આંખોના ઇશારે આ છોકરી લોકોને કરી રહી છે ઘાયલ, તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો WOW!

સુંદરતામાં કોઈ હીરોઇનથી જરાય ઓછી નથી દિશાની ચક્રવર્તી, કચરાના ઢગલામાંથી ઉઠાવીને મિથુને આપ્યું હતું પોતાનું નામ.

ફિલ્મ જગતમાં આજકાલ એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. ફિલ્મોમાં પગ મુકતા પહેલા જ બોલિવુડ સ્ટાર્સના બાળકો આખી દુનિયામાં જાણીતા થઈ જાય છે અને આનો બધો જ શ્રેય જાય છે સોશિયલ મીડિયાને. સોશિયલ મીડિયા પર ફેન્સ ન પોતાના મનગમતા કલાકારની જિંદગી વિશે જાણવામાં માટે ઉત્સુક હોય છે પણ એ એ પણ જાણવા માંગે છે કે એમના મનગમતા કલાકારના બાળકો શુ કરે છે અને અંગત જીવન કેવી રીતે જીવે છે.

image source

ઘણીવાર એ જ જનવામાંયે એ એમને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે અને ફિલ્મોમાં એન્ટ્રી કરતા પહેલા જ સ્ટાર કિડ્સ પ્રખ્યાત થઈ જાય છે. આજે અમે તમને આવા જ એક સ્ટારની દીકરી વિશે જણાવવા જઈ રહ્યા છે જેમને હજી સુધી ફિલ્મોમાં પગ નથી મુક્યો પણ એ સોશિયલ મીડિયા પર ખૂબ જ સ્ક્રીય છે.

image source

અમે વાત કરી રહ્યા છે દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીની દીકરી દિશાની ચક્રવર્તીની. દિશાની ભલે મીડિયા કેમેરાથી ગમે તેટલી દૂર રહેતી હોય પણ પોતાના સોશિયલ મીડિયાના કારણે એ કોઈને કોઈ રીતે ચર્ચામાં આવી જ જાય છે. દિશાની પણ એના પિતા મિથુન ચક્રવર્તી અને ભાભી મદાલસા શર્માની જેમ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. દિશાની ખૂબ જ સુંદર છે. એ ઘણીવાર સોશિયલ મીડિયા પર એના ફોટા શેર કરે છે. એમના ફોટાને જોયા પછી એ કહેવું બિલકુલ પણ ખોટું નહિ હોય કે એ પોતાની સુંદરતાથી મોટા મોટા કલાકારોના બાળકોને માત આપી શકે છે.

image source

દિશાનીએ હજી સુધી બોલીવુડમાં પગ પણ નથી મુક્યો પણ સોશિયલ મીડિયા પર એ છવાયેલી રહે છે. ફિલ્મો અને લાઈમલાઈટથી દૂર દિશાનીના ઇન્સ્ટાગ્રામ પર 80 હજારથી વધુ ફોલોઅર્સ છે. તમને જણાવી દઈએ કે મિથુન ચક્રવર્તીની દીકરી દિશાની સલમાન ખાનની ખૂબ જ મોટી ફેન છે. એ ઘણી જ ગ્લેમરસ છે અને એમના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતા રહે છે.

image source

દિશાની જીવનમાં પોતાના પિતાના પગલે જ ચાલવા માગે છે અને એમની જેમ જ એ અભિનય ક્ષેત્રે પોતાનું કરિયર બનાવવા માંગે છે. દિશાનીએ પોતાનું સ્ફુલિંગ તમિલનાડુના મોનાર્ચ ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી પૂરું કર્યું છે. દિશાની હાલ ન્યુયોર્કમાં રહીને ન્યુયોર્ક ફિલ્મ એકેડમીમાંથી અભિનય ક્ષેત્રમાં ડીગ્રી લઈ રહી છે. દિશાની ન્યૂયોર્કથી પોતાના ફોટા અને વીડિયો પોતાના ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

image source

દિશાનીને મિથુન ચક્રવર્તીએ દત્તક લીધી હતી.વાત જાણે એમ છે કે દિશાનીને એના માતા પિતાએ એક કચરાપેટી પાસે મૂકી દીધી હતી જ્યાંથી એને એક એનજીઓએ બચાવી હતી. રિપોર્ટ્સ અનુસાર જ્યારે આ વાત મિથુન ચક્રવર્તીને ખબર પડી તો એમને આ બાળકીને દત્તક લેવાનો નિર્ણય કર્યો. યોગીતા બાલી અને મિથુન ચક્રવર્તીએ મળીને પોતાની દીકરીનું નામ દિશાની રાખ્યું. ત્રણ ભાઈઓ મહાક્ષય ચક્રવર્તી, નમાંશી ચક્રવર્તી અને ઉસમેય ચક્રવર્તી વચ્ચે દિશાની એકલી બહેન છે, કદાચ આ જ કારણ છે કે એ એના ઘરમાં ફક્ત માતા પિતાની જ નહીં પણ ભાઈઓની પણ ખૂબ જ લાડકી છે.

દિશાની ચક્રવર્તી ભલે હજી સુધી મોટા પડદા પર અભિનેત્રી તરીકે પોતાનું કરિયર શરૂ ન કર્યું હોય પણ એ ઘણી શોર્ટ ફિલ્મોનો ભાગ રહી ચુકી છે. દિશાનીએ પોતાનું એક્ટિંગ ડેબ્યુ વર્ષ 2017માં આવેલી શોર્ટ ફિલ્મ હોલી સમોકથી કર્યું. આ શોર્ટ ફિલ્મનું નિર્દેશન એમના મોટા ભાઈ ઉસમેય એટલે કે રિમોહ ચક્રવર્તીએ કર્યું હતું. એ પછી એ અંડરપાસ નામની અન્ય એક શોર્ટ ફિલ્મમાં પણ દેખાઈ ચુકી છે. શોર્ટ ફિલ્મોમાં એમના અભિનયને ઘણો પસંદ કરવામાં આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!