દિવાળીમાં આટલા રહી શકે છે સોનાના ભાવ, જાણો એક્સપર્ટ્સનું મંતવ્ય

કોરોના મહામારી અને અમેરિકી સરકારમાં આવી રહેલા ફેરફારને કારણે છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તહેવારની સીઝનમાં જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમે દિવાળી સુધી રાહ જોઈ શકો છો.

દિવાળી સુધી ચાલુ રહેશે વધધટની સ્થિતિ

image source

મોતીલાલ ઓસવાલ ફાયનાન્શિયલ સર્વિસિઝના કોમોડિટી વાઈસ પ્રેસિડન્ટ નવનીત દમાણીના અનુસાર જો તમને લાગી રહ્યું છે કે સોનું સસ્તુ થશે અથવા પહેલાના સ્તરે આવી જશે તો આ અંદાજ ખોટો હોઈ શકે છે. સાથે શેરબજારમાં પણ સોનાની ચાલને લઈને ભૂલ થઈ શકે છે.સોનાના ભાવ ઉંચાઈથી ઘટીને 50000 પર સ્થિક છે તો અન્ય તરફ ચાંદી 60000 રૂપિયાની આસપાસ છે. આવનારા સમયમાં તેમાં વધ ધટની સ્થિતિ કાયમ રહી શકે છે. દિવાળી સુધી સોનાની કિંમતોમાં કોઈ મોટો વધારો કે ઘટાડો થવાની શક્યતા નથી. દિવાળી પર પણ સોનું 50000-52000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી રહેવાની શક્યતા છે.

થોડા સમય માટે છે સોનામાં ઘટાડો

image source

મહામારીના કારણે દુનિયાભરના સ્ટોક માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. બજારોમાં સ્થિર કારોબાર છે. ધીરે ધીરે શેરબજારોમાં રિકવરી આવી રહી છે. કરન્સી માર્કેટમાં પણ રિકવરી જોવા મળી છે. કોમોડિટી બજાર પણ સારો કારોબાર છે, સોનાની કિંમતોમાં ઝડપથી ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે.સર્રાફા બજારમાં સોના પોતાના ઓલ ટાઈમ હાઈથી 30 સપ્ટેમ્બર સુધી 5684 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે. ચાંદી પણ પોતાના શિખરથી 16034 રૂપિયા સસ્તું થયું છે.

image source

સોનાની કિંમતો અત્યારે 50 હજાર રૂપિયાની આસપાસ જોવા મળી રહી છે. સપ્ટેમ્બરમાં સોનું પોતાના રેકોર્ડ હાઈથી 5684 રૂપિયા સસ્તુ થયું છે. આવનારા દિવસોમાં પણ શું ભાવ ઘટવાની શક્યતા છે? દિવાળી સુધી સોનાનો ભાવ કેટલો ઘટશે તે અંગે એક્સપર્ટ્સ પણ વિચારમાં છે.

રૂપિયાની મજબૂતીના કારણે સસ્તુ થયું સોનું

image source

એક્સપર્ટ્સનું માનવું છે કે સ્ટિમુલસ પેકેજથી શેરબજારમાં પણ વધારો આવ્યો છે. પરંતુ આ વાસ્તવિક વધારો નથી. સોનાની કિંમતોમાં જે ઘટાડો આવ્યો છે તેની પાછળનું કારણ છેલ્લા 2 મહિનામાં રૂપિયાની મજબૂતી આવી છે. રૂપિયા પણ 73-74 રૂપિયા પ્રતિ ડોલરની રેન્જમાં છે. કોરોનાની મહામારીના કારણે આ 78 રૂપિયા પ્રતિ ડોલરની રેન્જ સુધી પહોંચી ગયો હતો. રૂપિયામાં પરત આવેલી મજબૂતીથી પણ સોનાની કિંમત ઘટી છે. ડોલરમાં વધારો થયો છે તો લોન્ગ ટર્મમાં સોનાની કિંમત ઝડપથી વધશે. આવનારા વર્ષ સુધી સોનું 60-70 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે.

દેશમાં અત્યારે ઘટ્યો છે સોનાનો ભાવ, ગ્રાહકો લઈ રહ્યા છે લાભ

image source

જ્યારે દેશમાં લોકડાઉન હતું ત્યારે સોનાનો ભાવ 58 હજારની સપાટીને પાર કરી ગયો હતો પરંતુ આજે સોનાના ભાવની વાત કરવામાં આવે તો 52500 છે અને 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 48,070 રૂપિયા છે. ત્યારે ચાંદીની વાત કરવામાં આવે તો ચાંદી 1 કિલો નો ભાવ 62500 આસપાસ બોલાઈ રહ્યો છે. 3 મહિના પહેલા જે સોના ચાંદીનો ભાવ આસમાને પહોંચી ગયો હતો.

image source

અત્યારે વૈશ્વિક બજારોમાં મંદીને કારણે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક તરફ તહેવારોની સિઝન આવે છે અને તેનો જ ફાયદો અત્યારે ગ્રાહકો ઉઠાવી રહ્યા છે. હાલમાં સોનાનો ભાવ 52500 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 48070 રૂપિયા છે અને ચાંદીના ભાવ 62500 પ્રતિ કિલો છે. સોનાના ભાવમાં ઘટાડો જોવા મળતા બજારમાં ઘરાકી જોવા મળી રહી છે.