દિશા વાકાણીના અસલી પિતાએ એક સમયે ઉભી કરી હતી જેઠાલાલ માટે મુસીબત, જાણો શું હતી ઘટના

તારક મહેતા કા ઉલટા ચશ્મા શોનો દરેક એપિસોડ દર્શકો માટે એક્સાઇટિંગ હોય છે. એટલું જ નહીં આ શોના રિપીટ ટેલિકાસ્ટ પણ ફેન્સ ખૂબ જ શોખથી જોવે છે. એકવાર તારક મહેતા કા ઉલટા ચશ્માં શોના એક એપિસોડમાં દયા બેન એટલે કે દિશા વકાણીના અસલી પિતા શો પર દેખાઈ ગયા હતા. હા તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં દયા બેન ફેમ એક્ટ્રેસ દિશા વકાણીના પિતા ભીમ વકાણી એક એપિસોડમાં દેખાઈ ગયા હતા.

image soucre

ભીમ વકાણી શોના એક એપિસોડમાં ચંપક ચાચાના ખાસ મિત્ર બનીને આવ્યા હતા. આ એપિસોડમાં જ્યાંરે દિશા વકાણીના પિતાની એન્ટ્રી થઈ તો તારક મહેતા કા ઉલટા ચશ્માંના જેઠાલાલની જિંદગીમાં અન્ય એક મુસીબતે ટકોરા પાડ્યા હતા. વાત જાણે એમ છે કે શોમાં ભીમ વકાણીએ માવજી ભાઈ છેદાનો રોલ કર્યો હતો. આ એપિસોડમાં જ્યારે માવજી ભાઈની એન્ટ્રી થઈ હતી તો જેઠાલાલે બાઘાને કહ્યું હતું કે માવજી ભાઈના દીકરાને ગિફ્ટ આપવાનું છે તો એ એમને એક પ્રેશર કુકર આપી દે અને ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી ભીડને 50000 રૂપિયાનો ચેક આપી દે. પણ બાઘાએ અહીંયા ગડબડ કરી દીધી.

image soucre

બાઘાએ ઊલટું સાંભળ્યું, એવામાં માવજી ભાઈને જે આપવાનું હતું એ ભીડને આપી દીધું અને ભીડેને જે આપવાનું હતું એ માવજી ભાઈને આપી દીધું. એ પછી બધી ગડબડ શરૂ થઈ જાય છે. એવામાં ચંપક ચાચા, જેઠાલાલ, ભીડે અને માવજી ભાઈ વચ્ચે બહુ મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઉભી થઇ જાય છે. એ દરમિયાન માવજી ભાઈ ખૂબ જ પરેશાન થઈ જાય છે અને જેઠાને દોષ આપે છે.

image soucre

તમને જણાવી દઈએ કે તારક મહેતા શોમાં દીશા વકાણીના રિયલ બ્રધર પણ શોમાં દેખાતા રહે છે. તારક મહેતા કા ઉલટા ચશ્મામાં સુંદરનો રોલ કરનાર એકટર મયુર વકાણી દયા બેન એટલે કે દિશા વકાણીનો રોલ કરતા દેખાઈ રહ્યા છે.

image soucre

તમને જણાવી દઈએ કે દિશા વાકાણીએ લાંબા સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માંથી ગાયબ થઈ ગઈ છે. વાત જાણે એમ છે થોડા સમય સુધી તે પોતાની પ્રેગનેન્સીને કારણે મેટરનીટી લિવ પર ગઈ હતી. પોતાની પ્રેગ્નન્સી અને પોતાના બાળકને મહત્વ આપતા દિશા ત્યારથી લઈને અત્યાર સુધી શોથી દૂર રહી છે. તે પોતાના અંગત જીવનમાં ખુબજ વ્યસ્ત રહે છે.

image soucre

હાલ દિશા વકાણી પોતાના પરિવાર સાથે મળીને પોતાની નાની બાળકીને પુરો સમય આપી રહી છે. દિશા વાકાણી શોથી ભલે દુર થઈ ગઈ હોય પરંતુ તેમનું નામ અને પોપ્યુલારિટી આજે પણ જેમની તેમ જ જળવાઈ રહેલ છે. તેમના ફેન્સ આજે પણ શોમાં તેમના પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત