કોરોનામાં ડોક્ટરો કરે એ કોઈથી ન થાય, એક ટાઈમ જમીને 16 કલાક કરવાનું કામ, 5 કલાક જ ઉંઘ અને પરિવાર તો દૂરની વાત

કોઈ પર કોમેન્ટ પાસ કરવી અને કામ કરવું એ બન્ને વાતમાં ખુબ જ ફરક છે. ઘરની ચાર દિવાલ વચ્ચે બેસીને આપણે કોઈપણ વિશે જેવું તેવું બોલી શકીએ છીએ. પરંતુ ખરેખર એ માણસ જે કામ કરે છે એ કરવા માટે કેટલી હિમત્ત જોઈએ એનું આપણે ભાન પણ નથી હોતું. ત્યારે આજે કોરોના કાળમાં કંઈક એવી જ સ્થિતિ છે ડોક્ટરની. કે જેઓ છેલ્લા એક વર્ષ કરતાં પણ વધારે સમયથી લોકોની સેવામાં ખડેપગે છે, છતાં તેના વિશે લોતો અપશબ્દ પણ વાપરતા ખચકાતાં નથી.

image source

ત્યારે. કોરોનાની બીજી લહેરમાં ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ સતત ખડેપગે રહી દર્દીઓની સારવાર કરી રહ્યો છે. ડોક્ટરો 15થી 16 કલાકની ડયૂટી કરી રહ્યા છે. છેલ્લા દોઢ મહિનાથી તેમણે પરિવાર સાથે સમય નથી વિતાવ્યો અને એક દિવસ પણ રજા લઈ આરામ નથી કર્યો. ઓક્સિજન, ઇન્જેક્શન અને બેડની અછત વચ્ચે પણ તેઓ દરેક દર્દીની સારવાર કરવા માટે સતત કાર્યરત રહ્યા છે.

આ રીતે આખા દેશમાં ડોક્ટરો પોતાની ફરજ નિષ્ઠાપુર્વક નિભાવી રહ્યા છે. ત્યારે કોરોના વોરિયર્સ એવા સિમ્સ હોસ્પિટલના સિનિયર પલ્મોનોલોજિસ્ટ અને ક્રિટિકલ કેર એક્સપર્ટ ડોક્ટર પ્રદીપ ડાભીએ હાલમાં પોતાની વાત લોકો સાથે શેર કરી બતી અને કઈ રીતે કોરોનાની ઘાતક લહેરમાં દર્દીઓની સારવાર અને કામગીરી ચાલી રહી છે એના વિશે જણાવ્યું હતું.

image source

ડો.પ્રદીપે વાત કરી હતી કે કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. પહેલી લહેરમાં ડોક્ટર પાસે પૂરતાં સાધનો, બેડ અને દર્દીઓ આટલા ગંભીર હાલતમાં આવતા ન હતા. જોકે આ વખતે ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યામાં પણ ખુબ જ વધારો થતો જોવા મળ્યો છે.

આ સાથે જ પ્રદીપ વાત કરે છે કે અપૂરતાં સાધનો જેવાં કે ઓક્સિજન, ઇન્જેક્શનની અછત હોવા છતાં ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ દર્દીઓની સારવાર અને તેમનો જીવ બચાવવા સતત ખડેપગે હોય છે. ICU અને OPD સહિતની કામગીરી 24 કલાક ચાલુ હોય છે. સિમ્સ હોસ્પિટલમાં 8 ડોક્ટરોની ટીમ છે, જે સતત રાઉન્ડ ધ કલોક કામગીરીમાં જોડાયેલી છે.

image source

વધતા કોરોના કેસ વિશે વાત કરી કે માર્ચ મહિનાના બીજા અઠવાડિયાથી કોરોનાના કેસો એકદમ વધવા લાગ્યા હતા અને અત્યારે એકદમ પીક પર પહોંચી ગયા છે. સિમ્સ હોસ્પિટલમાં રોજના 200થી વધુ દર્દીઓ દાખલ થવાની ઇન્કવાયરી આવે છે. જ્યારે કોઈ દર્દીને બેડ અને અપૂરતા સાધનને કારણે સારવાર માટે ના પાડવી પડે ત્યારે એક ડોક્ટર તરીકે ખૂબ જ દુઃખ થાય છે.

ડોક્ટર પ્રદીપ તેાના કામ વિશે જણાવે છે કે, 13 માર્ચથી આજદિન સુધી તેઓ 15થી 16 કલાક જેટલું કામ કરે છે. માત્ર એક ટાઈમ રાતે જમવા અને 5 કલાક જેટલો આરામ કરવા જ ઘરે જવાનું હોય છે. બાકીનો સમય હોસ્પિટલમાં દર્દીઓની વચ્ચે તેમની સારવાર અને કેરમાં જ વધુ ધ્યાન આપે છે. ઘણીવાર તો જમીને નાઈટ શિફ્ટ માટે પણ જવું પડતું હોય છે. છેલ્લા દોઢ મહિનાથી તેઓ ઘરે સમય નથી આપી શકતા.

image source

ઘરે જ્યારે આવે ત્યારે બાળકો સૂઈ ગયાં હોય છે. સ્ટાફની અછતને કારણે પેરામેડિકલ સ્ટાફ તો 25થી 48 કલાક સુધી કામ કરે છે, બે દિવસ સુધી શિફ્ટ બદલાતી નથી.કોરોનાના દર્દીઓની સંખ્યા આ વખતે પહેલાં કરતાં ઘણી વધારે છે. હોસ્પિટલમાં દાખલ થવા આવતા હોય ત્યારે ઓક્સિજન અને વેન્ટિલેટર પર દર્દીને રાખવાની ફરજ પડતી હોય છે, પરંતુ હોસ્પિટલમાં જેટલાં બેડ અને ઓક્સિજન હોય એ તમામ ભરાઈ જાય તો અમે પણ મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ.

ડોક્ટર પ્રદીપ આ વખતની સ્થિતિ વિશે વાત કરે છે કે આ વખતે કોરોના ઘાતક બન્યો હોવાથી પહેલા કરતાં દર્દીઓ વધતાં બેડ, ઓક્સિજન, ઇન્જેક્શન જેવાં સાધનો ખૂટી પડયાં છે, જેથી દર્દીનાં સગાં જ્યારે હોસ્પિટલમાં જગ્યા નથી, બીજે તપાસ કરવાનું કહેવાની ફરજ પડે ત્યારે દુઃખ થાય છે.

image source

ઇન્જેક્શન અત્યારે નથી મળતાં ત્યારે દર્દીને ક્યાં ક્યાં ઇન્જેક્શન મળી શકે એની પણ અમે મદદ કરીએ છીએ અને શક્ય એટલું ઝડપી સારવાર કરવામાં આવે છે. ત્યારે હવે આ વાત જાણ્યા પછી લોકો પણ ડોક્ટરની અસલી હકીકતથી વાકેફ થયા છે અને લોકોને ખબર પડી છે કે ખરેખર કેટલું કામ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *