દિવાળી પહેલા કાર લેવાનું વિચારી રહ્યા છો? તો ઓછા બજેટમાં આ કાર છે તમારા માટે બેસ્ટ, કરી લો એક વાર નજર

દિવાળીના તહેવાર પર આપણે અનેક વસ્તુ ખરીદતા હોઈએ છીએ. પરંતુ જો નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ અને બજેટ 10 લાખથી ઓછું હોય તો માર્કેટમાં અનેક વિકલ્પ ઉપલબ્ધ છે. જેના પર તમે પસંદગી કરી શકો છો. ફેસ્ટિવ સીઝનની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે કાર પર ઓફર્સની શરૂઆત પણ થઈ ગઈ છે. જોકે, કોરોનાને કારણે લોકોના બજેટ પર સૌથી વધુ અસર પડી છે. એવામાં અત્યારે બધાં જ ઓછાં બજેટમાં આવતી કારો ખરીદી રહ્યાં છે. જેથી આજે અમે તમને 4 લાખથી ઓછી કિંમતની ધાંસૂ કાર વિશે જણાવી રહ્યાં છે.

Renault Kwid

image source

રેનો ક્વિડમાં બે એન્જિન ઓપ્શન ઉપલબ્ધ છે. જેમાં પહેલું 0.8 લિટરનું 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે જે 54 એચપી મહત્તમ પાવર અને 72 ન્યુટન મીટરનો પીક ટોર્ક જનરેટ કરે છે. બીજા એન્જિનની વાત કરીએ તો તેમાં 1.0-લિટરના 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે જે 68 એચપીની મહત્તમ પાવર અને 91 ન્યૂટન મીટરનું પીક ટોર્ક જનરેટ કરે છે. ખાસ વાત એ છે કે બંને એન્જિન મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનથી સજ્જ છે.

ફીચર્સ

image source

ક્વિડ સેફ્ટી માટે એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રીબ્યૂશન, સીટ બેલ્ટ રિમાઇન્ડર, સ્પીડ એલર્ટ સિસ્ટમ સાથે ડ્રાઇવર એર બેગ જેવી સ્ટાન્ડર્ડ સેફ્ટી સુવિધાઓ પ્રદાન કરે છે. કારના ટોપ વેરિએન્ટની વાત કરીએ તો તેમાં તમને રીયર પાર્કિંગ કેમેરા, 8 ઇંચની ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે, જે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરે છે.

ઓફર અને કિંમત

image source

આ કારની માઈલેજ 25 kmpl છે. જ્યારે કાર 2.99 લાખ રૂપિયા (એક્સ શોરૂમ)ની કિંમતે ઉપલબ્ધ છે.

Maruti Suzuki Alto

image source

મારુતિ અલ્ટોમાં 0.8 લીટર પેટ્રોલ એન્જિન છે. અલ્ટોનું એન્જિન 47 hpનો પાવર અને 69 Nm ટોર્ક જનરેટ કરે છે. અલ્ટોમાં સીએનજી વર્ઝનનો ઓપ્શન મળે છે. અલ્ટોની માઈલેજ પેટ્રોલ વર્ઝનમાં 22.05 કિલોમીટર પ્રતિ લીટર છે. મારુતિ અલ્ટો 3445 mm લાંબી, 1490 mm પહોળી અને 1475 mm ઉંચી છે, જ્યારે તેનો વ્હીલબેઝ 2360 mm છે.

ફીચર્સ

image source

અલ્ટોમાં એસી, ફ્રન્ટ પાવર વિન્ડો, એબીએસ, ઈબીડી, રિયર પાર્કિંગ સેન્સર્સ, સીટ બેલ્ટ રિમાઈન્ડર અને સ્પીડ એલર્ટ સિસ્ટમ જેવા ફીચર આપવામાં આવ્યા છે. અલ્ટોમાં 7 ઈંચનું ટચસ્ક્રીન ઈન્ફોટેઈન્મેન્ટ સિસ્ટમ આપવામાં આવ્યું છે.

કિંમત
મારુતિ અલ્ટોની કિંમત 2.95 લાખથી 4.36 લાખ રુપિયા વચ્ચે છે. આ કાર ચાર વેરિયન્ટ્સ લેવલમાં ઉપલબ્ધ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત