દિવ્યા અગ્રવાલે બિગ બોસ 15ને લઈને કર્યો મોટો ખુલાસો કહ્યું એવું કે તમને પણ નહીં આવે વિશ્વાસ

બિગ બોસ ઓટીટીની શરૂઆતમાં એ કહેવામાં આવી રહ્યું હતું કે 6 અઠવાડિયા ચાલનારી આ સિરીઝમાં વિજેતાને સલમાન ખાનના બિગ બોસ 15માં સામેલ થવાનો મોકો આપવામાં આવશે. પણ જ્યારથી રિયાલિટી શો કવીન દિવ્યાં અગ્રવાલે બિગ બોસ ઓટીટી સિઝન 1ની ટ્રોફી જીતી છે ત્યારથી એ ખબર આવી રહી છે કે ઓટીટી ટ્રોફી જીત્યા છતાં પણ દિવ્યાં અગ્રવાલ કલર્સ ટીવી પર જલ્દી શરૂ થનાર બિગ બોસ 15નો ભાગ નહિ હોય. એક વાતચીતમાં દિવ્યાં અગ્રવાલે એમના બિગ બોસ 15માં સામેલ થવાને લઈને અમુક રસપ્રદ ખુલાસા કર્યા છે.

image soucre

દિવ્યા અગ્રવાલએ કહ્યું છે કે હજી સુધી બિગ બોસ 15 માટે એમને મેકર્સ તરફથી કોઈપણ કોલ નથી આવ્યો. જો કે એમને લાગે છે કે ફીનાલે માટે શૂટ કર્યા પછી ટીમ એક દિવસ આરામ કરી રહી છે. આ સપ્તાહમાં એમના બિગ બોસ 15માં સામેલ થવા અંગે કઈ નિર્ણય લેવામાં આવશે. મેકર્સનો જે પણ નિર્ણય હોય એ માનવા માટે દિવ્યા બિલકુલ તૈયાર છે. દિવ્યાં ઓટીટી પ્લેટફોર્મ પર દર્શકોનું દિલ જીત્યા પછી એમના બોયફ્રેન્ડ વરુણ સુદ અને એમની ફેમીલી સાથે સમય પસાર કરી રહી છે.

બિગ બોસ 15ને લઈને દિવ્યા અગ્રવાલ કહે છે કે જો મને આ વર્ષે બિગ બોસ 15માં સામેલ થવાનો મોકો મળે છે તો હું જરૂર એ શો કરીશ કારણ કે મેં પહેલા પણ કહ્યું છે કે બિગ બોસ મારી જરૂરત નહિ, આ શો મારી ચાહત છે. પણ જો બિગ બોસ 15માં મને સામેલ થવાનો મોકો ન મળે તો પણ હું ખુશ છું. કારણ કે મેં હજી હમણાં જ એક રિયાલિટી શો જીત્યો છે અને કાર્ટલની સફળતા પછી હું મારા બીજા બધા પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપીશ.

image soucre

દિવ્યાં અગ્રવાલ આગળ કહે છે કે એમના ફેન્સ હમેશા એમને રિયાલિટી શોમાં જોવા માંગે છે એ બિગ બોસ ઓટીટીમાં એમની જીત પછી ખૂબ જ ખુશ છે. હવે બે વર્ષ એ આ જીતથી ખુશ રહેશે. બે વર્ષ પછી હું ફરી એમના માટે કોઈ રિયાલિટી શોમાં સામેલ થઈ જઈશ. દિવ્યા અગ્રવાલને બિગ બોસના હોસ્ટ સલમાન ખાનથી ડર લાગે છે પણ તો ય એ ફ્યુચરમાં એ આ શો પણ કરવા માંગે છે.

તમને જણાવી દઈએ કે દિવ્યાં અગ્રવાલે બિગ બોસ ઓટીટીની ટ્રોફીની સાથે 25 લાખ કેશ પ્રાઇઝ પણ જીત્યું છે.