Site icon News Gujarat

દિવ્યાંકા ત્રિપાઠીની જેમ મસ્ત જીંંદગી જીવવી હોય તો વાંચી લો આ ખાસ આર્ટિકલ, ક્યારે પાર્ટનર વચ્ચે નહિં થાય ઝઘડા

દિવ્યાંકા ત્રિપાઠી ટીવી જગતની સૌથી જાણીતી અને સફળ એક્ટ્રેસ બની ચુકી છે અને આ બધું એમને સરળતાથી નથી મળ્યું. દિવ્યાંકા ત્રિપાઠીએ આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે. દિવ્યાંકા ત્રિપાઠીમાં છે એ 10 ખાસ વાતો જે એમને સફળ અને લોકપ્રિય બનાવે છે. તમે પણ શીખો દિવ્યાંકા ત્રિપાઠી પાસે એ 10 વાતો અને પોતાની જિંદગીમાં લાવો પોઝ5 ચેન્જ.

1. દિવ્યાંકા ત્રિપાઠી પોતાનું દરેક કામ પુરી મહેનતથી કરે છે.

image socure

એક્ટિંગની દુનિયામાં આવતા પહેલા દિવ્યાંકા ત્રિપાઠી ફેશન અને મોડલિંગથી વધારે સ્પોર્ટ્સ અને એડવેન્ચર ગેમ્સમાં રસ ધરાવતી હતી. એટલે સ્કૂલ અને કોલેજમાં એમને એનસીસી જોઈન કર્યું હતું. દિવ્યાંકા ત્રિપાઠીને મમ્મી પપ્પા એમને આર્મી ઓફિસર બનાવવા માંગતા હતા પણ ડેસ્ટિનીને કંઈક અલગ જ મંજુર હતું. દિવ્યાંકા ત્રિપાઠીને એમની કિસ્મત એક્ટિંગની દુનિયામાં લઈ આવી પણ દિવ્યાંકાએ પોતાની સ્પોર્ટ્સ સ્પિરિટ અહીંયા પણ જાળવી રાખી. દિવ્યાંકા ત્રિપાઠીએ પોતાની એક્ટિંગમાં એટલી તનતોડ મહેનત કરી કે ખૂબ જ ઝડપથી એ દર્શકોની ફેવરિટ બની ગઈ. તનતોડ મહેનત કઈ રીતે કરવી એ તો કોઈ દિવ્યાંકા પાસેથી શીખે.

2. સ્પોર્ટસે દિવ્યાંકા ત્રિપાઠીને જીતતા શીખવ્યું.

image soucre

એમની સૌથી મોટી ખાસિયત એ છે કે એ ક્યારેય હાર નથી માનતી. કરિયર હોય કે પર્સનલ લાઈફ, એ બંને ફ્રન્ટ પર હંમેશા આગળ વધી છે. જીવનમાં ઘણા ઉતાર ચડાવ આવ્યા પણ એ બધું સોલ્વ કરીને આગળ વધતી ગઈ અને ખુદને વધુ સફળ બનાવી. ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે મિસ ભોપાલ રહી ચુકેલી દિવ્યાંકા ત્રિપાઠીએ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં પગ મુકતા પહેલા ઉત્તરકાશીની નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગમાંથી કોર્સ કર્યો છે. એમની સ્પોર્ટ્સ સ્પિરિટ એમને ક્યારેય હાર નથી માનવા નથી દેતી. જીવનમાં જ્યારે તકલીફો આવે છે તો દિવ્યાંકા એમને હરાવવાના પ્રયત્નમાં લાગી જાય ચર અને પોતાના પ્રયત્નોથી તકલીફો પર જીત મેળવી લે છે.

3. દિવ્યાંકા ત્રિપાઠી માટે એમનો પરિવાર અને એમના સંબંધો જ એમની તાકાત છે

image soucre

કોઈપણ વ્યક્તિ એકલો આગળ નથી વધી શકતો, એને આગળ વધવા પાછળ ઘણા લોકોનો હાથ હોય છે. દિવ્યાંકા ત્રિપાઠીને મમ્મી પપ્પા, એમની મોટી બહેન અને નાનો ભાઈ હંમેશા એમની સ્ટ્રેન્થ બનીને એમની સાથે રહ્યા અને હવે એમના પતિ પણ એમને પૂરતો સ્પોર્ટ આપી રહ્યા છે

4. દિવ્યાંકા ત્રિપાઠી પોતાના પતિ વિવેક દહીયા સાથે ક્યારેય જૂઠું નથી બોલતી.

image soucre

વિવાહિત સંબંધને મજબૂત બનાવી રાખવામાં વિશ્વાસ જ સૌથી મોટી કડી છે અને એ વાત દિવ્યાંકા સારી રીતે જાણે છે એટલે એ પોતાના પતિ વિવેક દહીયા સામે ક્યારેય જૂઠું નથી બોલતી. એ કહે છે કે હું એ વાતનું હંમેશા ધ્યાન રાખું છું કે જો મારા અને વિવેક વચ્ચે કોઈ અણબનાવ થઈ જાય તો સુતા પહેલા એને સોલ્વ કરી લઉં છું. સાથે જ હું વિવેકની સામે ક્યારેય જૂઠું નથી બોલતી.

5 દિવ્યાંકા ત્રિપાઠીના પતિએ બનાવી દિવ્યાંકાને કોન્ફિડેન્ટ.

image soucre

દિવ્યાંકા કહે છે કે વિવેક મને હંમેશા સ્પેશિયલ ફિલ કરાવે સીબે. એ ખૂબ જ કેરિંગ અને સ્પોર્ટિવ છે.પહેલીવાર કોઈએ મારી જિંદગીમાં આવીને મારી આટલી ચિંતા કરી, મને એ મહેસુસ કરાવ્યું કે હું એકદમ સેફ છું. મારે કોઈપણ વસ્તુની ચિંતા કરવાની જરૂર નથી. વિવેકે મને કોન્ફિડેન્ટ બનાવી. મારા જીવનને પ્રેમ અને પોઝિટિવિટીથી ભરી દીધું.

6. દિવ્યાંકા ત્રિપાઠી પોતાને લકી સમજે છે.

image soucre

દિવ્યાંકા માને છે કે સારી ફેમીલી અને સારા મિત્રો નસીબથી મળે છે. એમની સાથે જિંદગી ખુશી ખુશી વીતી જાય છે. વિવેકને લઈને દિવ્યાંકા કહે છે કે હું ભગવાનની આભારી છું કે એમને મારા માટે બેસ્ટ વસ્તુ પસંદ કરી અને આશા કરું છું કે અમારો સાથ હંમેશા આવો જ રહે.

7. દિવ્યાંકા ત્રિપાઠીની ફેશન સેન્સ છે બધા કરતા અલગ.

image soucre

દિવ્યાંકા કોઈને કોપી નથી કરતી એમની પોતાની અલગ ફેશન સેન્સ છે. એમને ટ્રેડિશનલ અને વેસ્ટર્ન દરેક પ્રકારના આઉટફિટ પોતાના અંદાજમાં પહેરે છે એટલે એ બધા કરતા અલગ અને સ્પેશિયલ દેખાય છે.

8.દિવ્યાંકા ત્રિપાઠી નાની નાની વાતોમાં ખુશીઓ શોધે છે.

image socure

દિવ્યાંકા જાણે છે કે ખુશ કઈ રીતે રહી શકાય એટલે એ ખુશીની કોઈપણ ક્ષણ હાથમાંથી જવા નથી દેતી. પછી એ પતિ સાથે હોલીડે પર જવું હોય કે પછી પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવો, દિવ્યાંકા દરેક પળને મન ભરીને જીવે છે.

9. દિવ્યાંકા ત્રિપાઠી આજે પણ ભોપાલ સાથે જોડાયેલી છે.

દિવ્યાંકા ભલે પોતાના કામ અને કરિયરમાં વ્યસતતાના કારણે હવે ભોપાલ ઓછું જાય છે પણ આજે પણ એમનું દિલ ત્યાં જ વસે છે.

10. દિવ્યાંકા ત્રિપાઠી પરિવર્તન માટે હંમેશા તૈયાર રહે છે.

image socure

દિવ્યાંકાના જીવનમાં આવેલા દરેક પરિવર્તનને એમને દિલથી સ્વીકાર્યું અને આગળ વધી. પછી સ્પોર્ટસથી લઈને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં પગ મુકવો હોય, એક્ટિંગમાં કરિયર બનાવવું હોય કે પોતાનું લુક અને ફિગરમાં પરિવર્તન હોય, દિવ્યાંકાએ દરેક ચેલેન્જને દિલથી સ્વીકાર્યો અને જિંદગીની દરેક પરીક્ષા પાસ કરી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : दैनिक भास्कर )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version