ટિક ટોક પર દિશાએ બોયફ્રેન્ડ વિશે કહ્યું કંઇક એવુ કે, જે જાણીને તમને પણ લાગશે નવાઇ

ટીકટોક પર દિશાએ કહ્યું : મારે બોયફ્રેન્ડ જોઈએ છે.

image source

આજકાલ લોકડાઉનના કારણે બધા જ પોતપોતાના ઘરમાં પુરાયેલા જોવા મળે છે. જરૂરિયાત સિવાય સરકારે ભારતમાં બહાર ક્યાય પણ નીકળવાની સ્પષ્ટ ના કહી છે. કદાચ આ જ કારણ છે કે આ સમય દરમિયાન ટીકટોક બનાવનારની સંખ્યામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. આ યાદીમાં માત્ર સામાન્ય લોકોના જ નામ નથી, બોલીવુડ સેલેબ્રેટી, ટીકટોક સેલેબ્રેટી તેમજ અન્ય લોકો પણ આમાં જોવા મળી રહ્યા છે. જો કે હાલમાં જ દિશાએ એક મસ્ત મજાનો ટીકટોક વિડીયો શેર કર્યો છે. આ વિડીયો એવો છે કે સોશિયલ મીડિયામાં પણ એ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

image source

તમે જોઈ શકો છો કે આ વિડીયોને દિશાએ પોતાના ઓફિસિયલ ટીકટોક એકાઉન્ટ પરથી શેર કર્યો છે. આ વિડીયોમાં દિશા કહી રહી છે કે, “હું એક બોય ફ્રેન્ડ ઈચ્છું છું. પણ જો ભગવાન મને ચાર અથવા એનાથી વધુ બોયફ્રેન્ડ પણ આપે છે, તો હું કોણ છું એમને ના કહેવા વાળી.” જો કે દિશાનો આ મસ્ત મજાનો વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો લોકપ્રિય બની રહ્યો છે અને લોકો એના માટે એની તારીફ પણ કરી રહ્યા છે.

અવનવા સંદર્ભ સાથે લોકો એને શેર કરી રહ્યા છે. જો કે તમે આ વિડીયોમાં દિશાના ખુલા વાળ જોઈ શકો છો, તમે જોઈ શકો છો કે દિશા ખુલા વાળમાં કેટલી સુંદર લાગી રહી છે. જો કે દિશા માટે આ વિડીયો પ્રથમ નથી, આ પહેલા પણ એના વિડીયો અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

થોડા દિવસ પહેલા આપેલા એક ઇન્ટરવ્યુમાં દિશાએ કહ્યું હતું કે “એ આ દિવસો દરમિયાન લોક્ડાઉનના કારણે ઘરે કંટાળી રહી છે.” તમારી જાણકારી ખાતર જણાવી દઈએ કે દિશા જલ્દી જ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મમાં નજરે પડશે. આ ફિલ્મમાં દિશા, સલમાન ખાન, રણદીપ હુડ્ડા તેમજ જેકી શ્રોફ મુખ્ય પાત્ર તરીકે જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત