3 હજાર મૃતદેહના પોસ્ટમોર્ટમ કરનારા ડૉક્ટરનુ આવુ મોત..? તમે પણ જાણીને દંગ રહી જશો

મોતનો કોઇ ભરોસો નથી.. તે ગમે ત્યારે ત્રાટકીને વ્યક્તિનો જીવ હરણ કરી લે છે.. અને ત્યારે ગમેતેવી ખુશીની પળ કેમ ન હોય, ક્ષણભરમાં માતમમાં ફેરવાઇ જાય છે.. કંઇક આવુ જ થયું તે ડૉક્ટર સાથે જેણે એક બે નહીં પરંતુ 3000 મૃતદેહના પોસ્ટમોર્ટમ કર્યા હતા.. તે શરીરનુ વિજ્ઞાન ખૂબ જ સારી રીતે સમજતા હતા.. છતાં પોતાના શરીરના સંકેતોને કદાચ ન સમજી શક્યા અને એક્સપર્ટ ડૉક્ટર્સની હાજરી હોવા છતાં તેમને મોતના શરણે થવું પડ્યું..

મોતની થોડીક જ સેકન્ડ્સ પહેલા તે ખૂબ જ ખુશ હતા.. મસ્તી કરતા હતા.. ડાન્સ કરતા હતા.. અને તે જ ડાન્સે તેમનો જીવ લઇ લીધો..

મધ્ય પ્રદેશના ભોપાલમાં એક ડૉક્ટરના મોતનો શૉકિંગ વીડિયો સામે આવ્યો છે. પાર્ટીમાં ડાન્સ કરતી વખતે સિનિયર ડૉ. સી. એસ. જૈનને હાર્ટ એટેક આવ્યો અને તે ફ્લોર પર જ ઢળી પડ્યા. જ્યારે આ ઘટના બની ત્યારે હોટલમાં લગભગ 50 ડૉક્ટર હાજર હતા. આ તમામ ડૉક્ટર્સે 67 વર્ષીય સી. એસ. જૈનને બચાવવાના પુરતા પ્રયાસ કર્યા અને મલ્ટી સ્પેશિયાલિટી હૉસ્પિટલમાં ખસેડ્યા છતાં તેમને બચાવી શકાયા નહીં.

ભોપાલની જહાંનુમા હોટલમાં રવિવારે સાંજે આ ઘટના બની. એક સિનિયર ડૉક્ટર દ્વારા ગેટ ટુ ગેધર રાખવામાં આવ્યું હતું. આ સમયે ડાન્સ પાર્ટી પણ યોજાઈ હતી. આ પાર્ટીમાં શહેરના ટોપ લેવલના એક્સપર્ટ ડૉક્ટર્સ હાજર હતા. આ બધાની સાથે ડૉ. સી. એસ. જૈન પણ હતા. તેઓ જાણીતા ફૉરેન્સિક મેડિસિન એક્સપર્ટ હતા

સિનિયર ડૉક્ટરે પાર્ટી રાખી હતી

વીડિયોમાં જોઈ શકાય છે કે, સાથી ડૉક્ટર્સ ‘ઐસા મૌકા ફિર કહાં મિલેગા…’ સોંગ પર ડાન્સ કરી રહ્યા છે. ડૉ. જૈન પણ સાથી ડૉક્ટર્સ સાથે આ ડાન્સ કરી રહ્યા છે. અચાનક જ તેઓ રોકાય છે અને લથડિયાં ખાતાં ખાતાં પડી જાય છે.

ડૉ. જૈને 3 હજાર મૃતદેહના પોસ્ટમોર્ટમ કર્યાં હતા

ડૉ. જૈન લાંબા સમય સુધી મેડિકો લિગલ ઈન્સ્ટિટ્યૂટમાં ફરજ બજાવતા હતા. તેમણે 3 હજારથી વધુ મૃતદેહનું પરીક્ષણ કર્યું છે. તેમના મૃતદેહને મેડિકો લિગલ ઈન્સ્ટિટ્યૂટના કોલ્ડ સ્ટોરેજમાં જ રાખવામાં આવ્યો હતો. જ્યાં તેઓ ખુદ પોસ્ટમોર્ટમ કરતાં હતા. મંગળવારે સવારે ભદભદા વિશ્રામ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.