સુપરહિટ પંજાબી સોંગના આ સિંગરનું કાર એક્સિડન્ટમાં મોત, જાણો કેવી રીતે થયો અકસ્માત

પંજાબી ગાયક દિલજાનનું સડક દુર્ઘટનામાં મૃત્યુ, 2 એપ્રિલે રિલીઝ થવાનું હતું નવું ગીત.

પંજાબના જાણીતા ગાયક દિલજાનનું એક સડક દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. આ ઘટના સોમવાર- મંગળવાર રાત્રે લગભગ 2 વાગે અમૃતસરમાં જંડિયાલા ગુરુ પાસે બની હતી. મળેલી માહિતી અનુસાર દિલજાનની કારની સ્પીડ ખૂબ જ વધારે હતી જેના કારણે કાર બેકાબુ થઈ ગઈ અને જંડીયાલા ગુરુ પાસે બનેલા રોડ ડિવાઈડરથી ટકરાઈ ગઈ.

image source

કાર ડિવાઈડર તોડીને ગોલમટા ખાતી લગભગ એક કિલોમીટર દૂર જઈને ઉભી રહી. દિલજાનનું ઘટનાસ્થળે જ અવસાન થઈ ગયું. જંડિયાલા ગુરુ પોલીસે સૂચના મળતા જ કારમાંથી દિલજાનને કાઢીને એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડ્યા. ત્યાં ડોકટરોની ટીમે પોલીસની ટીમને જણાવ્યું કે દિલજાનનું અવસાન હોસ્પિટલમાં આવતા પહેલા જ થઈ ગયું છે.

તમને જણાવી દઈએ કે દિલજાનની પત્ની અને દીકરી વિદેશમાં છે. એમને આ અંગે જાણકારી આપી દેવામાં આવી છે. એ 5 એપ્રિલે અમૃતસર પહોંચી જશે. પોલીસે દિલજાનના શબને મોર્ચરીના મુકાવી દીધું છે. એમનું પોસ્ટમોર્ટમ એમની પત્નીના આવ્યા પછી જ કરવામાં આવશે.

જંડિયાલા ગુરુના પોલીસના કહેવા અનુસાર દિલજાન પોતાની મહિન્દ્રા કેયુવી 100 ગાડીમાં અમૃતસરથી કરતારપુર જઈ રહ્યા હતા. જંડિયાલા ગુરુ પોલીસ સ્ટેશનના એએસઆઈ દુર્લભ દર્શન સિંહે જણાવ્યું કે દિલજાન ગાડીમાં એકલા હતા. દિલજાનની મોતના સમાચાર મળતા જ ઘટનાસ્થળ પર ઘણા કલાકારો પણ આવી પહોંચ્યા હતા.


પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર.

દિલજાનના નિધનથી પંજાબી ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે દિલજાનને એક રિયાલિટી શોમાંથી ઓળખ મળી હતી. એ કરતારપુરના વાસી હતા. એમનું નવું હિટ તેરે વરગે જલ્દી જ રિલીઝ થવાનું હતું.

પંજાબી ગાયક સુખવિંદર શીંદાએ દિલજાનના અવસાન પર દુઃખ પ્રગટ કર્યું છે સોશિયલ મીડિયા પર એમને દિલજાનનો ફોટો શેર કરીને લખ્યું છે કે “આ દુર્ભાગ્યપૂર્ણ સમાચાર સવાર સવારમાં મળ્યા. સંગીતની દુનિયાને નુકશાન થયું છે.

image source

પંજાબી ગાયક કૌર બીએ પણ દિલજાનને શ્રદ્ધાંજલિ આપી છે એમને સોશિયલ મીડિયા પર લખ્યું છે કે આ ખબર પર વિશ્વાસ નથી થઈ રહ્યો.

2 એપ્રિલે નવું ગીત થવાનું હતું રિલીઝ


દિલજાનનો જન્મ કરતારપુર નજીક જાલંધરમાં એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. માસ્ટર સ્લિમના પિતા ઉસ્તાદ પૂર્ણ શાહકોટીએ દિલજાનને સંગીત શીખવાડ્યું. દિલજાન રિયાલિટી શો આવાજ પંજાબ દીમાં પણ ભાગ લઈ ચુક્યા હતા.

પટિયાલા ઘરાના સાથે જોડાયેલા દિલજાન પાકિસ્તાની રિયાલિટી શો સુર ક્ષેત્રમાં પણ ભાગ લઈ ચુક્યા છે. એ આ કોમ્પિટિશનના ઓવરઓલ રનરઅપ રહી ચૂક્યા છે. દિલજાનનું નવું ગીત 2 એપ્રિલે રિલીઝ થવાનું હતું. એના કારણે એ અમૃતસર ગયા હતા. પંજાબી ગીતકાર સચિન આહુજાએ દિલજનના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *