તમારા મનગમતા ટીવી સ્ટાર્સના નિકનેમ છે ખૂબ જ ફની, જાણીને તમને પણ આવી જશે હસવું.
આમ તો હિન્દી ટેલિવિઝનના એક્ટર્સને રિયલ નામ કરતા એમના સ્ક્રીન નામથી લોકો વધુ ઓળખે છે. પણ શું તમે જાણો છો કે રિયલ નેમ અને સ્ક્રીન નેમ સિવાય આ પોપ્યુલર ટીવી એક્ટર્સને મજેદાર નિકનેમ પણ હોય છે. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ અમુક ટીવી સ્ટાર્સના ફની નિકનેમ વિશે.
અર્જુન બીજલાની.
હાલ ખતરો કે ખિલાડીને લઈને ચર્ચામાં રહેનાર નાગીન એકટર અર્જુન બીજલાનીને ટીઆરપી કિંગ પણ કહેવામાં આવે છે. એ સિવાય અર્જુનનું એક ખૂબ ફની નિકનેમ પણ છે. એમના ફ્રેન્ડ્સ સમને બીજલી કહીને બોલાવે છે.
દીપિકા સિંહ.
દિયા ઓર બાતી હમ સિરિયલથી પોપ્યુલર થયેલી દીપિકા સિંહ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે અને એમની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઇંગ છે. પણ શું તમે જાણો છો કે તમારી એ ફેવરિટ એક્ટ્રેસને એમના ફ્રેન્ડ અને ફેમીલી ક્યાં નામે બોલાવે છે. નહિ ને, તો ચાલો અમે તમને જણાવી દઈએ કે દીપિકા સિંહનું નિકનેમ સુપ્રિયા છે અને એમના નજીકના લોકો એમને આ જ નામે બોલાવે છે
ગુરમીત ચૌધરી.
રામાયણ, ગીત હુઈ સબસે પરાઈ, પુનરવિવાહ જેવી સિરિયલથી પોપ્યુલર થયેલા ગુરમીત ચૌધરીને બધા લોકો ગુરુ કહીને બોલાવે છે. એટલે સુધી કે ગુરમીતની પત્ની દેબીના બેનર્જી પણ એમને ગુરુ કહીને બોલાવે છે.
દિશા વકાણી.
તારક મહેતા કા ઉલટા ચશ્માની દયાબેન એટલે કે દિશા વકાણી આમ તો પોતાના રિયલ નામથી ઓછી અને સ્ક્રીન નામ દયાબેનથી વધુ ઓળખાય છે. પણ એ સિવાય એમનું એક અજીબ નિકનેમ પણ છે. તમને જાણીને નવાઈ લાગશે કે દિશા વકાણીનું નિકનેમ તાના છે. એમની ફેમીલી અને ફ્રેન્ડ્સ એમને આ નિકનેમથી બોલાવે છે.‘
કરણ કુન્દ્રા.
ટીવીના હેન્ડસમ હન્ક કરણ કુન્દ્રા પોતાની એક્ટિંગ સિવાય એમની બ્રેકઅપ સ્ટોરીઝના કારણે પણ ચર્ચામાં રહે છે. કરણ કુન્દ્રાનું નિકનેમ કિંગ છે. કરણ કુન્દ્રાને આ નિકનેમ એમના ફ્રેંડસે આપ્યું છે.
ક્રિસ્ટલ ડીસુઝા.
એવરગ્રીન બ્યુટી અને ટીવી એક્ટ્રેસ ક્રિસ્ટલ ડીસુઝાના તો ત્રણ નિકનેમ છે. ક્રિસ્ટલ ડીસુઝાની માતા એમને બબલી કહીને બોલાવે છે. એમની ફેમીલી એમને કિટ્ટો કહીને બોલાવે છે જ્યારે એમના ફ્રેન્ડ્સ એમને ક્રિસ્ટો કહીને બોલાવે છે.
બરૂણ સોબતી.
ટીવી શો ઇસ પ્યાર કો ક્યાં નામ દુ ફેમ બરૂણ સોબતીનું નિકનેમ રૂબલ છે. રૂબલ રશિયાની કરન્સી છે. આ નિકનેમ બરૂણ સોબતીને એમના અંકલે આપ્યું છે.
અદિતિ ગુપ્તા.
કિસ દેશ મેં હે મેરા દિલથી પોપ્યુલર થયેલી એક્ટ્રેસ અદિતિ ગુપ્તાનું ફની નિકનેમ જાણીને તમને હસવું આવી જશે. એમના ફ્રેન્ડ્સ એમને ઓડી કહીને બોલાવે છે ‘
વિવયન ડિસેના.
પ્યાર કી યે એક કહાની અને શક્તિ અસ્તિત્વ કે એક એહસાસ કી ફેમ સ્ટાર વિવિયન ડિસેનાનું નિકનેમ વિવ છે અને એમની ફેમીલી અને ફ્રેન્ડ્સ એમને આ જ નામે બોલાવે છે.‘
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!