ભારતી સિંહ, સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશાએ કરી આત્મહત્યા, અભિનેતાઓએ શેર કરી ભાવુક પોસ્ટ

બોલિવૂડની દુનિયામાં છેલ્લા કેટલાક દિવસોમાં એવી એવી ઘટનાઓ બની રહી છે જેની કોઈ કલ્પના પણ કરી ન શકે. આ ખબરોમાં દિગ્ગજ અભિનેતાઓના નિધન અને કેટલાક ટીવી સ્ટાર્સે કરેલી આત્મહત્યાની ઘટનાનો સમાવેશ થાય છે.

image source

આ યાદીમાં વધુ એક નામ જોડાઈ ગયું છે. આજે ફિલ્મો સાથે જોડાયેલી એક વ્યક્તિએ આત્મહત્યા કરી છે. સુશાંત સિંહ રાજપૂત, ભારતી સિંહ સહિતના સ્ટાર્સની મેનેજર તરીકે કામ કરી ચુકેલી દિશા સાલિયાને આત્મહત્યા કરી છે. દિશાએ તેના બિલ્ડીંગના 14માં માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે.

image source

આ મામલે પોલીસે તેના માતાપિતા અને તેના મંગેતરના નિવેદન નોંધ્યા છે. જો કે તેની આત્મહત્યા પાછળ શું કારણ છે કે સામે આવ્યું નથી. પરંતુ ચોંકાવનારી વાત એ પણ છે કે દિશાએ બિલ્ડીંગથી નીચે ઝંપલાવ્યું તે પહેલા તે પોતાના મંગેતર સાથે હતી.

 

View this post on Instagram

 

A post shared by Varun Sharma (@fukravarun) on

દિશાના નિધનના સમાચારથી તેની સાથે જોડાયેલા કલાકારોએ શોકની લાગણી વ્યક્ત કરી છે. ફુકરે સ્ટાર વરુણ શર્માએ આ અંગે જણાવ્યું હતું કે આ સમાચાર વિશે જાણી તે સ્તબ્ધ થઈ ગયો હતો, તેણે આ સાથે દિશા સાથેની એક તસવીર પણ શેર કરી છે. વરુણે વધમાં લખ્યું છે કે મારી પાસે શબ્દ નથી, હું નિશબ્દ છું. આ વાત જ્યારથી ખબર પડી છે ત્યારથી જરા પણ સારું લાગતું નથી. તેની સાથે જોડાયેલી અનેક યાદો છે. તે શાનદાર વ્યક્તિ હતી. તે પોતાની સ્માઈલ અને વિનમ્રતાથી બધી જ સ્થિતિને સંભાળતી હતી. વરુણે લખ્યું હતું કે આ દુખને સહન કરવા દિશાના પરિવારને ભગવાન હિંમત આપે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે દિશાએ નાની ઉંમરમાં સફળતા પ્રાપ્ત કરી હતી અને તેણે વરુણ શર્મા, સુશાંત સિંહ રાજપૂત, ભારતી સિંહ, રિયા ચક્રવર્તી જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે હવે પોલીસ બધાની પુછપરછ કરી દિશાએ આત્મહત્યા શા માટે કરી તેનું કારણ શોધી રહી છે.

source : india

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત