માત્ર દોઢ વિઘામાં ગુજરાતનાં ખેડૂતે કાળા ઘઉંની ખેતી કરીને બધાને ચકમો આપી દીધો, કમાણી પણ છપ્પર ફાડ!

ગુજરાતે એક પ્રગતિશીલ રાજ્ય તરીકે ઓળખાણ ઉભી કરી છે અને આવું એટલાં માટે શક્ય બન્યું છે કે અહીંની પ્રજા ઘણી મહેનતું છે. સમજદારી અને સચોટતા સાથે આગળ વધનાર લોકો અહીં જોવા મળે છે. ગુજરાતીઓ વિશ્વભરમાં વ્યાપાર માટે જાણીતાં છે. આ સાથે ખેતીમાં પણ અવનવાં નુસ્ખાઓ અજમાવી અઢળક કમાણી કરી રહ્યાં છે. બહારના અનાજ સાથે ફળ-ફૂલની ખેતી કરતા થયા છે. આવાં જ એક ખેડૂત વિશે અહીં વાત થઈ રહી છે જેણે ઓલપાડ તાલુકામાં પોતાની ખેતીથી ઘઉંની એક નવી જાત ઉગાડી છે.

મળતી માહિતી મુજબ આ ખેડૂતનું નામ વિરલભાઈ પટેલે છે અને તેઓ સામાન્ય રીતે પંજાબમાં થતા અને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક કાળા ઘઉંની સફળ ખેતી કરી બતાવી છે. ખર્ચો કાઢતા દોઢ વિઘામાં 51 હજાર રૂપિયાની આવક થઈ છે જે ખેતી તેમણે માત્ર દોઢ વિઘા જમીનમાં કરી અને 45 મણ જેટલા ઘઉં ની નીપજ મેળવી છે. તેઓએ કાળા ઘઉંની ખેતી કરવાની શરૂઆત કરી જેમાં તેમને પ્રાથમિક તબક્કે જ ઘણી સારી સફળતા મેળવી છે. ઘઉંની આ અનોખી ખેતી કરનાર ખેડૂત સાંધીયેર ગામના છે.

image source

ઘઉંનો આ રીતે એક પાક લીધાં બદ હવે તેઓ મોટા પાયે ખેતી કરવાની તૈયારી કરી રહ્યાં છે. મળતી માહિતી મુજબ કાળા ઘઉંમાં કાર્બોહાઈડ્રેટ, વિટામિન, ઝિંક, પોટાશ, આયર્ન અને ફાઈબર જેવા તત્વો વધુ હોવાથી ડાયાબિટિસ-કેન્સર સહિતના દર્દીઓ માટે લાભકારક હોવાનું કહેવામાં આવે છે. કાળા ઘઉંમાં સામાન્ય ઘઉંની સરખામણીએ 60 ટકા વધારે આયર્ન હોય છે. કેટલાક ફળોની મદદથી કાળા ઘઉંના બીજ તૈયાર કરવામાં આવે છે. જેમાં જાંબુ અને બ્લૂ બેરીના ફળોનો સમાવેશ થાય છે. કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભલે તેનો રંગ કાળો હોય પણ તેની રોટલી બ્રાઉન રંગની જ બને છ અને તે કેન્સરના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે.

તેઓએ આ અગાઉ કાળા ડાંગની અને જમરૂખ સહિતના ફળોની બાગાયતી ખેતી કરી હતી અને પછી કાળા ઘઉંની ખેતી કરી હતી. ઓલપાડના સાંધીયેર ગામના પ્રગતિશિલ ખેડૂત વિરલભાઈ પટેલ ખેતીમાં સતત નવા પ્રયોગ કરતાં આવ્યાં છે. રાજ્ય બહાર થતાં પાકોની પણ ખેતી કરે છે જેમાં સફળતા મળ્યા બાદ વિરલભાઈ બળવંતભાઈ પટેલે બાગાયતી પાકોની ખેતી કરવામાં સફળ થયા હતાં. બાદમાં હવે તેમણે પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા નવી વિકસાવાયેલી કાળા ઘઉંની જાતની ખેતી અજમાવી હતી. આ માટે તેઓએ રાજસ્થાનથી 65 રૂપિયા કિલોના ભાવે 50 કિલો બિયારણ લાવીને પોતાના ખેતરમાં દોઢ વિઘા જમીનમાં કાળા ઘઉંની ખેતી કરી હતી.આ ઘઉંની પાક દરમિયાન તેઓએ બધી ઓર્ગેનિક ચીજોનો ઉપયોગ કર્યો હતો.

image source

વિરલભાઈ સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે કાળા ઘઉંની ખેતી જે રીતે લોકવન કે ટુકડી સહિતની ઘઉંની જાતની જે રીતે ખેતી કરવામાં આવે છે તે જ રીતે આની ખેતી પણ કરવામા આવે છે અને તેમાં પણ જો ઘઉંને વધુ ઠંડી મળી જાય તો તો મબલક પાક આવે છે. તેમણે આગળ વાત કરતાં કહ્યું હતું કે આ વર્ષે ઠંડીનું પ્રમાણ ઓછું હતું. જેથી બધા ઘઉંની જેમ કાળા ઘઉંનો ઉતારો પણ ઓછો આવ્યો છે. કાળા ઘઉંની ખેતી ઓર્ગેનિક રીતે કરવામાં આવી હતી. જેથી દોઢ વિઘા જમીનમાં અંદાજે 45 મણ જેટલા ઘઉંનું ઉત્પાદન મળ્યું છે. આ ખેતી દ્વારા કઇ રીતે ફાયદો થાય છે તે વિશે વાત કરતાં તેમણે કહ્યું કે ફક્ત દોઢ વિઘા જમીનમાં 45 મણ જેટલા ઘઉંની નીપજ તેમણે મેળવી છે અને બધો ખર્ચો કાઢતા દોઢ વિઘામાં 51 હજાર રૂપિયાની આવક થઈ.

આ કાળા ઘઉં વિશે તેમણે માહિતી આપતાં જણાવ્યું હતું કે તે ઇમ્યુનીટી વધારવાનું કામ કરે છે. મળતી માહિતી મુજબ ગુજરાતમાં ઓલપાડ તાલુકાના સાંધીએર ગામના ખેડૂત વિરલભાઈએ કાળા ઘઉંની સફળ ખેતી કરનાર પ્રથમ ખેડૂત છે. વાત કરીએ આ ઘઉંનાં વેચાણ અંગેની તો તેમણે આ કાળા ઘઉંનું ઓનલાઈન વેચાણ કર્યું હતું. આ અંગે તેમની સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે અવનવા પાકોની ખેતી કરવી તેમને ગમે છે. આ કાળા ઘઉંની ખેતી વિશે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા તેમણે માહિતી મેળવી હતી. કાળા ઘઉંની ખેતી થતી હોવાની માહિતી મેળવવા સાથે તેનું બિયારણ પણ તેમણે તરત મેળવી લીધું હતું. તેઓએ આગળ વાત કરતાં કહ્યું હતું કે હાલ મેં પ્રથમ તબક્કે દોઢ વિંઘા જમીનમાં સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી વાવેતર કરતા નજીવો ખર્ચ થયેલ છે.

image source

કોરોના બાદ લોકો પોતાના સ્વાસ્થની કાળજી લેતા થયા છે ત્યારે કાળા ઘઉંની પણ માંગ વધી છે. સેમ્પલ પણ દર્દીઓને આપવામાં આવે છે. આ સાથે જ ઓનલાઈન પણ વેચાણ માટે મૂકવામાં આવ્યાં છે. જેમ ઓર્ડર મળે તેમ તેઓ લોકો સુધી ઘઉં પહોંચાડે છે. જાણકારો દ્વારા કહેવામાં આવ્યું છે કે ફળ, શાકભાજી અને અનાજનો રંગ તેમાં રહેવા પ્લાન્ટ પિગમેન્ટ કે રંગદ્રવ્ય કણોની માત્રા પર આધારિત હોય છે. કાળા ઘઉંમાં એન્થોસાએનિન નામના પિગમેન્ટ હોય છે. સામાન્ય ઘઉં એન્થોસાએનિનું પ્રમાણ માત્ર પાંચ પીપીએમ હોય છે પણ કાળા ઘઉંમાં તે 100થી 200 પીપીએમ આસપાસ હોય છે. એન્થોસાએનિન ઉપરાંત કાળા ઘઉંમાં ઝિંક અને આયર્નના પ્રમાણમાં ફેરફાર હોય છે.

જૂની સિવિલ હોસ્પિટલના ડો. શક્તિએ જણાવ્યું હતું કે કાળા ઘઉં પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. જેમાં પારંપરિક ઘઉંની સરખામણીએ કાર્બોહાઈડ્રેટ, વિટામિન, ઝિંક, પોટાશ, આયરન અને ફાઈબર જેવા તત્વો બમણા પ્રમાણમાં હોય છે. વૈજ્ઞાનિકો તો ત્યાં સુધી કહે છે કે આના સેવનથી ડાયાબિટીસ અને કેન્સર સામે લડવાની ક્ષમતા વધે છે. આ ઘઉંની રોટલી ખાવાથી સ્થૂળતા ઘટશે અને એસિડિટીથી મુક્તિ પણ મળી જશે. જમરૂખ સહિતના ફળોની બાગાયતી ખેતી કરવામાં સફળતા મેળવ્યા બાદ કાળા ઘઉંની ખેતી કરી.

image source

તેમને આ ખેતી પ્રથમ વખત કરી હતી જેમાં ઓલપાડના મદદનીશ નિયામક કે.વી.રાણાએ તેમને જરૂરી માહિતી આપી હતી. કે.વી.રાણા સાહેબ સાથે થયેલી વાતચીતમાં તેમણે કહ્યું હતું કે કાળા ઘઉંનો લોટ પણ કાળો થતો હોવાથી તેને લોકો ખાવામાં પસંદ નથી કરતાં પરંતુ સ્વાસ્થની દ્રષ્ટિએ વાત કરીએ તો કાળા ઘઉંમાં ઝિંક અને આયર્નનું પ્રમાણ વધારે હોવાથી ઇમ્યુનીટી વધારવાનું કામ કરે છે. આ સિવાય કાળા ઘઉં બ્લડ સુગર અને સંધિવા અને મેદસ્વીપણા જેવા રોગો સામે રક્ષણ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!