દિવાળી પહેલાં જ ગોવાની ફ્લાઇટના ભાડમાં થયો ધરખમ વધારો, લેટેસ્ટ ભાડુ જાણીને તમે પણ કેન્સલ કરી દેશો તમારો પ્રોગ્રામ

કોરોનાને લીધે દિવાળીની રજાઓમાં આ વર્ષે દૂરનાં સ્થળોએ ફરવા જવાનું લોકો ટાળી રહ્યા છે. અમદાવાદથી અન્ય શહેરોમાં જતી ફ્લાઈટમાં હજુ પણ બુકિંગ મળે છે, પણ દિલ્હી, ગોવા સહિત કેટલાંક શહેરોનાં ભાડાંમાં વધારો થયો છે. દિવાળી પહેલાં ડિમાન્ડ વધતાં ભાડામાં હજુ વધારો થવાની શક્યતા છે.

image source

અમદાવાદથી દિલ્હીનું રેગ્યુલર ભાડું 3000થી 3500 રૂપિયાની સામે હાલ 8000 રૂપિયાને પાર કરી ગયું છે. એ જ રીતે કેરળ અને ગોવા જતી ફ્લાઈટનાં ભાડાંમાં પણ વધારો થયો છે. એની સામે અમદાવાદથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો હાઉસફુલ થઈ ગઈ છે અને ટિકિટ પણ મળતી નથી. એની સામે અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનોમાં સીટ હજુ પણ ખાલી પડી રહી છે.

image source

આ વર્ષે કોરોના મહામારીને પગલે ઇન્ટરનેશનલ ફ્લાઈટો બંધ છે, તેથી વિદેશ ફરવા જવા કોઈ ડિમાન્ડ નથી. જ્યારે અન્ય રાજ્યોમાં ફરવા જતા લોકોની સંખ્યા હાલ ઓછી છે. મોટા ભાગના લોકોએ પોતાના વાહનથી જ ગુજરાતમાં કે નજીકનાં સ્થળોએ ફરવાનું નક્કી કરતાં આવા ટૂરિસ્ટ સ્થળોએ મોટા ભાગનું બુકિંગ ફુલ થઈ ગયું છે. સરકારે પણ ધીમે ધીમે છૂટ આપતાં હવે ગોવા અને કેરળની ડિમાન્ડ વધી રહી છે. અમદાવાદથી ગોવા અને ત્રિવેન્દ્રમ જતી ફ્લાઈટોનાં ભાડાંમાં પણ હવે વધારો શરૂ થઈ ગયો છે. જ્યારે ઉત્તર ભારતની ટ્રેનો ફુલ થતાં હવે વારાણસી અને લખનઉ જતી ફ્લાઈટમાં લોકોએ બુકિંગ શરૂ કરાવ્યું છે તેમ છતાં હજુ એમાં સીટ મળી રહી છે. ટ્રેન દ્વારા અમદાવાદથી દિલ્હી જવા માટે દિવાળી પહેલાં રાજધાની એક્સપ્રેસમાં સીટ ઉપલબ્ધ છે, એની સામે આશ્રમ એક્સપ્રેસ અને ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ હાઉસફુલ થઈ ગઈ છે. એ જ રીતે અમદાવાદથી મુંબઈ જવા માટે સીટ ઉપલબ્ધ છે, પરંતુ રાજસ્થાન તરફથી આવી મુંબઈ તરફ જતી ટ્રેનો ફુલ થઈ ગઈ છે.

image source

અમદાવાદથી મુખ્ય શહેરોનું વિમાન ભાડું

શહેર – રેગ્યુલર ભાડું રૂ. – વધેલું ભાડું રૂ.

ગોવા –  3000-3500   –   6000-6500

ત્રિવેન્દ્રમ –  4000-4500   –   6500-7000

દિલ્હી  – 2500-3000   –   7500-8000

મુંબઈ   – 2500-3000   –   6000-6500

વારાણસી  – 3500-4000   –  5500-6000

image source

ઉત્તર ભારતની ટ્રેનોમાં લાંબું વેઈટિંગ લિસ્ટ

શહેર – સીટિંગ – સ્લીપર – થર્ડ AC – સેકન્ડ AC

દિલ્હી –  101 –  304 –  120 –  38

વારાણસી –  115 – 340 –  111-  47

પટના –   106 –    350 –   168 –   68

હાવડા –   41 –     139 –    35 –    17

પુરી –       26 –      79 –      10   – 5

કોઇ પણ એરલાઇન્સ મહત્તમ કેટલું એરફેર મુસાફર પાસેથી વસુલી શકશે તેની પણ કેન્દ્રિય ઉડ્ડયન મંત્રાલય દ્વારા ગાઇડલાઇન જારી કરવામાં આવી છે. જેના અનુસાર ૪૦ મિનિટના અંતરની ફ્લાઇટ હોય તો લઘુતમ રૃપિયા ૨ હજાર, મહત્તમ રૃપિયા ૬ હજારનું ભાડું છે. આ જ રીતે ૪૦થી ૬૦ મિનિટ માટે રૃપિયા ૨૫૦૦થી રૃપિયા ૭૫૦૦, ૬૦થી ૯૦ મિનિટ માટે રૃપિયા ૩ હજારથી રૃપિયા ૯ હજાર, ૯૦થી ૧૨૦
મિનિટ માટે રૃપિયા ૩૫૦૦થી રૃપિયા ૧૦ હજાર, ૧૨૦થી ૧૫૦ મિનિટ માટે રૃપિયા ૪૫૦૦થી રૃપિયા ૧૩ હજાર, ૧૫૦થી ૧૮૦ મિનિટ માટે રૃપિયા ૫૫૦૦થી રૃપિયા ૧૫૭૦૦ અને ૧૮૦થી ૨૧૦ મિનિટ માટે રૃપિયા ૬૫૦૦થી રૃપિયા ૧૮૬૦૦નું એરફેર નક્કી કરાયું છે.

image source

આ મર્યાદામાં રહીને પણ એરલાઇન્સ દ્વારા વન-વે એરફેર સામાન્ય દિવસોની સરખામણીએ બમણાથી વધુ એરફેર વસુલવામાં આવી રહ્યું છે. આ અંગે એક ટ્રાવેલ એજન્ટે જણાવ્યું કે, ‘લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું તેના લીધે અનેક લોકો પોતાના વતનથી દૂર ફસાઇ ગયા હતા. હવે એરલાઇન્સ શરૃ થતાં જ તેઓ સ્વાભાવિકપણે શક્ય તેટલી પહેલી ફ્લાઇટમાં વતન પરત ફરવાનો પ્રયાસ કરે. જેના કારણે ૨૫ મેની અનેક રૃટની ટિકિટ વેચાઇ ગઇ છે. હવે જૂનના બીજા સપ્તાહ સુધીમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પણ શરૃ થવાની સંભાવના છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત