દિવાળી પર ગ્રહોનો દુર્લભ સંયોગ, જાણી લો ધનતેરસથી લઈને ભાઈબીજ સુધીની સાચી તારીખો

ગુજરાતી કેલેન્ડર મુજબ, દિવાળીનો પવિત્ર તહેવાર આસો મહિનાના કૃષ્ણ પક્ષના અમાસના દિવસે ઉજવવામાં આવે છે. હિન્દુઓનો સૌથી મોટો તહેવાર દિવાળીને તહેવારોની માળા પણ કહેવાય છે. પાંચ દિવસનો આ તહેવાર માત્ર દીપાવલી અને નવા વર્ષ પૂરતો મર્યાદિત નથી પરંતુ મહાપર્વ લાભ પાંચમ સુધી ચાલુ રહે છે. દિવાળીના દિવસે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વિધિ વિધાન દ્વારા આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ધન ધાન્યની કોઈ કમી રહેતી નથી. આ વખતે દિવાળીનો પવિત્ર તહેવાર 4 નવેમ્બર 2021ને ગુરુવારે આવે છે. એવામાં ચાલો જાણી લઈએ દિવાળી પછી અને દિવાળી પહેલા આવતા તહેવારોની તારીખ અને શુભ મુહૂર્ત

ગુજરાતી પંચાંગ મુજબ, દિવાળીનો પવિત્ર તહેવાર આસો મહિનાના કૃષ્ણ પક્ષના અમાસના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ધનની દેવી લક્ષ્મી અને ગણેશની પૂજા કરવામાં આવે છે, જે દિપાવલી પૂજા અને લક્ષ્મી ગણેશ પૂજા તરીકે ઓળખાય છે. આ વખતે દીપાવલીનો પવિત્ર તહેવાર 4 નવેમ્બર 2021, ગુરુવારે છે. અમાસની તિથિ ગુરુવાર, 4 નવેમ્બર 2021 ના રોજ 06:03 થી શરૂ થશે અને 05 નવેમ્બર 2021, શુક્રવારે 02:44 વાગ્યે સમાપ્ત થશે. ચાલો દિપાવલીના પૂરા પાંચ દિવસનું કેલેન્ડર જાણીએ.

ધનતેરસ

image soucre

દિવાળીની શરૂઆત ધનતેરસથી થાય છે. ગુજરાતી પંચાંગ મુજબ, ધનતેરસનો તહેવાર આસો મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તારીખે ઉજવવામાં આવે છે. આ વખતે તે મંગળવાર, 2 નવેમ્બર, 2021 ના રોજ છે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ધનવંત્રીની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય ધન ધાન્યની અછત સર્જાતી નથી. આ દિવસે પૂજાનો સમય સાંજે 6:37 થી 8:34 સુધીનો છે.

કાળી ચૌદશ

image source

દિવાળીના એક દિવસ પહેલા એટલે કે 3 નવેમ્બર 2021ને બુધવારે નરક ચતુર્દશી એટલે કે કાળી ચૌદશ મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે દીવો કરીને અકાળ મૃત્યુના ભયથી મુક્તિ તેમજ સારા સ્વાસ્થ્ય માટે લોકો યમરાજની પૂજા કરે છે.

દિવાળી

image source

આ વખતે દીપાવલીનો પવિત્ર તહેવાર 4 નવેમ્બર 2021, ગુરુવારે છે. આ દિવસે અમાસની તિથિ ગુરુવાર, 4 નવેમ્બર 2021 ના રોજ 06:03 થી શરૂ થશે અને 05 નવેમ્બર 2021, શુક્રવારે સવારે 02:44 વાગ્યે સમાપ્ત થશે.

નવું વર્ષ

image soucre

ગુજરાતી પંચાંગ અનુસાર દિવાળીના બીજા દિવસને નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતી લોકોનું આ નવું વર્ષ ગણવામાં આવે છે. આ વખતે 5 નવેમ્બર 2021ને શુક્રવારે નવું વર્ષ આવે છે.

ભાઈ બીજ

image soucre

નવા વર્ષના બીજા દિવસે ભાઈબીજનો તહેવાર ઉજવવામાં આવે છે આ વખતે ભાઈબીજનો પવિત્ર તહેવાર 6 નવેમ્બર 2021ને શનિવારે છે.