬૨૭ કરોડ રૂપિયા હતા. ૫૦’ના દશકમાં અભિનેતા દિલીપ કુમાર એક ફિલ્મમાં અભિનય કરવા માટે ૧ લાખ રૂપિયા ફી લેતા હતા. દિલીપ કુમાર પોતાના સમયના સૌથી મોઘા અભિનેતાઓ માંથી એક અભિનેતા હતા. અભિનેતા દિલીપ કુમાર રાજ્યસભામાં મેમ્બર ઓફ પાર્લામેન્ટના તા. 3 એપ્રિલ, ૨૦૦૦થી તા. ૨ એપ્રિલ, ૨૦૦૬ સુધી સભ્ય તરીકે રહ્યા હતા.

image source

છેલ્લી ફિલ્મ માટે ૧૨ લાખ રૂપિયા ફી મળી હતી.

અભિનેતા દિલીપ કુમારને તેમની છેલ્લી ફિલ્મ ૧૨ લાખ રૂપિયામાં સાઈન કરી હતી. આ ફિલ્મની ફી અભિનેતા દિલીપ કુમારને કેશમાં આપવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, આ ૧૨ લાખની રોકડ રકમ દિલીપ કુમારે સાયરાબાનોને પોતાના ડ્રાઈવરના હાથે મોકલાવી દીધી હતી. પરંતુ દિલીપ કુમારની આ ફિલ્મ ક્યારેય બની જ નહી.

image source

પારસી પરિવાર તરફથી બંગલો ગીફ્ટમાં આપવામાં આવ્યો છે.

અભિનેતા દિલીપ કુમાર પાસે જે પોતાનો બંગલો છે તે બંગલો દિલીપ કુમારને પારસી પરિવાર તરફથી ભેટમાં આપવામાં આવ્યો હતો. આ પારસી પરિવાર અભિનેતા દિલીપ કુમારના ખુબ જ મોટા ફેન હતા. જો કે, અભિનેતા દિલીપ કુમાર પોતાની પત્ની સાયરાબાનોના બંગલામાં જ રહેતા હતા. જયારે તેમનો પોતાનો બંગલો દિલીપ કુમારના બંગલાથી થોડાક અંતરે જ આવેલ છે.

image source

સાધારણ દરજી પાસે જ પોતાના કપડા સિવડાવતા હતા.

અભિનેતા આટલા મોટા દિગ્ગજ સ્ટાર હોવા છતાં પણ તેઓ મુંબઈમાં આવેલ પાલી નાકા નજીક રહેતા એક સ્થાનિક દરજી પાસે જ પોતાના કપડા સિવડાવવાનું પસંદ કરતા હતા. દિલીપ કુમાર બાંદ્રા રહેવા ચાલ્યા ગયા પછી પણ દિલીપ કુમાર આ દરજી પાસે જ પોતાના કપડા સિવડાવવાનું પસંદ કરતા હતા. ઉપરાંત દિલીપ કુમાર મહિનામાં એક જ વાર પોતાના વાળ કપાવતા હતા આ સાથે જ દિલીપ કુમાર રોજ નિયમિત રીતે શેવિંગ પણ કરાવતા કતા નહી. જો કોઈ અગત્યની મીટીંગ કે પછી શુટિંગ હોય તો જ દિલીપ કુમાર શેવિંગ કરાવવાનું પસંદ કરતા હતા. બાકી સામાન્ય દિવસોમાં તો દિલીપ કુમાર અઠવાડિયામાં કે પછી પંદર દિવસે શેવિંગ કરાવતા હતા.

image source

અભિનેતા દિલીપ કુમારનું ભાવતું ભોજન.

અભિનેતા દિલીપ કુમાર હંમેશા પોતાની મરુન કલરની મર્સિડીઝ બેન્ઝ કારમાં જ ફરતા હતા. અભિનેતા દિલીપ કુમારને બિરયાની અને વેનિલા આઈસ્ક્રીમ ખુબ જ પસંદ હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!