Divyanka Tripathiથી લઇને Hina Khan સુધી, જાણો કેટલો હતો આ ટીવી અભિનેત્રીઓનો પહેલો પગાર

જાણો દિવ્યાંકા ત્રિપાઠી, હિના ખાન, શિવાંગી જોશી, સુરભી જ્યોતિ જેવી તમારી મનપસંદ ટીવી અભિનેત્રીઓની પહેલી કમાણી શું હતી? પહેલો પગાર હંમેશાં યાદ રાખવામાં આવે છે કે તે ઓછો છે કે વધુ. આજે અમે તમને ટેલિવિઝન અભિનેત્રીઓ ના પહેલા પગાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. દિવ્યાંકા ત્રિપાઠી, હિના ખાન, શિવાંગી જોશી, સુરભી જ્યોતિ જેવી અભિનેત્રીઓને વિષે જાણીશું કે તેમનો પહેલો પગાર કેટલો હતો.

દિવ્યાંકા ત્રિપાઠી :

image source

યે હૈ મોહબ્બતેં, બાનુ મૈં તેરી દુલ્હન જેવી ટીવી સિરિયલો દ્વારા પોતાની ઓળખ બનાવનાર દિવ્યાંકા એ ઓલ ઇન્ડિયા રેડિયો પર શો હોસ્ટ કરીને પોતાના પ્રથમ પગાર તરીકે બસો પચાસ રૂપિયા ની કમાણી કરી હતી.

હિના ખાન :

image source

હિના ટેલિવિઝન સિરિયલોમાં દેખાતા પહેલા દિલ્હીના એક કોલ સેન્ટરમાં કામ કરતી હતી જ્યાં તેને ચાલીસ હજાર રૂપિયા નો પગાર મળ્યો હતો.

સુરભી જ્યોતિ :

image source

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ મેળવતા પહેલા તેણે કબૂલાત કરી હતી કે અભિનેત્રી સુરભિ રેડિયો જોકી તરીકે કામ કરતી હતી જેણે દસ હજાર રૂપિયા નો પગાર ચૂકવ્યો હતો. સુરભિ નો આ પહેલો જ પગાર હતો.

શિવાંગી જોશી :

image source

ટીવી અભિનેત્રી યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અભિનેત્રી શિવાંગી જોશી એ એક જાહેરાત નું શૂટિંગ કરીને પ્રથમ કમાણી કરી હતી. તેના બદલામાં તેમને દસ હજાર રૂપિયા મળ્યા હતા.

શ્રદ્ધા આર્ય :

image source

ટેલિવિઝન અભિનેત્રી શ્રદ્ધા આર્યા એ પણ એક જાહેરાત નું શૂટિંગ કરીને પોતાના જીવનમાં પહેલી વાર પૈસા કમાવ્યા હતા. તેની પ્રથમ કમાણી દસ હજાર રૂપિયા હતી. શ્રદ્ધા એ રિયાલિટી શો સિનેસ્ટાર ની શોધમાં પણ ભાગ લીધો હતો જેમાં તે રનર અપ રહી હતી. શ્રદ્ધાએ મૈં લક્ષ્મી તેરે આંગન કી, તુમ્હારી પાખી, ડ્રીમ ગર્લ જેવા ટીવી શોમાં કામ કર્યું હતું. 2017 થી તે સુપરહિટ સીરિયલ કુંડલી ભાગ્યમાં ડૉ.પ્રીતા ની ભૂમિકા ભજવતી જોવા મળી રહી છે.

ટીના દત્તા :

image source

ટીના દત્તા નો પહેલો પગાર પાંચસો રૂપિયા હતો જે તેમને એક પ્લે શો માં કામ કરવા બદલ મળ્યો હતો. પછી ટીના દત્તા ને ઉતરન શો મળ્યો અને આ શો એ તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલી દીધું. આજે આ અભિનેત્રી એક એપિસોડના લાખો રૂપિયા લે છે, અને ટીવી જગતમાં પ્રસિદ્ધ બની ચુકી છે.

નેહા મર્દા :

image source

નેહા મર્દાએ સીરીયલ ‘બાલિકા વધુ’ ગહનાનું પાત્ર ભજવ્યું હતું, અને તેમનું પાત્ર લોકો દ્વારા ઘણું પસંદ કરવામાં આવ્યું હતું. આ શોમાં કામ કરવા માટે નેહાને પહેલો ચેક એક લાખ તેર હજાર રૂપિયા મળ્યો હતો. આ શો પછી તેમને ‘ડોલી અરમાનો કી’ નામનો શો ઓફર થયો હતો. જેમાં તે મુખ્ય પાત્રમાં હતી. આ શો માં તેમને સારો એવો પગાર મળતો હતો.

પૂજા ગૌર :

image source

સીરીયલ ‘મન કી આવાજ પ્રતિજ્ઞા’ થી પૂજા ગૌર ને ઓળખ મળી હતી અને આજે તે ઘણી ફેમસ થઇ ગઈ છે. આજે તે જે સ્થાન ઉપર છે, ત્યાં પહોંચવા માટે તેમણે ઘણી મહેનત કરી છે. પૂજા ગૌરના જણાવ્યા મુજબ, અભિનય કરતા પહેલા તે લોકોના હાથમાં મહેંદી લગાવતી હતી અને તેમની પહેલી કમાણી પાંચસો રૂપિયા હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!