જરૂરીયાત મંદોને કરી એવી મદદ કે લોકોની આંખમાં આવી ગયા પાણી, શોધી રહ્યા છે આજે પણ લોકો આ દાનવીરને

ગુજરાતમાં કોરોનાના લોકડાઉનના કારણે ગરીબ અને શ્રમિક વર્ગની હાલત પસ્ત થઈ ગઈ છે. રોજનું કમાઈ રોજ ખાતા વર્ગને હાલ બે ટંકના ભોજન માટે અન્યના દાન પર આધાર રાખવો પડે છે.

image source

જો કે ગુજરાતમાં દાનવીરોની કમી નથી તે વાત છેલ્લા કેટલાક દિવસો દરમિયાન સોશિયલ મીડિયા પર જોવા મળી જ છે. લોકોએ દાન કરી પોસ્ટ કરેલી તસવીરો આ વાતની ચાળી ખાય છે પરંતુ અહીં એવા લોકો પણ છે જે દાન એવી રીતે કરે છે કે બીજા હાથને પણ ખબર પડે નહીં.

સુરતમાં ગોરાટ સ્થિત કોઝવે રોડ પર રહેતા શ્રમિકોને દાન કરવા માટે એક વ્યક્તિએ એવો રસ્તો અપનાવ્યો કે જેનાથી લોકો ગદગદ થઈ ગયા. રાંદેર વિસ્તારમાં મોડી રાત્રે ઝુપડપટ્ટી નજીકથી એક ટ્રક પસાર થયો જેમાં 1-1 કિલો ઘઉંનો લોટ જરૂરીયાતવાળા લઈ જાય તેવું કહેવામાં આવી રહ્યું હતું. અડધી રાત્રે કેટલાક લોકો જેમને ખરેખર એક એક કિલો લોટની પણ જરૂર હતી તે લોકો આ પેકેટ લઈ આવ્યા. ઘરે આવી જ્યારે તેમણે લોટનો ઉપયોગ કરવા પેકેટ ખોલ્યા ત્યારે તેમાંથી 15,000 રોકડા પણ નીકળ્યા.

image source

15,000 રોકડા કોઈ એક પેકેટમાં ભુલથી રહી ગયા હોય તેમ પણ ન હતું. જેટલા પેકેટ હતા તે તમામમાં રુપિયા રાખવામાં આવ્યા હતા. લોકો આ દાનવીરને આ મદદ બદલ દિલથી દુઆ આપવા લાગ્યા હતા. જો કે આ વ્યક્તિ કોણ છે તે કોઈ જાણતું નથી. કારણ કે લોટ આપ્યા બાદ ટ્રક પણ ત્યાંથી રવાના થઈ ગઈ હતી.

આ ટ્રકમાંથી આવા 500 પેકેટ ગરીબોને આપવામાં આવ્યા હતા. લોકો આ મદદ મળ્યા બાદ એ જાણવા બહાર પણ આવ્યા કે આ મદદ કરનાર કોણ છે. પરંતુ કોઈને ખબર નથી કે આ ટ્રક કોનો હતો અને રૂપિયાની મદદ કોણે કરી છે. સામાન્ય રીતે લોકોની વર્તમાન સમયમાં મદદ કરનાર ફોટો બનાવે, વીડિયો બનાવે પરંતુ આ વ્યક્તિએ તો પોતાનું નામ પણ જાહેર થવા ન દીધું અને અનોખી રીતે લોકોની ખરી મદદ કરી.