દિવાળી પહેલા લઇ લેજો ચાંદી, નહિં તો પછી આપવા પડશે વધારે રૂપિયા

ગ્રામીણ તેમજ ઔધોગિક માંગમાં વધારો થવાથી ચાંદીના ભાવ દિવાળી સુધી આસમાને પહોચશે, વિક્રમી સપાટી ૬૦૦૦૦ સુધી થઇ શકે છે

કોરોના વાયરસના કહેર વચ્ચે હવે ધીરે ધીરે જયારે માર્કેટ સામાન્ય થવા તરફ આગળ વધી રહ્યું છે, એવા સમયે હાલમાં ચાંદીના ભાવ ઊંચકાઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ભૂતકાળમાં ૧૦ ગ્રામદીઠ સોના સામે ચાંદીના ભાવ સસ્તા થયા હતા. જો કે હવે ફરી એક વાર આ ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ચાંદીના ભાવમાં હવે આવેલા ઉછાળા પ્રમાણે વર્તમાન સમયમાં ભાવ ૫૩,૦૦૦ને વટાવી ગયા છે. જો કે આજે આ વધતી ગતિને બ્રેક લાગી ગઈ છે. આ બાબતે નિષ્ણાંતોનું એવું માનવું છે, કે અનલોક પછી થોડાક મહિનાઓ સુધી ચાંદીના ભાવમાં આવેલા આ ઉછાળની સ્થિતિ યથાવત રહેશે. જો કે આ ભાવ ઊંચકાઈને દિવાળી સુધીમાં ૬૦૦૦૦ પાર કરી જાય એવી સંભાવના પણ છે.

image source

ઓછા પુરવઠાને કારણે ચાંદીની માગમાં વધારો

વૈશ્વિક ચાંદી અધ્યયન ૨૦૨૦ મુજબ, વર્ષ ૨૦૧૯માં પણ ચાંદીનો પુરવઠો બજાર માંગની સામે ૯૭૩ ટન જેટલો ઘટ્યો હતો. આ આધારે સિલ્વર ઈન્સ્ટીટ્યુટે હવે અંદાજ મૂક્યો છે કે, વર્ષ ૨૦૨૦ માં ચાંદીની ખાણમાંથી નીકળતી ચાંદીમાં હવે ૭ ટકા જેટલો ઘટાડો થશે. ઉલ્લેખનીય છે કે બજારમાં વધી રહેલી માંગની તુલનામાં ઓછા પુરવઠાને કારણે ચાંદીની માગમાં વધારો થઈ રહ્યો છે.

image source

સોનાની કિંમત વધવાથી ચાંદીની માંગ વધે છે

ચાંદીના વધતા ભાવ અંગે બુલિયન નિષ્ણાંતો માને છે કે વૈશ્વિક ક્ષેત્રે ઔધોગિક માંગમાં તેમજ દેશમાં ઝવેરાતમાં પણ આ વખતે ચાંદીની માંગ મજબુત રહેવાની આશાઓ દેખાઈ રહી છે. સામાન્ય રીતે ચાંદીની માંગ સોનાની કિમતો સાથે સીધો સબંધ ધરાવે છે. જ્યારે પણ સોનાની કિમતમાં ઉછાળો આવે છે, ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં ચાંદીના ઝવેરાતની માંગમાં ઉછાળો આવે છે.

image source

રોકાણકારોનો રસ હવે સોનાને બદલે ચાંદીમાં

વધતી ચાંદીના ભાવને લઈને કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયાએ મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષ 2013માં ચાંદીનો ભાવ રૂ. 50,000ની ઉપર ગયો હતો, ત્યારે પણ સોના-ચાંદીના ભાવનો ગુણોત્તર ઘટીને 31 થઈ ગયો હતો. આ વર્ષે માર્ચમાં, આ ગુણોત્તર 127ની ઐતિહાસિક ટોચ પર પહોચ્યો હતો, જો કે હવે તે ફરી ૯૬ પર આવી ગયો છે. આ પ્રમાણ દર્શાવે છે કે રોકાણકારોનો રસ હવે સોનાને બદલે ચાંદીમાં વધી રહ્યો છે. જો કે મોટાભાગની ચાંદીના ઝવેરાતોની માંગ ગ્રામીણ વિસ્તારમાંથી આવે છે. આ વખતે સારા ચોમાસાના કારણે માંગમાં વધારો થશે. વળી સોનાના ભાવ ઊંચા હોવાના કારણે, આ વખતે લોકો તહેવારમાં પણ સોનું ખરીદશે નહિ.

image source

ચાંદીના ભાવ કયા કારણે વધ્યા?

આ કારણો પાછળ મુખ્ય કારણ છે, મોટા પાયે થયેલ સોનાના ભાવમાં વૃદ્ધિ, આ ભાવ વધારાના પરિણામે હવે સોનું ખરીદતા ગ્રાહકોની માંગ સોનામાંથી ઘટીને ચાંદીમાં વધી ગઈ છે. જો કે ચાંદીના દાગીનાની સૌથી વધારે માંગ ગ્રામીણ વિસ્તારમાંથી આવતી હોય છે, સારી ઉપજના કારણે માંગમાં વધારો થઇ શકે છે. આ વખતે લોકડાઉનના કારણે ઔદ્યોગિક ઉત્પાદન ઠપ થઇ જવાના કારણે ચાંદીની ઔદ્યોગિક માગ પણ બંધ થઈ ગઈ હતી. જે હવે અનલોક બાદ ફરીથી વધવા પામી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત