‘દિલવાલે દુલ્હનિયા’ને લઈ જવા માટે તૈયાર છે, આ 18 દેશોમાં ફરીથી રીલીઝ થશે DDLJ

ફિલ્મ ક્રિટિક તરણ આદર્શએ જણાવ્યું છે કે, શાહરૂખ ખાન અને કાજોલની બ્લોકબસ્ટર ફિલ્મને ૧૮ દેશોમાં ફરીથી રીલીઝ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ લિસ્ટમાં અમેરિકા, યુકે, યુએઈ, સાઉદી અરબ, કતાર, મોરિશિયસ જેવા દેશો સામેલ છે.

image source

અભિનેતા શાહરૂખ ખાન અને કાજોલની આઇકોનિક ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેગે’ના ૨૫ વર્ષ પુરા થઈ ગયા છે. છેલ્લા કેટલાક દિવસોથી આ ફિલ્મ ચર્ચામાં છવાયેલી છે. ફિલ્મને લઈને વાતાવરણ એવું બની ગયું છે કે, માનો કે આ ફિલ્મ આ વર્ષે રીલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને લઈને ૨૫ વર્ષ પછી પણ એવો જ ક્રેઝ અને દીવાનગી જોવા મળી રહી છે. પરંતુ DDLJનો આ જાદુ હવે દુનિયાના માથે ચઢીને બોલશે.

૧૮ દેશોમાં ફરીથી રીલીઝ થશે DDLJ :

image source

ફિલ્મ ક્રિટિક તરણ આદર્શએ જણાવ્યું છે કે, શાહરૂખ ખાન- કાજોલની આ બ્લોકબસ્ટર ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેગે’ને ૧૮ દેશોમાં ફરીથી રીલીઝ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ લિસ્ટમાં અમેરિકા, યુકે, યુએઈ, સાઉદી અરબ, કતાર, મોરેશિયસ, સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ફીજી, જર્મની, નોર્વે, સ્વીડન, સ્પેન, સ્વિત્ઝરલેન્ડ, ઇસ્ટોનિયા અને ફિનલેન્ડમાં રીલીઝ કરવામાં આવશે.

image source

એનો મતલબ ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેગે’નો ક્રેઝ ના ફક્ત હિન્દુસ્તાન સુધી સીમિત છે, ઉપરાંત આ ફિલ્મ સમાજના દરેક વર્ગના દિલ જીતી લીધા છે. આ ફિલ્મને આખી દુનિયાને પ્રેમનો યોગ્ય અર્થ જણાવ્યો છે.

લંડનમાં શાહરૂખ ખાન અને કાજોલના સ્ટેચ્યું :

image source

આમ તો ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેગે’ને ૨૫ વર્ષ પુરા થઈ ગયા છે, એટલા માટે હવે શાહરૂખ અને કાજોલને પણ એક ખાસ સમ્માન આપવામાં આવશે. પહેલી વાર બોલીવુડની આ આઇકોનિક ફિલ્મને લંડનના લિસેસ્ટર સ્કેવરમાં સમ્માન મળવા જઈ રહ્યું છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, બંને શાહરૂખ અને કાજોલના ખુબસુરત સ્ટેચ્યુ લગાવવામાં આવશે.

image source

હાર્ટ ઓફ લંડન બિઝનેસ એલાયંસ તરફથી જાહેર કરવામાં આવેલ જણાવવામાં આવ્યું છે કે, આ વખતે ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેગે’નો પણ એક સીન ‘સીન્સ ઈન ધ સ્કેવર’માં સામેલ કરવામાં આવશે. આવું થતા જ બોલીવુડની આ પહેલી ફિલ્મ બની જશે જેને આટલું મોટું સમ્માન મળશે.

આપને જણાવીએ કે, આ બ્લોકબસ્ટર ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેગે’નું નિર્દેશન આદિત્ય ચોપડા દ્વારા કરવામાં આવ્યું હતું. ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેગે’માં શાહરૂખ ખાન અને કાજોલ સહિત અનુપમ ખેર, અમરીશ પૂરી, ફરીદા જલાલ, સતીશ શાહ જેવા ઉમદા કલાકારોએ કામ કયું હતું. આ ફિલ્મના બધા પાત્ર આજે પણ દર્શકોના દિલમાં વસી ગયેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત