Site icon News Gujarat

લોકડાઉનમાં વાતાવરણ પર પડી એવી અસર કે વર્ષો પછી જોવા મળ્યો અદ્ભુત નજારો

કોરોના વાયરસના પ્રકોપના કારણે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે. આ દરમિયાન કુદરતી વાતાવરણમાં કેટલાક સકારાત્મક ફેરફાર થતા જોવા મળ્યા છે.

image source

દેશભરના શહેરોની હવા શુદ્ધ થવા લાગી છે. નદીઓના પાણીની ગુણવત્તા સુધરી છે. આકાશ સ્વસ્છ થયું છે અને રસ્તા પર વાહનોની સંખ્યા ઘટી જતાં પ્રાણીઓ ફરતાં જોવા મળે છે. દિવસ રાત પ્રદૂષણ વચ્ચે જીવતા માણસ માટે તો આ સ્થિતિ લાભકારી છે જ પરંતુ પ્રાણીઓ માટે પણ આ સ્થિતિ આનંદની પળ માણવાની બની છે.

image source

આવો જ આનંદ માણતી ડોલ્ફિન ગંગા કિનારે જોવા મળી છે. આ વાત આનંદની આપણા માટે એ કારણથી છે કે કલકત્તાની હુબલી નદીના ઘાટ સામે પણ ડોલ્ફીનો મસ્તી કરતી વર્ષો પછી જોવા મળી છે. આ અંગે જાણવા મળ્યા અનુસાર હુબલી નદીના ઘાટ પર 30 વર્ષ બાદ ગંગા ડોલ્ફિન પરત ફરી છે.

આ વાત આનંદ થાય એવી એટલા માટે પણ છે કે ગંગા ડોલ્ફિન દુનિયાની એક માત્ર એવી પ્રજાતિ છે જે સ્વચ્છ અને મીઠા પાણીમાં રહે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી નદીઓના વધતાં પ્રદૂષણના કારણે ગંગા ડોલ્ફિનના અસ્તિત્વ પર જોખમ ઊભી થયું હતું. એટલું જ નહીં આ ઘાટ પર પ્રદૂષણના કારણે ડોલ્ફિન જોવા પણ મળતી નહી.

image source

આ ડોલ્ફિનનું મહત્વ એ વાત પરથી પણ જાણી શકાય તે વર્ષ 2009માં કેન્દ્ર સરકારએ ગંગા ડોલ્ફિનને ભારતનું રાષ્ટ્રીય જલીય જીવ જાહેર કરી હતી. વરીષ્ઠ પર્યાવરમ કાર્યકર્તા બિસ્વજીત રોય ચૌધરીનો દાવો છે કે લોકડાઉનના કારણે હુગલી નદીના પાણીની ગુણવત્તા સુધરી છે. તેના કારણે ગંગા ડોલ્ફિન પરત ફરી છે. આ કારણે અહીંના ઘાટ પર આ માછલીઓ આનંદ માણતી જોવા મળી રહી છે.

image source

આજથી 30 વર્ષ પહેલા સામાન્ય દિવસોમાં પણ આ માછલીઓ આ ઘાટ પર જોવા મળતી. પરંતુ જેમ જેમ જળ પ્રદૂષણ વધી ગયું તેમ તેમ આ માછલીઓ ગાયબ થવા લાગી. પરંતુ હાલ લોકડાઉનના કારણે પાણીનું પ્રદૂષણ ઘટ્યું છે તેવામાં માછલીઓ પણ પરત ફરી છે.

Exit mobile version