તહેવારોને લઈ સરકારે જાહેર કરી ગાઈડલાઇન્સ, નવરાત્રી-દિવાળીની ઉજવણીમાં આટલી છુટ, પરંતુ આટલી મનાઈ

તહેવારોને લઈ સરકારે જાહેર કરી ગાઈડલાઇન્સ, નવરાત્રી-દિવાળીની ઉજવણીમાં આટલી છુટ, પરંતુ આટલી મનાઈ

હાલમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. ત્યારે એક તરફ તહેવારો પણ આવી રહ્યા છે. નવરાત્રી કરવી કે નહીં અને કરવી તો કેટલા નિયમોનું પાલન કરવું એ અંગે લોકોમાં મોટી મુંજવણ ચાલી રહી હતી. ત્યારે હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના મહામારીને જોતા તહેવારોની સીઝનમાં સાવધાની માટે નવી ગાઈડલાઇન્સ જાહેર કરી છે. નવી ગાઇડલાઇન્સ અંતર્ગત કન્ટેન્ટમેન્ટ ઝોનની અંતર કોઈ પણ પ્રકારના તહેવારના કાર્યક્રમનું આયોજન નહીં કપવામાં આવે. સાથે જ પૂજા, મેળા, રેલીઓ, પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમોને લઇને પણ ખાસ નિર્દેશ આપવામાં આવ્યા છે.

image source

ઉલ્લેખનીય છે કે જલદી નવરાત્રી શરૂ થવાની છે અને આ દરમિયાન દેશભરમાં તેની ઉજવણી કરવામાં આવે છે. ગાઇડલાઇન્સ પ્રમાણે ધાર્મિક કાર્યક્રમો માટે સંપૂર્ણ પ્લાનિંગ કરવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવાનું રહેશે. ફિઝિકલ ડિસ્ટન્સિંગ માટે જમીન પર નિશાન લગાવવાના રહેશે, જેની વચ્ચે 6 ફૂટનું અંતર રાખવાનું રહેશે. કાર્યક્રમના આયોજકોને સેનેટાઇઝર અને થર્મલ ગનની પુરતી ઉપલબ્ધતાની ખાતરી કરવી પડશે. સાથે જે જગ્યા પર કાર્યક્રમ કરવામાં આવશે ત્યાં સીસીટીવી કેમેરાની અનિવાર્યતા હશે જેનાથી સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરી શકાય.

image source

ધાર્મિક કાર્યક્રમો દરમિયાન ફિઝિકલ ડિસ્ટન્સિંગ અને માસ્કની અનિવાર્યતા વધારે મહત્વપૂર્ણ થઈ જશે. આ ઉપરાંત ધાર્મિક રેલીઓમાં રૂટ પ્લાનિંગ પણ પહેલાથી કરવામાં આવશે. મૂર્તિ વિસર્જનની જગ્યાઓ પણ પહેલાથી નિર્ધારિત રહેશે. આ દરમિયાન પણ લોકોની ઉપસ્થિતિ ઘણી જ ઓછી સંખ્યામાં રાખવાની રહેશે. ધાર્મિક સ્થાનો-પંડાલમાં મૂર્તિયોને અડકવાની મનાઈ હશે. કોરોના સંક્રમણને જોતા સામૂહિક ગીતો વગાડવાના કાર્યક્રમોની મનાઈ હશે. આ જગ્યાએ રેકૉર્ડેડ ધાર્મિક સંગીત વગાડવામાં આવશે. કૉમ્યૂનિટી કિચન, લંગરોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાનું રહેશે.

image source

કૉમ્યૂનિટી કિચન ચલાવનારાઓને સાફ-સફાઈનું સંપૂર્ણ ધ્યાન રાખવાનું રહેશે. આ ઉપરાંત પણ કાર્યક્રમ સ્થળની સફાઈને લઇને જૂતા-ચપ્પલ ઉતારવા સુદ્ધાની પ્રક્રિયા જણાવવામાં આવી છે. નિર્દેશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તહેવારોની સીઝનમાં કોરોના નિયમોનું પાલન કરવું પહેલા વધારે જરૂરી છે, કેમકે કાર્યક્રમો દરમિયાન લોકો એકત્ર થાય છે.

image source

આ સાથે જ કોરોનાની વચ્ચે 7 મહિના પછી ખૂલી રહેલાં મલ્ટિપ્લેક્સ માટે સરકારે મંગળવારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર(SOP) બહાર પાડી છે. 15 ઓક્ટોબરથી 50 ટકા કેપેસિટીની સાથે મલ્ટિપ્લેક્સ ખોલવાની પરવાનગી છે. જોકે ફિઝિકલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે. બે લોકોની વચ્ચેની સીટ ખાલી રહેશે. ગુજરાત સરકારે પણ કેન્દ્ર સરકારની આ માર્ગદર્શિકાને કોઈ ઉમેરા વગર સ્વીકારી લેતાં હવે ગુજરાતમાં પણ ચુસ્ત નિયમોના પાલન સાથે 15 ઓક્ટોબરથી મલ્ટિપ્લેક્સ ખૂલી શકશે. હોલની અંદર પેક્ડ ફૂડની જ મંજૂરી આપવામાં આવશે. યોગ્ય વેન્ટિલેશનની વ્યવસ્થા કરવી પડશે. એસીનું ટેમ્પરેચર 23 ડિગ્રી પર રાખવામાં આવશે. શો પહેલાં અથવા ઈન્ટર્વલ પહેલાં કે પછી કોરોના અવેરનેસ માટે 1 મિનિટની ફિલ્મ દેખાડવી જરૂરી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે SOP જાહેર કરતાં કહ્યું છે કે મલ્ટિપ્લેક્સ ટિકિટ ઓનલાઈન બુક થાય તો વધારે સારું છે. જોકે સિંગલ સ્ક્રીન થિયેટર્સમાં બોક્સ ઓફિસ પણ ખુલ્લી રહેશે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

image source

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા 1400થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1335 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,45,362એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 10 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3522એ પહોંચ્યો છે. જ્યારે 1473 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 86.16 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 51,879 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત