કોરોના દર્દીનો ઈલાજ કરનાર ડોક્ટર સાથે થયો પ્રેમ, પછી શું થયુ તે જાણીને દંગ રહી જશો તમે પણ

કોરોનાના દર્દીને ઈલાજ કરનાર ડોક્ટર સાથે થયો પ્રેમ, પછી શું થયું જાણીને દંગ રહી જશો.

image source

કોરોના વાયરસની આ મહામારીમાં પ્રેમની ઘણી કહાનીઓ પણ લખાઈ છે. કહેવાય છે કે પ્રેમ માટે કોઈ ખાસ પ્રકારના વાતાવારની જરૂર પડતી નથી. એ બસ સ્થિતિ પરિસ્થિતિઓના બંધનને સ્પર્શ્યા વગર થઇ જાય છે. વૈશ્વિક સંકટના આ સમયમાં જ્યારે લોકોનું જીવન ખુશીઓના માર્ગ પરથી ધીરે ધીરે નીચે ઉતરી રહ્યું છે, ત્યારે પ્રેમીઓ પર આનો કોઈ જ અસર જોવા મળતો નથી. આવી જ એક ખબર આવી છે મીશ્ર (ઈજીપ્ત)થી જ્યાં એક કોરોના દર્દીને પોતાનો ઈલાજ કરનાર ડોક્ટર સાથે જ પ્રેમ થઇ ગયો હતો. જો કે આવા સમયે પણ પ્રેમીએ જરાય સમય ન બગાડતા પોતાના ઈલાજમાં લાગેલી ડોક્ટરને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

મરીજ અને ડોક્ટર વચ્ચે પાંગર્યો પ્રેમ

image source

મિશ્રમાં તેમજ આખાય વિશ્વમાં અત્યારે કોરોના મહામારીના કારણે ભયનું વાતાવરણ ઉભું થયેલું છે. લોકો પોતાના જીવન જીવવા માટે જંગ લડી રહ્યા છે, તેમ જ કોરોનામાં સપડાતા લોકો જ્યારે હોસ્પિટલો તરફ જઈ રહ્યા છે ત્યારે મિશ્રમાં આનાથી બિલકુલ ઉલટો જ પ્રસંગ જોવા મળ્યો છે. અહી એક વ્યક્તિ હોસ્પીટલમાં આવ્યો તો હતો કોરોનાનો ઉપચાર કરાવવા પણ ઈલાજ કરવા વાળી ડોકટરના જ પ્રેમમાં પડી ગયો હતો.

ડોક્ટર મોહમ્મદ ફહમીને કોરોના વાયરસના સંક્રમણના કારણે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ મરીજનો ઈલાજ કરવાની જવાબદારી એક મહિલા ડોક્ટરને આપાઈ હતી. જો કે કોરોનાના ઈલાજ દરમિયાન મરીજ મોહમ્મદ ફહમીનું દિલ ડોક્ટર આયા મિસ્બાહ પર આવી ગયું હતું. સતત સાથે રહેવાના કારણે ફહમી મીસ્બાહના પ્રેમમાં પડી ગયા હતા.

હોસ્પિટલમાં જ આપ્યો લગ્નનો પ્રસ્તાવ

image source

લગભગ બે મહિના સુધી મહમ્મદ ફહમીનો ઈલાજ આ જ ડોક્ટરની દેખરેખમાં ચાલ્યો હતો, ત્યાર બાદ એમની બીમારી પણ ઠીક થઇ હતી. જો કે એમણે જરાય રાહ જોયા વગર પોતાનો જીવ બચાવનાર ડોક્ટર સામે લગ્ન માટેનો પ્રસ્તાવ મુક્યો હતો. તો આ સામે જ મહિલા ડોકટરે પણ ખુશી ખુશી આ લગ્નના પ્રસ્તાવને સ્વીકારી પોતાની સહમતિની મોહર મારી હતી. મહમ્મદ ફહમીએ આયા મીસ્બાહના હા કરતાની સાથે જ, પોતાના નામની વીંટી હોસ્પીટલમાં જ પ્રેમિકા ડોક્ટરને પહેરાવી દીધી હતી. વૈશ્વિક મહામારીના ડર વચ્ચે આવેલી રોમેન્ટિક અને પ્રેમની આ ઘટનાના સમાચારે લોકોને એટલા ખુશ કર્યા હતા કે આ ખબર સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ ગઈ.

image source

આ ખબર વાયરલ થતા જ લોકોએ એમને બધાઈ આપવાનું પણ શરુ કરી દીધું હતું. તેમ જ લોકોએ આ પ્રેમી જોડાને શુભેચ્છાઓ પાઠવીને એમના સફળ જીવન માટેની કામનાઓ પણ કરી હતી.

Source: dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત