Site icon News Gujarat

દીપિકા પાદુકોણથી લઈને કરીના કપૂર ખાન સુધી, આ કલાકારોએ શેર કરી છે પોતાની ચેટ્સ

આવો સ્ટાર ભાગ્યે જ જોવા મળે છે જ્યારે તે પોતાના અંગત જીવન વિશે ખુલીને વાત કરે છે. દીપિકા પાદુકોણ હોય કે પ્રિયંકા ચોપરા, બોલિવૂડના ઘણા એવા સ્ટાર્સ છે જેમણે ક્યારેય પોતાના અંગત જીવન વિશે વાત નથી કરી. જો કે, આપણા બધાના મનમાં હંમેશા એ જાણવાની ઉત્સુકતા રહે છે કે જ્યારે બોલિવૂડના બે સારા મિત્રો એકબીજા સાથે વાત કરશે ત્યારે શું થશે. WhatsApp એક એવું પ્લેટફોર્મ છે જે આજે દરેક વ્યક્તિના જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. આજકાલ વાતચીત હોય કે પછી બીજું કોઈ કામ ખુબ જ સરળતાથી વોટ્સએપ દ્વારા થઈ જાય છે

જો કે મોટાભાગના લોકો તેમની વોટ્સએપ ચેટ ખાનગી રાખે છે. પરંતુ આપણી ફિલ્મી દુનિયાના કેટલાક એવા કલાકારો છે જેમણે સોશિયલ મીડિયા પર તેમની વોટ્સએપ ચેટ પોસ્ટ કરી હતી, જેમાં તેમના મિત્રોથી લઈને પરિવાર સુધી વાતચીત થઈ હતી. આજે આ આર્ટીકલમાં અમે તમને જણાવીશું કે આ લિસ્ટમાં કયા કલાકારો સામેલ છે, જેમણે પોતાની વોટ્સએપ ચેટ વિશે ખુલીને વાત કરી હતી.

દીપિકા પાદુકોણ

image soucre

દીપિકા પાદુકોણે તેના ફેમિલી ગ્રુપની વોટ્સએપ ચેટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેના ફેમિલી ગ્રુપમાં પિતા પ્રકાશ પાદુકોણ, માતા ઉજાલા પાદુકોણ અને બહેન અનીશા પાદુકોણ ઉપરાંત તેના પતિ રણવીર સિંહ અને દીપિકાના સાસુનો સમાવેશ થાય છે. આ વોટ્સએપ ચેટ સામે આવ્યા પછી લોકોને એ પણ ખબર પડી કે દીપિકાએ રણવીરનું નામ ‘હેન્ડસમ’ પોતાના ફોનમાં સેવ કર્યું છે.

કરીના કપૂર ખાન

image soucre

કરીના કપૂર ખાનને બોલિવૂડની ગોસિપ ગર્લ પણ કહેવામાં આવે છે. વાત જાણે એમ છે મેં એવું કહેવાય છે કે કરીનાને ફિલ્મી દુનિયામાં શું ચાલી રહ્યું છે તેની સંપૂર્ણ માહિતી છે. કરીના પાસે વોટ્સએપ ગ્રુપ પણ છે જેમાં મલાઈકા અરોરા, કરણ જોહર અને અમૃતા અરોરા સહિત તેની નજીકના અન્ય લોકો છે. આ જૂથનું નામ ‘ગટ્સ’ છે. જ્યાં તેઓ કપડાંથી લઈને દરેક અંગત જીવનની દરેક વસ્તુ શેર કરે છે. કરીનાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આ ગ્રૂપમાં તે કોઈ પણ વાત કરવામાં સંકોચ અનુભવતી નથી.

જાહ્નવી કપૂર

image soucre

જાહ્નવી કપૂર અને અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરે તેમના ફેમિલી ગ્રુપની વોટ્સએપ ચેટ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ ગ્રુપનું નામ છે ‘ડેડ્સ કિડ’. જેમાં તેના પિતા બોની કપૂર સૌથી વધુ એક્ટિવ રહે છે. આ ગૃપમાં દરેક સભ્યએ પોતાની ડિટેલ્સ આપવાની હોય છે, તે જ્યાં પણ હોય ત્યાંની

પ્રિયંકા ચોપરા

image socure

પ્રિયંકા ચોપરાનું ‘ધ ચોપરા’ નામનું ગ્રુપ પણ છે. આ ગ્રુપમાં પ્રિયંકા સિવાય તેની તમામ બહેનો અને પરિવારના સભ્યો છે. પ્રિયંકા ચોપરાની પિતરાઈ બહેન મનારા ચોપરાએ સ્ક્રીન શૉટ શૅર કરતાં કહ્યું કે આપણા બધા માટે એ મહત્વનું છે કે આપણે જ્યાં પણ હોઈએ અને અમારી પાસે જે પણ તસવીરો હોય, તે અમારા ગ્રુપમાં શેર કરીએ.

અભિષેક બચ્ચન

image soucre

શ્વેતા બચ્ચન અને અભિષેક બચ્ચન કરણ જોહરના શોમાં પહોંચ્યા અને તેમના ફેમિલી વોટ્સએપ ચેટ્સ પર શું થાય છે તેનો ખુલાસો કર્યો. તેણે કહ્યું હતું કે અમિતાભ બચ્ચન ત્યારે જ મેસેજ જુએ છે જ્યારે નોટિફિકેશન તેમની પાસે જાય છે. અમિતાભની જેમ ઐશ્વર્યા રાય બચ્ચન પણ કોઈપણ મેસેજ અને ફોનનો જવાબ આપવામાં ઘણો સમય લે છે. જયા બચ્ચને ગ્રુપમાં એક મેસેજ શેર કર્યો. શ્વેતા બચ્ચનનો પુત્ર અગસ્ત્ય તેમના ફેમિલી ગ્રુપમાં સૌથી શાનદાર છે. અભિષેકે કહ્યું કે તે તેના ઘરનો નિયમ છે કે જ્યારે પણ કોઈ સભ્ય બહાર જાય છે કે ફ્લાઈટમાં બેસે છે એમને ગ્રુપમાં કહેવું પડે છે

Exit mobile version