દીપિકા કક્કડ કરે છે આ રીતે ફેશિયલ અને રહે છે સુંદર, જાણી લો તમે પણ બનાવવાની રીત

આપણે સૌ માનતા આવીએ છીએ કે સુંદર અને ક્લીન સ્કીન માટે અનેક બ્યુટી પ્રોડક્ટ્સની જરૂર હોય છે. પરંતુ દર વખતે આ સાચું હોતું નથી. ખાસ કરીને અભિનેત્રીઓ જ્યારે સ્ક્રીન પર આવે છે ત્યારે તેમને ખાસ પ્રકારનના મેકઅપની જરૂર રહે છે. જેનાથી તેમની સ્કીન ખાસ્સી ડેમેજ પણ થાય છે. આ સમયે ખાસ વ્યક્તિઓ પોતાની સ્કીનને માટે ખૂબ જ કોન્શિયસ રહે છે. અને કેટલાક ખાસ ઘરેલૂ નુસખા જ અપનાવી લેતી હોય છે.

image source

ખાસ કરીને ઘરમાં રહેતી કે જોબ કરતી મહિલાઓ સ્કીનને માટે બ્યુટી ટ્રીટમેન્ટ લેતી હોય છે. આ માટે મહિલાઓ પાર્લર જઈને અનેક ટ્ર્ટીમેન્ટ લે છે પરંતું ટીવી એક્ટ્રેસ દીપિકા કક્કડે ઘરે જ ખાસ ફેશિયલ બનાવ્યું છે. તેઓએ આજે તેમનું બ્યુટી સીક્રેટ શેર કરતાં કહ્યું છે કે તેઓ ભાતનો ફેસ માસ્ક બનાવીને સ્કીનની કેર કરે છે. આ માસ્ક બનાવવાનું સરલ છે અને તેના અનેક ફાયદા પણ છે. તો જાણો પહેલાં તો તેને બનાવવાની અને લગાવવાની રીત વિશે.

આ રીતે બનાવો ભાતનો ફેસ માસ્ક

image source

ચહેરા પર સ્ક્રબ કર્યા બાદ તમે ભાતનો ફેસ માસ્ક લગાવી શકો છો. રાઈસ ફેસ માસ્ક બનાવવા એક વાટકીમાં 2 ચમચી ભાત, 1 ચમચી દૂધ અને 2 ચમચી મધ લો. આ દરેક ચીજોને સારી રીતે મિક્સ કરો અને ચહેરા પર 30 મિનિટ સુધી રહેવા દો. જ્યારે માસ્ક સૂકાઈ જાય તો ભાતના પાણીથી તમારો ચહેરો ધોઈ લો. આ પછી નોર્મલ પાણીથી ફેસને ફરી ક્લીન કરો.

જાણો રાઈસ ફેસ માસ્કના ફાયદા પણ

રાઈસનો આ ફેસ પેક તમારા ચહેરાની ટેનિંગને હટાવવામાં તમારી મદદ કરે છે. તમે ભાતનો યૂઝ ન કરી શકો તેમ હોવ તો તમે તેના બદલે ચોખાના લોટને પણ વાપરી શકો છો. ઓઈલી સ્કીન હોય તેવી મહિલાઓ માટે આ પેક લાભજાયી છે. ચોખાનો લોટનો ફેસ પેક સ્કીનથી તેલને શોષવામાં મદદ કરે છે. ચોખાનો ફેસ પેક લગાવવાથી ચહેરાની ફાઈન લાઈન્સ ઓછી થાય છે અને સાથે સ્કીન ટાઈટ કરવામાં પણ આ માસ્ક તમારી મદદ કરશે.

આ ફેસ માસ્કનો ઉપયોગ અઠવાડિયે 2 વાર કરવામાં આવે તો તે તમારા માટે લાભદાયી રહે છે અને તમારી સ્કીન ટાઈટ, હેલ્ધી અને સુંદર દેખાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત