બિગ બોસ OTT વિનર જ નહીં, જાણીતી એક્ટ્રેસ અને મોડલ પણ છે દિવ્યા અગ્રવાલ

ઓટીટી પ્લેટફોર્મ પર ધમાલ મચાવ્યા પછી કરણ જોહરનો શો બિગ બોસ ઓટીટી પૂરો થઈ ગયો છે. શોને એની પહેલી વિનર મળી ગઈ છે. દિવ્યાં અગ્રવાલ બિગ બોસ ઓટીટીની વિનર બની છે. બિગ બોસ ઓટીટીનો ખિતાબ જીત્યા પછી દિવ્યાં ખૂબ જ ખુશ છે. બિગ બોસના ટોપ 3માં દિવ્યાં અગ્રવાલ, નિશાંત ભટ્ટ અને શમિતા શેટ્ટી પહોંચ્યા હતા. નિશાંત અને શમીતાને પાછળ છોડીને દિવ્યાએ બિગ બોસ ઓટીટીના વિનરનો ખિતાબ એમના નામે કરી લીધો છે.

image socure

એ સાથે જ દિવ્યાએ સાબિત કરી દીધું છે કે એ સાચેમાં રિયાલિટી શોની કવીન છે. દિવ્યાએ બીબી ઓટીટીમાં ધમાકેદાર એન્ટ્રી કરતા જ બધાને બતાવી દીધું હતું કે એ આ શો જીતવા આવી છે અને એમને જીતી પણ લીધો છે. તો ચાલો તમને જણાવી દઈએ દિવ્યા અગ્રવાલ વિશે કેટલીક મહત્વની વાતો.

image soucre

દિવ્યાએ એમના કરિયરની શરૂઆત MTVના ડેટિંગ શો સપ્લીટ્સવિલાથી કરી હતી. આ શોથી દિવ્યાએ ઓળખ મળી હતી. એ પછી દિવ્યાએ એસ ઓફ સ્પેસમાં પણ પાર્ટીસીપેટ કર્યું હતું અને આ શોમાં પણ દિવ્યાએ વિનરનો ખિતાબ પોતાને નામ કરી લીધો હતો.

image soucre

દિવ્યાં એક એક્ટ્રેસ, મોડલ અને કોરિયોગ્રાફર પણ છે. દિવ્યા મિસ નવી મુંબઇનો ખિતાબ પણ એમના નામ કરી ચુકી છે. દિવ્યાને એક યુથ આઈકન માનવામાં આવે છે. બિન્દાસ દિવ્યાં યુથમાં ઘણી ફેમસ છે.

image soucre

તમને જણાવી દઈએ કે દિવ્યાં બિગ બોસના એક્સ કન્ટેસ્ટન્ટ પ્રિયંક શર્માને ડેટ કરી ચુકી છે. દિવ્યાં પ્રિયાંકને સપ્લીટ્સવીલા શોમાં મળી હતી. આ શોમાં બન્નેને પ્રેમ થયો હતો. પણ બિગ બોસમાંથી બહાર આવતા જ પ્રિયાંકે દિવ્યાં સાથે બ્રેકઅપ કરી લીધું હતું.

image soucre

પ્રીયાંક શર્મા સાથે લવ અફેર અને પછી અચાનક બ્રેકઅપના કારણે દિવ્યાં ખૂબ જ ચર્ચામાં રહી હતી. જો કે દિવ્યાં અને પ્રિયાંક હજી પણ સારા મિત્રો છે.

image soucre

દિવ્યાં હવે વરુણ સુદને લાંબા સમયથી ડેટ કરી રહી છે. બન્ને એકબીજાની સાથે જ રહે છે. વરુણ અને દિવ્યા ઘણીવાર એકબીજા પર પ્રેમ વરસાવતા પણ જોવા મળે છે. દિવ્યાં માટે વરુણ બિગ બોસ ઓટીટીના ઘરમાં પણ એમને મળવા આવ્યા હતા.

image soucre

રિયલ લાઈફમાં દિવ્યાં અગ્રવાલ ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે. દિવ્યાનુ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ એમના સિઝલિંગ ફોટાથી ભરેલું છે. બિગ બોસ ઓટીટીમાં પણ દિવ્યાની સ્ટાઇલ અને ફેશન સેન્સ ખૂબ જ પસંદ કરવામાં આવી છે.

image soucre

બિગ બોસ ઓટીટીની વાત કરીએ તો શોમાં કુલ 13 લોકોએ ભાગ લીધો હતો. એમાંથી ટોપ 5માં નિશાંત, શમિતા શેટ્ટી, રાકેશ બાપટ, પ્રતીક સહજપાલ અને દિવ્યાં અગ્રવાલ પહોંચ્યા હતા. પ્રતિકે બિગ બોસ 15માં સામેલ થવા માટે બીબી ઓટીટીના વિનર બનવાની રેસમાંથી પોતાને બહાર કરી લીધા હતા.

image soucre

ચોથા નંબર પર રાકેશ રહ્યા, ત્રીજા નંબર પર શમિતા શેટ્ટી આવી. નિશાંત અને દિવ્યાં ટોપ 2માં હતા જેમાંથી દિવ્યાએ બાજી મારી અને એ શોની વિનર બની ગઈ.