આ શ્વાનની તસવીરમાં તેનુ નાક છે ખાસ, જોઇ લો તમે પણ અંદરની એક તસવીરમાં..

આ શ્વાનનું નાક 12.2 ઇંચ લાંબું છે, માલિકે કહ્યું કે આટલું લાંબું નાક દુનિયાનાં કોઈ શ્વાનનું નથી

image source

વર્લ્ડ રેકોર્ડમાં એવા એવા નામ હોય છે જે વિશ્વમાં ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. કહેવાય છે કે આ દુનિયામાં એવા ઘણા સત્ય છે જે આપણી આસપાસ જ હોય છે. એવું ઘણું હોય છે જે અન્ય કરતા અલગ હોય છે. પણ આ અસમાનતા જ્યારે દુર્લભ બને ત્યારે એ અજાયબી સમાન થઈ રહે છે. આવો જ એક કિસ્સો અમેરિકાના વર્જીનીયામાં સામે અઆવ્યો છે. અહી પર એક ૨ વર્ષના શ્વાને પોતાના નાકની લાબાઈના કારણે બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે.

આ ડોગનું નાક 12.2 ઇંચ છે.

image source

જો આ વાંચીને તમે નવાઈ પામ્યા હોવ તો, એમ કરવાની જરાય જરૂર નથી. આ વાક્ય બિલકુલ સાચું છે. અમેરિકાના વર્જીનીયા રાજ્યમાં એક શ્વાનનું નાક આટલું લાંબુ હોવાનું સામે આવ્યું છે. એક પ્રકારે આ શ્વાનનું મુખ એક શ્વાન હોવા છતાં અશ્વ જેવું લાગે છે. 2 વર્ષના આ શ્વાને દરેકનું ધ્યાન ખેચ્યું છે, કેમ કે આ નાક કોઈ સામાન્ય ડોગી જેવું લાગતું નથી. તેનું નાક 12.2 ઇંચનું છે.

હાલમાં જ ઉજવાયો છે એરીસનો બીજો જન્મ દિવસ

image source

મળતી માહિતી મુજબ ડોગના માલિકે હાલમાં જ તેનો બીજો જન્મદિવસ ઉજવ્યો છે. આ દરમિયાન એમણે ક્લિક કરેલા ફોટા જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયા, ત્યારે આ જ ફોટોને કારણે તે હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તમને જણાવી દઈએ કે આ અજાયબ શ્વાનનું નામ ‘એરિસ’ છે. તે બોર્ઝોઈ પ્રજાતિનું ફિમેલ ડોગી છે.

આ ડોગી શરૂઆતથી જ બધા કરતાં અલગ દેખાતું હતું

image source

વર્જીનિયાના રિચમંડ શહેરમાં રહેતી 27 વર્ષની લીલી કેમબુરિયને એરિસને જુલાઈ, 2018માં દત્તક લીધું હતું. જો કે આ ફીમેલ ડોગનો બીજો બર્થડે 19 મેના રોજ લીલીએ સેલિબ્રેટ કર્યો. લીલી એ એક જવેલરી સ્ટોરની માલિક છે. એણે ડોગી વિષે જણાવતા કહ્યું હતું કે, અમે જ્યારે એરિસને દત્તક લેવા માટે ગયા હતા ત્યારે અમારું ધ્યાન ત્રણ મહિનાના આ ગલુડિયાએ ખેચ્યું હતું, એ સમયે પણ તે બધા કરતાં અલગ જ દેખાતું હતું. અમને જોયા ત્યારે તરત જ એ મારા પતિના ખોળામાં આવીને બેસી ગયું હતું અને અમે તેને જ દત્તક લેવાનું નક્કી કરી લીધું હતું.

માલિક વર્લ્ડ રેકોર્ડ માટે વિચારી રહ્યા છે

image source

જો કે માલિકે કહ્યું હતું કે અમને એરિસના નાકથી કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ ક્યારેક મને લાગે છે કે, એરિસ જેટલું લાંબું નાક દુનિયાના કોઈ પણ શ્વાનનું નહી જ હોય. અમે હવે વર્લ્ડ રેકોર્ડ માટે પણ વિચારી રહ્યા છે. આજે પણ અમે જ્યારે એરિસ સાથે બહાર જઈએ છીએ તો, અનેક લોકો તેને જોવા માટે અમારી સામે જ ઊભા રહી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત