જાણો આ રહસ્યમયી વિમાન વિશે જેમાં પાયલોટ પણ થઇ ગયો હતો ગાયબ

ક્યારેક ક્યારેક દુનિયામાં એવી ઘટનાઓ પણ ઘટતી રહે છે જેનું રહસ્ય ક્યારેય ખુલતું જ નથી અને તેના વિષે સંશોધન કરવાથી વધુને વધુ ગૂંચવણ ઉભી થતી જતી હોય છે.

image source

આવી જ એક ઘટના ઇતિહાસમાં નોંધાયેલી છે જેનો સંબંધ પરગ્રહ વાસીઓ એટલે કે એલિયન્સ સાથે હોવાનું માનવામાં આવે છે. આ ઘટના આજથી 42 વર્ષ અગાઉની છે અને તેના વિષે જે કોઈપણ જાણે છે તે આશ્ચર્યમાં મુકાઈ જાય છે. વળી, અવકાશી દુર્ઘટનાઓમાં આ સૌથી પેચીદું રહસ્ય ધરાવતી દુર્ઘટનાઓ પૈકી એક છે. તો શું હતી એ ઘટના ચાલો જરા વિસ્તારથી જાણીએ.

21 ઓક્ટોબર 1978 ના દિવસે ઓસ્ટ્રેલિયાના પાયલોટ ફ્રેડરીક વેલેન્ટિક સેસના – 182 વિમાન દ્વારા મેલબોર્નથી કિંગ આઇલેન્ડ (ઓસ્ટ્રેલિયા) માટે ફ્લાઇટ ભરી હતી. પરંતુ તે ફ્લાઇટ હમેંશને માટે એક ઘટના અને ભૂતકાળ જ બની ગઈ હતી કારણ કે તે પોતાના નિયત સ્થળે (કિંગ આઇલેન્ડ) પહોંચી જ ન હતી અને આશ્ચર્યજનક રીતે આકાશમાં જ ક્યાંક ગાયબ થઇ ગઈ હતી.

image source

ઘટનાની ઝીણવટભરી વિગત વિષે જાણીએ તો વિમાનના પાઇલોટ એવા વેલેન્ટિકે સાંજે 7:06 વાગ્યે મેલબોર્ન એર ટ્રાફિક કન્ટ્રોલને મેસેજ કર્યો કે એક અજ્ઞાત વિમાન 4500 ફૂટની ઊંચાઈને તેમનો પીછો કરી રહ્યું છે. જો કે એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા એમને જવાબ અપાયો કે આટલી ઊંચાઈએ તેમના સિવાય અન્ય કોઈ વિમાન ઉડી રહ્યું હોય તેવી કોઈ માહિતી નથી. ટ્રાફિક કન્ટ્રોલરે એ વિમાન વિષે પૂછતાં પાઇલોટે જણાવ્યું કે આવું વિમાન તેણે જીવનમાં પહેલી જ વાર જોયું છે અને તેના નીચેના ભાગે લીલા રંગની ચાર લાઈટો ચમકી રહી છે.

image source

પાયલોટ ફ્રેડરીક વેલેન્ટિકના કહેવા મુજબ એ રહસ્યમયી વિમાનનો આકાર લાંબો અને પરંતુ બનાવટમાં પાતળો હતો. ફ્રેડરીક વેલેન્ટિકનો જયારે બીજીવાર ટ્રાફિક કન્ટ્રોલ પોઇન્ટ સાથે સંપર્ક થયો તો તેણે એવું કહ્યું કે તે અજ્ઞાત વિમાન હવે તેના વિમાની બરાબર ઉપર જ ઉડી રહ્યું છે. અને ત્યારબાદ તેનો સંપર્ક તૂટી ગયો અને ફરીથી ક્યારેય તેની સાથે વાત ન થઇ શકી. વિમાની દુર્ઘટના સર્જાઈ હોવાની શંકાએ બચાવ ટીમને તાત્કાલિક તપાસ અર્થે મોકલવામાં આવી પરંતુ તેને વિમાનના પાઇલોટ કે વિમાનના અવશેષ બન્નેમાંથી કઇં હાથ ન લાગ્યું

image source

અમુક લોકોનું કહેવું હતું કે તેઓએ પાયલોટ ફ્રેડરીક વેલેન્ટિકના તે સેસના-182 વિમાનને સમુદ્રમાં પડતા જોયું હતું. જો કે તે વાતના કોઈ પુરાવા હાથ ન લાગ્યા. અમુક લોકો એવું પણ માનતા હતા કે વેલેન્ટિકના વિમાન પર ઉડતું અજ્ઞાત વિમાન અસલમાં એક યુએફઓ હતું અને તે વિમાન દ્વારા જ વેલેન્ટિકના વિમાનનું અપહરણ કરવામાં આવ્યું હતું. જો કે એ વાત પણ ક્યારેય સાબિત ન થઇ શકી પરંતુ જે રીતે વિમાનના પાઇલોટ ફ્રેડરીક વેલેન્ટિકે જે રીતે એર ટ્રાફિફ કન્ટ્રોલ સાથે સંદેશાઓ મોકલ્યા હતા તે આધારે કશુંક અજુગતું કે રહસ્યમયી બન્યું હોવાની શક્યતા હજુ પણ રહસ્ય તરીકે અકબંધ છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત