જયાનો માલિક પ્રત્યેના પ્રેમ જોઈ ચોધાર આંસુએ રડ્યા પરીવારના સભ્યો

વર્ષો પહેલા એક ફિલ્મ આવી હતી તેરી મહેરબાનીયાં, આ ફિલ્મમાં જેકી શ્રોફ હતો અને તેની સાથે મહત્વનું પાત્ર હતો તેનો કુતરો, ફિલ્મમાં કુતરાની વફાદારી અને માલિક પ્રત્યેનો પ્રેમ દર્શાવાયો છે.

image source

આ વાત તો થઈ ફિલ્મની એટલે ઘણા લોકોને તે કાલ્પનીક પણ લાગે. પરંતુ તાજેતરમાં જ કાનપુરમાં એક પાલતૂ માદા કુતરાએ ખરેખર પોતાની માલિક પ્રત્યેનો પ્રેમ દર્શાવી દીધો છે.

કાનપુરના બર્રા મલિકપુરમમાં પોતાની માલિક યુવતીનું મોત થતા તેના મૃતદેહને જોઈ તેની પાલતૂ કુતરી જયાને એટલી તકલીફ થઈ કે તેણે ઘરના ચોથા માળેથી નીચે કુદી જીવ દઈ દીધો.

image source

મલિકપુરમમાં રહેતા અને હમીરપુરમાં મુખ્ય ચિકિત્સાધિકારીના પદ પર તૈનાત એક ડોક્ટરના ઘરે આ ઘટના બની છે. તેમણે જણાવ્યાનુસાર તેમની પત્ની શહેરમાં જ સ્વાસ્થ્ય વિભાગમાં જોઈંટ ડાયરેક્ટરના પર પર હતી. તેને કિડનીની બીમારી હતી તેથી તેને એક સપ્તાહ જેટલા સમય માટે હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. અહીં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું.

image source

તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. માતાના મોત બાદ સંતાનો તેના મૃતદેહને ઘરે લઈને પહોંચ્યા. જો કે પરીવારના સભ્યોને લાગ્યો તેનાથી વધારે આઘાત પોતાની માલકિનના મૃતદેહને જોઈને તેની કુતરીને લાગ્યો. તે મૃતદેહ જોઈ આકુળવ્યાકુળ થઈ ગઈ. થોડીવાર બાદ તેને મૃતકના દીકરાએ ઘરના બીજા માળે એક રુમમાં રાખી રુમ લોક કરી દીધો. પરીવારના સભ્યોને કલ્પના પણ ન હતી કે જયા શું કરશે.

image source

પોતાની માલિકનો મૃતદેહ જોઈ આહત થયેલી જયા જેમ તેમ કરી ઘરના ચોથા માળે ગઈ અને ત્યાંથી તેણે નીચે કુદકો મારી દીધો. અચાનક થયેલી ઘટનાથી પરિવારના લોકો અને આસપાસના લોકો એકત્ર થઈ ગયા. આ ઘટના જોઈ ઉપસ્થિત લોકો પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. ત્યારબાદ જયાનો મૃતદેહ પણ તેની માલિક સાથે રાખવામાં આવ્યો અને જયાની દફનવિધિ પણ તે જગ્યાની નજીક કરવામાં આવી જ્યાં તેની માલિકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

image source

જાણવા મળ્યાનુસાર જયા તેની માલિક સાથે 13 વર્ષથી હતી. એક હોસ્પિટલ પાસેથી તેને ડોક્ટર પરીવાર પોતાના ઘરે લાવ્યો હતો. જયાના શરીરમાં કીડા થઈ ગયા હતા જેની સારવાર કરાવી ડોક્ટરે તેને પોતાના ઘરે જ રાખી લીધી હતી.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત