દિવાળી પર ઘરવાળીને ગીફ્ટમાં આપો આ ધાસૂં સ્કૂટર, એવરેજ અને કિંમત જાણીને આજે જ લઈ આવશો

તહેવારોની સિઝન શરૂ થતા જ કંપનીઓ પોતાના નવા નવા મોડેલ માર્કેટમાં લાવી રહી છે અને આકર્ષક ઓફર્સ પણ આપી રહી છે. વર્તમાન સમયમાં વધતા પેટ્રોલના ભાવને કારણે લોકો પરેશાન છે. એવામાં હીરો કંપની ઈલેક્ટ્રીક સ્કૂટર લઈને આવી છે. જે તમને પેટ્રોલ ડિઝલની વધતી કિંમતોથી બચાવ છે.

શરૂઆતની કિંમત 63,990 રૂપિયા

image source

ઇલેક્ટ્રીક વ્હીકલ બનાવતી પ્રમુખ કંપની હીરો ઇલેક્ટ્રિકે પોતાનું નવુ અપડેટેડ Nyx-HX ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરી દીધુ છે. કંપનીનો દાવો છએ કે સ્કૂટર એક વાર પૂરુ ચાર્જ થયા બાદ 210 કિલો મીટરની અવરેજ આપે છે. કંપની અનુસાર આ સ્કૂટરને વર્ષોના રિસર્ચ અને ટેસ્ટિંગ બાદ માર્કેટમાં ઉતારવામાં આવી રહ્યું છે. આ સ્કૂટરની શરૂઆતની કિંમત 63,990 રૂપિયા છે. સબસિડી સાથે આ સ્કૂટર વધુ સસ્તામાં મળશે. તો આવો જાણી સ્કૂટરના ફિચર્સ વિશે.

બ્લૂટૂથ ઇંટરફેસ પણ મળશે

image sourceતો આ સ્કૂટરના ફિચર્સની વાત કરીએ તો નાના ભારના સામાનને મુકવા છતાં વાહન ચાલકને એક ઉમદા ડ્રાઇવિંગનો અહેસાસ થશે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટરના ટૉપ વેરિએન્ટના સિંગલ ચાર્જ પર 210 કિલો મીટરની એવરેજ મળે છે. તેમાં બ્લૂટૂથ ઇંટરફેસ પણ મળે છે. ગ્રાહક આ સ્કૂટરમાં પોતાના બિઝનેસ જરૂરિયાત અનુસાર તેને કસ્ટમાઇઝ કરાવી શકે છે.

ઓછા ભારના સામાનની ડિલીવરી માટે બેસ્ટ

image source

Nyx-HX એક પ્રમાણિત બી 2 બી ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે જેથી અલગ-અલગ પ્રકારના ભારે વાહનો સાથે ઉપયોગ કરી શકાય છે. કંપનીએ આ સ્કૂટરને કમર્શિયલ ઉપયોગને ધ્યાનમાં રાખતા ડિઝાઇન કર્યુ છે. પરિણામે ઓછા ભારના સામાનની ડિલીવરી માટે આ સ્કૂટર ખૂબ જ સસ્તુ સાબિત થઇ શકે છે. હીરો ઇલેક્ટ્રિકના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી સોહિંદર ગિલે કહ્યું, નવી Nyx-HX સીરીઝ એક સમજદાર ગ્રાહકની સૌથી વધુ જરૂરિયાતોને પૂરો કરવામાં સક્ષમ છે. આ સ્કૂટરમાં રનિંગ કોસ્ટ ઓછી છે, વધુ ભાર વહન કરવાની ક્ષમતા, ઇંટરસિટી રેન્જ, સ્માર્ટ કનેક્ટિવિટી ફીચર્સ છે. પેટ્રોલ ડિઝલના વધતા ભાવો સામે લડવા આ સ્કૂટર બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે.

Xiaomi એ 38000 રૂપિયામાં ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ કર્યું હતું

image source

Xiaomi Ninebotને કંપનીએ કુલ ત્રણ અલગ-અલગ વોરિએન્ટ્સમાં રજુ કર્યા હતા. Xiaomi, C40, C60 અને C80થી ત્રણ અન્ય મોડલ પણ ઉપલબ્ધ. Ninebot C30 ઈલેક્ટ્રીક સ્કૂટરને કંપનીએ સૌથી પહેલા ઘરેુલ બજાર ચીનમાં ઉતાર્યું હતું. જો આને અત્યાર સુધીનું સૌથી સસ્તુ ઈલેક્ટ્રીક સ્કૂટર કહેવામાં આવે તો તે ખોટું ન કહેવાય. પોતાની ઓછી કિંમતના કારણે આ સ્કૂટર આ સેગમેન્ટની અન્ય પ્રોડક્ટ્સને સારી એવી ટક્કર આપી શકે છે.

સ્કૂટરની ટોપ સ્પીડ 25KM

Xiaomi Ninebotને કંપનીએ કુલ ત્રણ અલગ-અલગ વોરિએન્ટ્સમાં રજુ કર્યા છે. Xiaomi, C40, C60 અને C80થી ત્રણ અન્ય મોડલ પણ ઉપલબ્ધ છે. તેના ફ્રન્ટ વ્હીલમાં કંપનીએ ડિસ્ક બ્રેક અને પાછળના ટાયરમાં ડ્રમ બ્રેક આપી છે. આ સ્કૂટરમાં સિંગલ સીટનો વિકલ્પ આપવામાં આવ્યો છે. શાઓમીના આ સ્કૂટરમાં 400Wની મોટર આપવામાં આવી છે, જે 40Nm ટોર્ક જનરેટ કરે છે. સ્કૂટરની ટોપ સ્પીડ 25KM છે. એકવાર ફૂલ ચાર્જ થયા બપાદ સ્કૂટર 35 કિમી ચાલી શકે છે. સ્કૂટરની બેટરીને નીકાળી પણ શકાય છે. સાથે સ્કૂટર માટે ડ્રાઈવિંગ લાયસન્સ પણ જરૂર નહીં રહે.

હાલમાં આ સ્કૂટર ચીનમાં જ લોન્ચ થયુ છે

image source

શાઓમીએ હાલમાં આ સ્કૂટર ચીનમાં જ લોન્ચ કર્યું છે. કંપની અન્ય માર્કેટમાં આ લોન્ચ કરશે, અથવા નહીં આ મામલે કંપનીએ ઓફિશિયલી કોઈ જાણકારી આપી નથી. ભારતના સ્માર્ટ ફોન માર્કેટમાં શાઓમીનું ખુબ મોટુ માર્કેટ શેર છે. જેમ-જેમ દુનિયામાં પ્રદુષણ વધી રહ્યું છે, તેમ જ ઓટોમોબાઈલ સેક્ટર પણ હવે પ્રદુષણ રહિત વાહન બનાવવા પર વધારે ધ્યાન આપી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત